પેરેન્ટિંગ:આ 5 કામ કરનારાં પેરેન્ટ્સ થઇ જાય છે બાળકોથી દૂર

20 દિવસ પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક
  • તમે બાળકને ભલે વઢો નહીં, પણ એની સાથે કઠોરતાથી વાત કરો તો પણ એની ખોટી અસર બાળકના મન અને મગજ પર પડે છે

માતા-પિતા પર પોતાના બાળકને યોગ્ય વ્યક્તિ બનાવવાની મોટી જવાબદારી હોય છે. જોકે આ પ્રયાસ કરતી વખતે માતા-પિતા ક્યારેય એવી ભૂલ કરી બેસે છે જે તેમને ક્રમશ: બાળકોથી દૂર કરી દે છે. ઘણી વખત બાળકને ડિસિપ્લિન શીખવવા માટે પેરેન્ટ્સ બાળક પર હાથ પણ ઉગામી બેસે છે જેના કારણે બાળકના આત્મસન્માનને આઘાત લાગે છે. જો તમે ઇચ્છતા હો કે બાળકનું વર્તન એકદમ નરમ અને યોગ્ય હોય તો પહેલાં પોતાની ઉછેરની શૈલી પર ધ્યાન આપનવું જોઇએ. એવી કેટલીક પેરેન્ટિંગ સ્ટાઇલ છે જે બાળકને વધારે જિદ્દી અને આક્રમક બનાવી શકે છે. ફિઝિકલ ડિસિપ્લિન શીખવવું બાળકોને માર મારવાની આદત તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઇ શકે છે. આનાથી બાળકના મગજ પર નકારાત્મક અસર પડી શકે છે અને શક્ય છે કે એના કારણે એની કુટેવમાં પણ કોઇ પરિવર્તન ન આવે. આવા વર્તનનું ભોગ બનેલું બાળક મોટું થઇને પોતે પણ આવું જ વર્તન અપનાવી શકે છે. આમ, બાળક સાથે મારપીટ ક્યારેય ન કરો અને બાળકનું વર્તન યોગ્ય બને એ માટે બીજા વિકલ્પની મદદ લો. ડબલ બિહેવિયરથી બચો બાળકને ક્યારેય એવો અનુભવ ન થવા દો કે તેના પર તમે ગમે ત્યારે બૂમો પાડી શકો છો અને બીજી તરફ તમે એને કંઇ પણ કરવાની સ્વતંત્રતા આપો છો જેના કારણએ તેને એમ લાગે છે કે તમે તેને બહુ પ્રેમ કરો છો. આને ડબલ બિહેવ કહેવાય છે. તમારું આવું વર્તન બાળકમાં ભ્રમ અને ચિંતાનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં તમારે બાળકને સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દેવું જોઇએ કે બાળક પાસેથી તમારી શું અપેક્ષા છે. બાળકો માટે શિસ્તના કડક નિયમો ન બનાવો તમે બાળકને ભલે વઢો નહીં, પણ એની સાથે કઠોરતાથી વાત કરો તો પણ એની ખોટી અસર બાળકના મન અને મગજ પર પડે છે. ધ્યાન રાખો કે એકને એક વાત બાળક વારંવાર નહીં સાંભળી શકો એટલે એને ઓછા શબ્દોમાં સારી રીતે સમજાવાનો પ્રયાસ કરો. બાળકો સાથે જબરદસ્તી ન કરો કેટલાક પેરેન્ટ્સ બાળકો પર ફરવા જવાની કે પછી કોઇ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે જબરદસ્તી કરે છે. બાળકના ઉછેરની આ રીત એકદમ ખોટી અને નુકસાનકાર છે. આના કારણે બાળકના મનમાં માતા-પિતાનો ડર ઘૂસી જાય છે જેના કારણે તે તેમની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસી નથી શકતા. આવા સંજોગોમાં બાળક પોતાના મનની વાત માતા-પિતાને જણાવી શકતું નથી અને એની સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. ધમકી ન આપો નાની-નાની વાતમાં બાળકને ધમકાવવાનું યોગ્ય નથી. જો બાળક બહુ તોફાની હોય તો ક્યારેક આ ઉપાય અજમાવી શકાય છે પણ દરેક વખતે આ શક્ય નથી હોતું. જો તમે બાળકને વારંવાર ધમકાવશો તો એ લાંબા ગાળે કોઇ ખોટું પગલું ભરી શકે છે. આવી સ્થિતિમાં બાળકને ધમકાવાને બદલે પ્રેમથી સમજાવો.

અન્ય સમાચારો પણ છે...