તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરીર પૂછે સવાલ:શીઘ્ર સ્ખલનની સમસ્યાને લીધે જાતીય જીવનમાં જોશ નથી...!

વનિતા વોરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક

પ્રશ્ન : મારી દીકરી ટીનએજમાં પ્રવેશી છે. મારી દીકરીના શરીરમાં પરિવર્તન આવી રહ્યા છે. આ સંજોગોમાં મારે તેના માટે કેવા અન્ડરગાર્મેન્ટ્સની પસંદગી કરવી જોઇએ? એક મહિલા (સુરત) ઉત્તર : ટીનએજ શરૂઆતમાં અનેક પ્રકારના શારીરિક બદલાવ આવતા હોય છે. જો આ સમયે તેમને યોગ્ય માર્ગદર્શન ન મળે અને તેઓ ખોટી સાઇઝના અન્ડરગાર્મેન્ટ્સ પસંદ કરી લે તેમને જ નુકસાન થાય છે. ઘણીવાર ટીનેજર્સ ગર્લ્સને જો યોગ્ય માર્ગદર્શન ન આપવામાં આવે તો તે બ્રાની પસંદગી ખોટી રીતે કરે છે. બ્રાની પસંદગીમાં જો લાપરવાહી રાખવામાં આવે તો ઉંમર થતાં બ્રેસ્ટનો આકાર બેડોળ બને છે. તેથી વિકાસનાં આ તબક્કામાં જ પ્રોપર સાઈઝની બ્રાની પસંદગી કરવી જરૂરી છે. આ સમયમાં ટીનેજર્સ ગર્લ્સને બ્રાનાં માપ, સાઈઝનો યોગ્ય આઈડિયા નથી હોતો, તેથી તે ખોટા માપની બ્રા ખરીદી લે છે, જે આગળ જતાં નુકસાનકારક સાબિત થાય છે. કિશોરાવસ્થામાં હજુ નિપલના વિકાસની શરૂઆત જ થઈ હોય છે, ત્યારે આ અવસ્થામાં બ્રાલેટ બ્રાની પસંદગી કરવી વધુ યોગ્ય છે. નિપલનો વિકાસ થોડો ઘણો થઈ ગયા બાદની અવસ્થામાં સોફટ કપ બ્રાનો ઉપયોગ કરવો. ટીનેજર્સ ગર્લ્સે અન્ડરવાયર બ્રા પહેરવાનું અવોઈડ કરવું જોઈએ. કારણકે આ સમયે નિપલ અને બ્રેસ્ટનો વિકાસ થઈ રહ્યો હોય છે. જો આ સમયે અન્ડરવાયર બ્રાનો ઉપયોગ કરવામાં આવે તો બ્રેસ્ટના વિકાસમાં તે બાધારૂપ બને છે. ટીનએજ દીકરીની માતાએ આ બાબતનું ધ્યાન રાખવું પડે.જ્યારે દીકરીને પિરિયડ શરૂ થઈ જાય અને બ્રેસ્ટનો વિકાસ થવા લાગે ત્યારે તેને બ્રા પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. પ્રશ્ન : મારી વય 18 વર્ષની છે. મારી સમસ્યા એ છે મારા બધા મિત્રોને દાઢી અને મૂછ આવી ગઇ છે પણ મને હજી નથી આવી. મારી કરતા નાની વયના મિત્રો પણ દાઢી અને મૂછ ધરાવે છે. મારો અવાજ પણ બહુ પાતળો છે. હું શું કરું એ મને નથી સમજાતું. આનો શું ઉપાય છે? એક યુવક (વડોદરા) ઉત્તર : જ્યારે છોકરો 13-14 વર્ષનો થાય ત્યારે ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન શરીરમાં બનવા લાગે છે. જેનાથી ઇન્દ્રિનો વિકાસ થાય છે. જ્યારે છોકરો 13-14 વર્ષનો થાય ત્યારે ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન શરીરમાં બનવા લાગે છે. આ હોર્મોનથી શરીરમાં વીર્ય બનવા લાગે છે, દાઢી અને મૂછ આવવાની પણ શરૂઆત થાય છે. સમયની સાથે છાતી અને બગલમાં પણ વાળ ઉગવા લાગે છે. દાઢી-મૂછ આવવી કે છાતી ઉપર વાળ ઉગવા એ પુરુષ હોવાની નિશાની નથી. આમ, દાઢી મૂછ ન આવવી કે છાતીના ભાગે વાળ ન હોવા એ નપુંસકતાની પણ નિશાની નથી. તમારી સમસ્યા હોર્મોનના જ કારણે છે એ વાત તદ્દન સાચી છે. એનો ઈલાજ એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના ડોક્ટર જ કરી શકે એ વાત પણ સાચી છે. તમે ઉત્તેજના અનુભવતા હો અને છોકરીઓ પ્રત્યે આકર્ષણ થતું હોય તો દાઢી-મૂછની ચિંતા છોડો. પૌરૂષત્વના કહેવાતા એ બધા લક્ષણો ટેસ્ટોસ્ટરોન હોર્મોનના કારણે વિકસે છે. તમારા શરીરમાં એ હોર્મોન સાવ ઓછું હશે અથવા નહીં હોય. કસરતો કરવાથી આ હોર્મોન શરીરમાં કામચલાઉ ધોરણે વધારી શકાય. વજન ઓછું કરવાથી એનું પ્રમાણ કાયમી ધોરણે વધારી શકાય. જો જનીની ખામી હોય તો ટેસ્ટોસ્ટરોનની સારવાર લેવી પડે. કુદરતે જે શરીર આપ્યું છે એને મોજથી માણો. બીજાઓ શું કહે છે એની ચિંતા છોડો, તમે પોતે જે વિચારશો એ આખરે બીજાઓએ પણ માનવું જ પડશે. પ્રશ્ન : હું કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. મને અનિયમિત માસિકની સમસ્યા સતાવે છે. જે મહિને મને નિયમિત માસિક ન આવે ત્યારે મને પેટ અને પેડુમાં ભારે દુખાવો થાય છે. શું મને કોઇ મોટી ગંભીર બીમારી હશે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : આજકાલ માસિક સંબંધી સમસ્યાઓ અનેક છોકરીઓમાં જોવા મળે છે. માસિક ધર્મ એક કુદરતી ક્રિયા છે. અગિયાર કે બાર વર્ષની ઉંમરથી માસિક આવવાનું શરૂ થઈ જાય છે અને ત્રણ-ચાર દિવસ સુધી બ્લીડિંગ થાય છે. પિરિયડના ત્રણ-ચાર દિવસ મોટાભાગની મહિલા માટે થોડા તકલીફદાયક હોય છે. મૂડ સ્વિંગ થવાની સાથે બીજી અનેક તકલીફ આ સમય દરમિયાન થઈ શકે છે. જોકે આ તકલીફને નાની-નાની સાવધાની રાખીને ઓછી ચોક્કસ કરી શકાય છે માસિકની તારીખથી માસિક વહેલું આવવું કે ઘણું લેટ આવવું એ પણ એક સમસ્યા છે. જો આ તકલીફને નજરઅંદાજ કરવામાં આવે તો ભવિષ્યમાં ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. અનિયમિત માસિક થવાનાં ઘણાં કારણો હોય છે. એક તો થાઇરોઇડની બીમારી હોય તો પણ માસિક અનિયમિત થાય છે, તેથી જો માસિક અનિયમિત થતું હોય તો થાઇરોઇડની તપાસ વહેલાસર કરાવી લેવી જોઈએ. આ સિવાય જો દર મહિને માસિક આવવાના બદલે દોઢ મહિને કે બે મહિને આવતું હોય તો હિમોગ્લોબિન (એચબી)ની તપાસ કરાવવી જરૂરી છે. વધુ કે ઓછો માસિકસ્ત્રાવ પણ એક સમસ્યા છે. હિમોગ્લોબિન જો સાડા બાર ટકાથી ઓછું હોય તો ત્રણ મહિનાનો એચબી વધારવાનો કોર્સ કરી શકાય અને લોહતત્ત્વ હોય એવો આહાર લઇ શકાય. આહારમાં પાલક, બીટ અને દૂધ, શિંગદાણા, ખજૂર લેવાં. આમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવે તો ડોક્ટરની સલાહ લેવી. પ્રશ્ન : હું ફિટનેસપ્રેમી યુવાન છું. હું મારી લાઇફસ્ટાઇલ અને ખાનપાન માટે બહુ સજાગ છું. મેં ભારે કસરત કરીને દમદાર એબ્સ પણ બનાવ્યા છે. મને બીજી કોઇ સમસ્યા નથી પણ મને છેલ્લાં 6-7 વર્ષથી શીઘ્ર સ્ખલનની સમસ્યા સતાવે છે. આ સમસ્યાનો ઉકેલ શું છે? એક પુરુષ (જેતપુર) ઉત્તર : શીઘ્ર સ્ખલન એવી સમસ્યા છે એની અસર પુરુષ અને મહિલા બંને પર પડે છે. આ સમસ્યા વિશે ભાગ્યે જ કોઇ ખુલીને બોલે છે. આ સમસ્યાથી પીડાતો પુરુષ જાતીય સંબંધ દરમિયાન ચરમસીમા પર પહોંચે અને યોનિપ્રવેશ થાય એ પહેલાં કે થતાંની સાથે જ વીર્યસ્ખલન થઈ જાય છે. આ બીમારી દરેક શહેરમાં કે દેશમાં વિવિધ નામથી ઓળખાય છે. કોઈ આને ‘પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન’ કહે છે તો કોઇ ‘શીઘ્રપતન’ કે ‘અર્લી ડિસ્ચાર્જ’ના નામે ઓળખે છે. ડોક્ટરો આને ‘અર્લી ઓર્ગેઝિમક રિસ્પોન્સ’ કહે છે. આ સમસ્યા વકરે નહીં એ માટે સૌથી પહેલા તો નિયમિત સમાગમ ખૂબ જરૂરી છે. વચ્ચે અઠવાડિયાઓનો સમય ન વીતવો જોઈએ કેમ કે સ્ખલન નિયંત્રણ માટે સેક્સનું સાતત્ય એ ખૂબ જરૂરી વસ્તુ છે. નોર્મલ પુરુષોને પણ અનિયમિતતાને કારણે ક્ષણિક શીઘ્ર સ્ખલનની સમસ્યા ઉભી થતી હોય છે. આ સિવાય જાતીય આસનમાં ફેરફાર કરવાથી પણ ફાયદો થાય છે. સ્ત્રી ઉપર અને પુરુષ નીચે હોય એવા આસન વખતે પણ વીર્યસ્ખલનની ઝડપ ઘટાડી શકાય છે. નિરોધનો ઉપયોગ પણ ક્યારેક મદદરૂપ થઈ શકે. આ સિવાય ‘સ્ટોપ-સ્ટાર્ટ’ અથવા ‘સ્ક્વીઝ’ ટેકનિક જેવી ટ્રીટમેન્ટ અને ‘વ્રજરોલી મુદ્રા’ તેમજ ‘અશ્વિની મુદ્રા’ જેવી યોગિક કસરતોનો પ્રયોગ પણ ઘણા કરે છે. આની કોઈ આડઅસર નથી પણ અસર થતાં મહિનાઓ થઈ જાય છે. જો આટલાથી તમારી સમસ્યાનો ઉકેલ ન આવે અથવા તમને ઝડપી રિઝલ્ટ જોઈએ તો ડોક્ટરની સલાહ લઇને જ ઓરલ દવાઓ લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો