બ્યૂટી:પગ પર ચંપલની પટ્ટીના ડાઘ પડી ગયા છે...

22 દિવસ પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

પ્રશ્ન : હું જોબ કરું છું. મને નખ વધારવાનો શોખ છે, પણ મારે કમ્પ્યુટરથી કામ કરવાનું હોવાથી નખ કી-બોર્ડની કીમાં ભરાઇને તૂટી જાય છે. મારે નખ વધારવાનો શોખ કેવી રીતે પૂરો કરવો? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમે જો કમ્પ્યુટરથી કામ કરવાનું હોય તો તેના કી-બોર્ડમાં ભરાઇને જો વધારે લાંબા નખ રાખ્યા હોય તો તે તૂટી જ જવાના. તમે તમારો શોખ પૂરો કરવા માટે થોડા નાનાં નખ વધારી શકો છો. આવા નાના નખને લાઇટ શેડની નેલપોલિશ લગાવવાથી તે લાંબા દેખાશે. તમે નાના છતાં આકર્ષક શેપ ધરાવતા નખ રાખશો તો વધારે સારું રહેશે. પ્રશ્ન : કોણીની કાળાશ દૂર કરવા માટે અને એટલા ભાગની ત્વચા કોમળ બને એ માટે મેં અનેક ઉપાયો કરી જોયા પણ કંઇ ફેર પડતો નથી. મને ઘરગથ્થુ ઉપાય જણાવશો? એક યુવતી (વડોદરા) ઉત્તર : કોણીની ત્વચાની કાળાશ દૂર કરવા માટે તેના પર લીંબુનું ફાડિયું ઘસો. આ ઉપરાંત, ચણાના લોટમાં થોડું મલાઇવાળું દૂધ ઉમેરીને તેનાથી આ જગ્યાએ હળવા હાથે મસાજ કરો. આનાથી કાળાશ દૂર થશે. પ્રશ્ન : મને પગમાં એન્કલેટ પહેરવાનું ગમે છે, પણ મારા પગ પર ચંપલ અને સેન્ડલની પટ્ટીઓ જેવા ડાઘ હોવાથી તે ખરાબ લાગે છે. આ ડાઘ કેવી રીતે દૂર કરી શકાય? મારા પગ પર આવા ડાઘ કાયમ રહેશે? એક યુવતી (સુરત) ઉત્તર : તમારા પગ પર ચંપલ અથવા સેન્ડલની પટ્ટીઓના જે ડાઘ પડી ગયા છે, તે સન ટેન થયેલી ત્વચા છે. તમે આ ડાઘ પર બટાકાનો અથવા કાકડીનો રસ લગાવો. ક્યાંય પણ બહાર જાવ ત્યારે એન્કલલેન્થ ધરાવતા મોજાં આવે છે તે પહેરો. જેથી સૂર્યનો તડકો ત્વચા પર સીધો ન પડે. આ રીતે કરવાથી તમારા પગ પર થયેલા સનબર્ન અથવા તો સન ટેન થયેલી ત્વચાનો રંગ નોર્મલ થવા લાગશે.

અન્ય સમાચારો પણ છે...