બ્યુટી:ચહેરા પર ઓપન પોર્સ થઇ ગયા છે...

2 મહિનો પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા હાથ પર ખૂબ જ કરચલીઓ થઇ ગઇ છે. હું રોજ નિયમિત રીતે ક્રીમ લગાવું છું, પણ કરચલીઓ દૂર નથી થતી. હાથ પરની કરચલીઓ દૂર કરવા માટે મારે શું કરવું? કોઇ ઘરગથ્થુ ઉપાય જણાવશો? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : હાથ પર થયેલી કરચલી બહુ ખરાબ લાગે છે. એ દર્શાવે છે કે ત્વચામાં ભેજનું પ્રમાણ ઓછું થઇ ગયું છે અને એની કાળજી લેવાની જરૂર છે. સામાન્ય રીતે ત્વચા શુષ્ક હોય ત્યારે અને પાણીમાં વધારે કામ કરવાનું રહેતું હોય તો કરચલીઓ થઇ જાય છે. તમે તમારી ત્વચા પર ક્રીમ લગાવવાને બદલે મોઇશ્ચરાઇઝર લગાવો. એનાથી તમારી ત્વચાનો કુદરતી ભેજ જળવાઇ રહેવાની સાથે વધારાનું મોઇશ્ચર મળવાથી ત્વચા કોમળ રહેશે અને કરચલીઓ ઓછી થશે. આ ઉપરાંત, તમે રાત્રે સૂતાં પહેલાં હાથ પર વિટામિન ઇ-યુક્ત ઓઇલથી મસાજ કરો. આ સિવાય આહારમાં વિટામિન ઇથી ભરપૂર આહારનું સેવન કરશો. આનાથી ત્વચાની ગુણવત્તામાં સુધારો થશે અને ત્વચા વધારે ચમકવા લાગશે. પ્રશ્ન : મારી ઉંમર ચોવીસ વર્ષ છે. મારા ચહેરાના પોર્સ ખુલી ગયાં હોવાથી ચહેરો સારો નથી લાગતો અને કોઇ પણ ક્રીમ લગાવું કે મેકઅપ કરું તો તે પોર્સમાં ભરાઇ જવાથી ખરાબ દેખાય છે. મારા ઓપન પોર્સને બંધ કરવા માટે કોઇ ઉપાય જણાવશો? એક યુવતી (વડોદરા) ઉત્તર : તમારા પ્રશ્ન પરથી લાગે છે કે તમે વારંવાર સ્ટીમ લેતાં હશો. તેના લીધે તમારા ચહેરાના પોર્સ ઓપન થઇ ગયા છે. પોર્સ ઓપન થઇ જવાથી ચહેરાની ત્વચામાં રહેલું પ્રાકૃતિક ઓઇલ બહાર આવે છે અને તેથી ચહેરો ચીકણો લાગે છે. તમે આ ઓપન પોર્સને બંધ કરવા માટે જ્યારે પણ ચહેરો ધૂઓ તે પછી એસ્ટ્રિન્જન્ટ લગાવવાનું રાખો. બહાર જવા માટે તૈયાર થાવ ત્યારે સૌથી પહેલાં ચહેરા પર આઇસક્યૂબ એક સ્વચ્છ રૂમાલ કે કાપડમાં રાખી હળવા હાથે પાંચેક મિનિટ ઘસો. એ જ રીતે બહારથી આવો ત્યારે પણ ચહેરાને સારી રીતે સાફ કર્યા પછી એસ્ટ્રિન્જન્ટ લગાવો અથવા આઇસક્યૂબ ઘસો. આ રીતે નિયમિત કરવાથી ધીરે ધીરે ઓપન પોર્સ સંકોચાવા લાગશે.

અન્ય સમાચારો પણ છે...