યોગ મંત્ર:બાળકોને નિયમિત યોગ કરાવવાના છે ભરપૂર ફાયદા

એક મહિનો પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

સા માન્ય રીતે પુખ્ત વયના લોકોમાં યોગ શીખવાનું અને યોગ કરવાનું વલણ જોવા મળે છે. જોકે યોગ શીખવાની સાચી ઉંમર છથી આઠ વર્ષની છે કારણ કે જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેમને ખૂબ ફાયદો થાય છે. યોગાસનોના અભ્યાસથી બાળકના શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે અને ઇમ્યુનિટીમાં પણ સુધારો થાય છે. આનાથી બાળકના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને તંદુરસ્તી વધે છે. Â એકાગ્રતા જાળવવામાં મદદ કરે યોગમાં ધ્યાન કરવાના ઘણા બધા પ્રકાર હોય છે. આમાં સારી રીતે ધ્યાન કરવા માટે કોઈપણ વ્યક્તિએ થોડીવાર માટે શાંત રહેવું પડે છે. આથી યોગ કરવાથી બાળકોની એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. નિયમિત યોગનો અભ્યાસ કરવાને કારણે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. ભણતર કે અન્ય કોઈ કારણસર બાળકો સ્ટ્રેસ કે એંગ્ઝાયટી ડિસઓર્ડરની ઝપેટમાં આવી જાય છે પણ નિયમિત રોગ કરીને આ સ્થિતિથી બચી શકાય છે. રોજ યોગ કરવાથી બાળકોની માનસિક સ્થિતિ મજબૂત બને છે અને સાથોસાથ તેનાથી અસ્થમા, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવી મુશ્કેલીઓથી પણ દૂર રહી શકે છે. Â વિકાસમાં મદદરૂપ શારીરિક વિકાસમાં મદદરૂપ બાળકોને રોજ સ્ટ્રેચ, પ્રાણાયામ, ભુજંગાસન, વૃક્ષાસન, તાડાસન, નટરાજસન જેવા આસનો કરાવવા જોઈએ. આમ કરવાથી બાળકોના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસમાં પણ વૃદ્ધિ થશે Â સમય પાલન જરૂરી નિયમિત યોગ કરવા માટે સમય પાલન જરૂરી છે. તમે તમારા બાળકોને કોઇ પણ સમયે યોગ કરાવી શકો છો પરંતુ એના માટે યોગ્ય સમય નક્કી કરવાનું અને પછી નિયમિત રીતે એ શેડ્યુલનું પાલન કરવું જરૂરી છે. જો સાંજના સમયે યોગ કરાવી રહ્યા છો તો રોજ સાંજે એની પ્રેક્ટિસ કરવાની આદત પાડો અને જો બાળક સવારે યોગ કરવામાં કમ્ફર્ટેબલ હોય તો સવારે જ એ કરવાની આદત પાડો. Â સ્વભાવમાં હકારાત્મક પરિવર્તન યોગના આસન, ધ્યાન, પ્રાણાયામ વગેરેની પ્રેક્ટિસથી બાળકની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી વધે છે અને તેમનામાં તણાવને સહન કરવાની શક્તિ ડેવલપ થાય છે. યોગના અભ્યાસથી બાળકોના સ્વભાવમાં ઘણું હકારાત્મક પરિવર્તન આવે છે.

બાળકને યોગમાં રસ લેતું કરવા આટલું કરો... Â બાળકને એકાંતમાં યોગ પ્રેક્ટિસ કરવાને બદલે મિત્રોને સાથે રાખો, આનાથી તેમનો ઉત્સાહ વધશે. Â યોગ દરમિયાન બાળક કંટાળે નહીં એ માટે એની પસંદગીનું સંગીત વગાડી શકો છો. Â શરૂઆતના તબક્કામાં નિશ્ચિત સમયે જ યોગ કરવાના દુરાગ્રહને બદલે બાળકને મન હોય ત્યારે જ યોગ કરાવો. Â સામાન્ય રીતે બાળકને સવારે સ્કૂલે જવાની ઉતાવળ હોય છે. આ સમયે યોગનો વધારાનો લોડ નાખવાને બદલે બાળક રિલેક્સ હોય ત્યારે જ યોગ કરાવો. Â યોગ સેશનના બે કલાક સુધી બાળકને કંઇ પણ ખાવાનું કે પીવાનું ન આપો. Â બાળક ઉત્સાહપૂર્વક યોગ કરે એ માટે એને સારી રીતે યોગના ફાયદા અને મહત્ત્વ સમજાવો. Â બાળકોને યોગાભ્યાસ કરવા માટે દબાણ ના કરશો, પણ જો રમતાં- રમતાં તેની સાથે થોડા આસનો કરશો તો તેને એમાં રસ પડશે અને તે આસનો કરવા પ્રેરાશે. Â બાળક સારી રીતે યોગ કરી શકે એ માટે તેને અનુકૂળ હોય એવાં વસ્ત્રો જ પહેરાવો.

અન્ય સમાચારો પણ છે...