તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- મેઘા પંડ્યા ભટ્ટ
આપણા સમાજમાં મોટાભાગે પુરુષોએ જ દરેક વાતની પહેલ કરે તો યોગ્ય માનવામાં આવે છે. પ્રેમ હોય કે પછી જાતીય સંબંધો બાંધવાની વાત હોય, પહેલ પુરુષ જ કરે તેવું ઇચ્છવામાં આવે છે. મોટાભાગના પુરુષો ઇચ્છે છે કે તેની પત્ની શયનેષુ રંભા જેવી હોય. તેનાથી તેને સંપૂર્ણ સંતોષ મળી રહે. પુરુષ પોતાની પત્ની કે પ્રેયસી સાથે તેના વિશે ક્યારેય મુક્ત મને ચર્ચા કરતા નથી પણ અંદરખાને ક્યાંક ને ક્યાંક એવી ઇચ્છા જરૂર હોય છે કે પત્ની પણ ક્યારેય સામેથી પ્રેમનો કે જાતીય સંબંધ બાંધવાની ઇચ્છાનો સંકેત દર્શાવે.
મહેશ અને રીતુના લગ્નને સાત વર્ષ થઇ ગયા હતા અને તેમને પાંચ વર્ષનું એક બાળક પણ હતું. બાળકના જન્મ બાદ રીતુ વધારે વ્યસ્ત રહેતી હોવાથી મહેશને પૂરતો સમય આપી શકતી નહોતી પણ તે ક્યારેય મહેશને જાતીય સંબંધ બાંધવામાં સાથ નહોતી આપતી તેવું પણ નહોતું. મહેશને સતત મનમાં રહેતું કે જાણે તે રીતુની ઇચ્છા વિરૂદ્ધ તેની સાથે જાતીય સંબંધ બાંધી રહ્યો છે કારણકે રીતુ દિવસ દરમિયાન ઘરના કામ અને બાળકમાંથી થાકીને તેની પાસે તેની ઇચ્છા પૂરી કરવા આવતી હોય તેવું તેને લાગતું હતું. રીતુ ને પણ મનમાં ક્યાંકને ક્યાંક લાગતું કે મહેશ તેનાથી દૂર થવા લાગ્યો છે. તે ફક્ત તેની સાથે સંબંધ તેના પતિ હોવાનો અહેસાસ કરાવવા માટે જ બાંધે છે. પ્રેમ અને હૂંફ બંને ગાયબ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું હતું. રીતુને આ વાતનું સમાધાન કઇ રીતે કરવું એની ખબર નહોતી પડતી. એક દિવસ રીતુને વિચાર આવ્યો કે તેના પાંચ વર્ષના બાળકને નજીકમાં રહેતી તેની મમ્મીના ઘરે એક દિવસ માટે મૂકી આવે અને મહેશ સાથે સારો સમય પસાર કરે. તે બપોરે બાળકને તેની માતાને ત્યાં મૂકી આવી અને સાંજે મહેશને ભાવતી રસોઇ બનાવી. તેના કબાટમાંથી લગ્ન બાદ હનીમૂન પર ગયા તે વખતનો એક આકર્ષક ડ્રેસ કાઢીને પહેર્યો અને સરસ તૈયાર થઇ. સાંજે મહેશ ઘરે આવ્યો તો તે રીતુને આટલી સરસ તૈયાર થયેલી જોઇને ખુશ થઇ ગયો. મહેશ ફ્રેશ થઇને સોફા પર બેઠો. રીતુ તેની નજીકમાં આવીને બેઠી અને તેના ખભા પર માથુ મૂકી દીધુ. બંને જૂની યાદોને તાજી કરવા લાગ્યા. રાતનું ભોજન પતાવીને બંને બેડરૂમમાં આવ્યા. રીતુએ પોતાના પતિને પ્રેમ કરવામાં અને તેની ઇચ્છા પૂરી કરવામાં કોઇ કસર રાખી નહીં. મહેશ બીજે દિવસે ઓફિસ જતા રીતુના કપાળે ચુંબન કરીને ગયો. રીતુને જાણે તેમના ખોવાયેલા પ્રેમ અને હૂંફની ઉષ્માનો અનુભવ થયો. રીતુ અને મહેશના લગ્નજીવનમાં જાણી નવી ચેતનાનો સંચાર થયો અને તેઓ એકબીજાની અત્યંત નજીક આવી ગયા.
આવી ઘટના દરેક પતિ પત્નીના જીવનમાં બનતી હોય છે. આવા સમયમાંથી દરેક જણ પસાર થતું હોય છે. જરૂર છે એકબીજા વચ્ચે ઓછી થયેલી હૂંફને મહેસૂસ કરવાની જેથી તેને ફરીથી જીવંત કરી શકાય છે. દરેક પતિના મનમાં તેની પત્ની તેની પ્રેયસી બનીને રહે અને તેને પ્રેમ કરે તેવી ઇચ્છા હોય છે. જ્યારે દરેક પત્નીને તેનો પતિ તેને પ્રેમ કરે તેવી ઇચ્છા હોય છે. બંને જણાએ એકબીજાની ઇચ્છાને સમજીને અને એકબીજા પ્રત્યે ઓછા થયેલા ખેંચાણને અનુભવીને તેને ફરીથી જીવંત કરવાની જરૂર છે. દરેક વખતે પતિ જ જાતીય સંબંધ માટે પહેલ કરે તો ક્યારેય તેના મનમાં વિચાર આવે છે, કે તે પરાણે તો આ નથી કરી રહ્યો ને? ઘરકામથી થાકેલી નિરસ પત્ની મૃત શરીરની જેમ પડી રહે તો પતિને તેના પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરવાની ઇચ્છા થતી નથી.
પત્નીના મનમાં પણ શારીરિક ઇચ્છાઓ થતી જ હોય છે. તે પણ તેના પતિને તેના વિશે કહી જ શકે છે. પહેલ કરી શકે છે. તે સમયે તેનો પતિ શું વિચારશે કે શું કહેશે તેવું વિચારવાના બદલે તેને પ્રેમ અને સંતોષ આપવાનો અને પોતે સંતોષ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ. જો કહેવાથી સંકોચ થતો હોય તો પતિના શરીરને પ્રેમથી સ્પર્શ કરવાથી પણ તેને તમારી લાગણીનો સંકેત મળી જશે. પતિને એક એવી પત્ની જોઇતી હોય છે. જે તેની શારીરિક ઇચ્છાઓને સમજે, તેને પ્રેમપૂર્વક સ્વીકારે અને અંગત જીવનનો આનંદ માણે. દરેક પત્નીએ તેના પતિને સમજીને તેને શયનસુખમાં સાથ આપવો જોઇએ. દર વખતે નહીં તો ક્યારેક સામે ચાલીને ઇચ્છા દર્શાવશો તો પતિને પણ તેના દ્વારા મળનારા સંતોષનું અભિમાન થશે અને ખુશી મળશે. પતિ અને પત્ની દ્વારા અનુભવાતી આ લાગણી જ તેમના લગ્નજીવનને મજબૂત બનાવે છે. ઘણીવાર શારીરિક સંબંધોની નિરસતા સંબંધો તૂટવાનું અને લગ્નબાહ્ય સંબંધ શરૂ થવાનું કારણ બને છે. જો દરેક સ્ત્રી રીતુની જેમ પતિને પોતાના પ્રેમથી બાંધીને તેમાં જ મદહોશ રાખશે તો તે બહાર કોઇ બીજો નશો કરવા જશે જ નહીં. તેમનું લગ્નજીવન પણ હંમેશા માટે ખુશહાલ બની જશે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.