તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલું સુખ તે...:વજન ઉતારવાની યાત્રા નાનકડી દોડ નહીં પણ મેરેથોન રેસ છે...

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હકારાત્મક વિચારસરણી રાખીને લાઇફસ્ટાઇલમાં નિયમિત રીતે નાનાં પરિવર્તન કરીને વધુ પૈસા, સમય કે એનર્જી ખર્ચ્યા વિના પણ વજન ઘટાડી શકાય છે

વજન ઉતારવાનો નિર્ણય લઇ લીધા પછી એ દિશામાં સમજી વિચારીને યોગ્ય રીતે પહેલું પગલું મૂકવું જરૂરી છે. વજન ઉતારવા માટે યોગ્ય ડાયટની પસંદગી, ફિટનેસ વધારતી એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલમાં ફેરફારના યોગ્ય વિકલ્પોની પસંદગી કરવી પડે છે. આ પસંદગીમાં અનેક અવરોધ નડી શકે છે પણ સારી વાત એ છે કે સફળતાપૂર્વક વજન ઉતારવાની પ્રક્રિયા બહુ જટિલ નથી અને ડાયટ તેમજ લાઇફસ્ટાઇલમાં નિયમિત રીતે નાના નાના ફેરફાર કરીને વધારાનું વજન ઉતારી શકાય છે. આ ફેરફાર કરવા માટે બહુ પૈસા ખર્ચવાની કે પછી સમય અને એનર્જીનું રોકાણ કરવાની જરૂર નથી. તમારે માત્ર તમારા વજન ઉતારવાના ફિટનેસ ગોલને સિદ્ધ કરવામાં મદદ કરે એવી નવી લાઇફસ્ટાઇલને હકારાત્મક અભિગમથી અપનાવાની રહે છે. જ્યારે તમે વજન ઉતારવાની યાત્રાની શરૂઆત કરો ત્યારે થોડી ધીરજ રાખવાની જરૂર હોય છે. આ એક લાઇફસ્ટાઇલનો બદલાવ છે જેનું પરિણામ રાતોરાત નથી મળતું. આ યાત્રા નાનકડી દોડ નથી પણ એક મેરેથોન રેસ છે જેને ધીરજપૂર્વક પ્લાનિંગથી પૂર્ણ કરવાની છે. અહીં કેટલીક ટિપ્સ આપી છે જે તમને વજન ઉતારવાની દિશામાં સતત આગળ વધવામાં મદદ કરશે. 1. સમય લાગશે એ સ્વીકારો ફિટનેસને નુકસાન ન થાય એવી રીતે વજન ઉતારવું હશે તો એમાં સમય લાગશે એ સ્વીકારો. ક્રેશ ડાયટ, પિલ્સ અથવા તો બીજા વિકલ્પોની માયાજાળથી દૂર રહો. આનાથી લાંબા ગાળે નુકસાન જ થશે. આ શોર્ટકટ અપનાવાના બદલે એવી લાઇફસ્ટાઇલ પસંદ કરો જે તમને ખુશ રાખે તેમજ તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે. આ નવી લાઇફસ્ટાઇલને શક્ય હોય ત્યાં સુધી વળગી રહો. 2. શું ખોટું કરી રહ્યા છો એ શોધો શક્ય છે કે તમે ઇમોશનલ ઇટર હો, તમને એક સમયે જ વધારે ભોજન લઇને પછી આખો દિવસ કંઇ ન ખાવાની કુટેવ હોય, કદાચ તમને એક્સરસાઇઝ કરવાનું બિલકુલ પસંદ ન હોય...આવું કોઇ પણ કારણ તમારી જીવનશૈલીનો હિસ્સો હોઇ શકે છે. ફિટનેસ વધારવા માટે જીવનશૈલીનો હિસ્સો બની ગયેલી ભૂલોને શોધીને એને દૂર કરો. આ રીતે તમે તમારી લાઇફસ્ટાઇલને વધારે સ્વસ્થ બનાવી શકશો. 3. વજન ઉતારવા માટે આયોજન જરૂરી વજન ઉતારવાના ગોલની દિશામાં પ્રયાણ કરતી વખતે સૌથી પહેલાં તમારું રુટિન સમજો. તમે રોજ વર્કઆઉટ માટે કેટલો સમય ફાળવો છો? તમને હેલ્ધી ફૂડના ક્યા વિકલ્પ પસંદ પડે એમ છે? તમને ડાયટ પ્લાન નક્કી કરવામાં કોઇ મદદ કરી શકે એમ છે? તમારા ક્યા મિત્રો તમને યોગ્ય ડાયટનું પાલન કરવા માટે પ્રોત્સાહન આપે છે? તમે બહાર જમવા જતી વખતે શું ખાવાનું પસંદ કરો છો? જેવા સવાલો પોતાની જાતને પૂછો. તમારી જાતને સારી રીતે સમજવાથી તમે તમારી સમસ્યાના ઉકેલની દિશાને પણ બહુ જલ્દી સમજી લેશો. હંમેશાં યાદ રાખો કે પરિવર્તન એક દિશામાં ગતિ કરતી સરળ પ્રક્રિયા નથી. આમાં તમારે ચડાવ અને ઉતારનો સામનો કરવો પડશે પણ હંમેશાં મન મક્કમ રાખીને વજન ઉતારવાના લક્ષ્યાંક તરફ આગળ વધતા રહો. 4. આદતો પર નજર રાખો વજન ઉતારવાની શરૂઆત કરતા પહેલાં થોડા દિવસ તમારી આદતોનું જાત નિરીક્ષણ કરો. તમને ખબર પડી જશે કે કઇ આદત સારી છે અને કઇ આદત કુટેવ બની ગઇ છે. કેટલીક વ્યક્તિઓને જંક ફૂ઼ડ તેમના ડેસ્ક પાસે સ્ટોર કરવાની આદત હોય છે જેના કારણે ભૂખ ન હોય ત્યારે પણ તેઓ કારણ વગર કેલરી પેટમાં પધરાવતા રહે છે કારણ કે જંક ફૂડ તેમની સાવ નજીક છે. જો તમને પણ આવી કોઇ કુટેવ હોય તો એને લાઇફસ્ટાઇલમાંથી દૂર કરો. 5. જીવનશૈલીમાં કરો નાનાં્ પણ જરૂરી પરિવર્તન Â જીવનશૈલીમાં નાના પણ જરૂરી બદલાવ કરો. ફૂડ ડાયરી બનાવો જેથી દિવસના અંતે તમને ખબર પડી જશે કે તમે આખા દિવસમાં કેટલી કેલરીનું સેવન કર્યું. Â ભોજનનું પ્રમાણ નક્કી કરો. એકસાથે વધારે ભોજન કરવાને બદલે સમયાંતરે થોડું થોડું ભોજન કરો. Â આહારમાં પ્રોટીનને વધારે સ્થાન આપો. પ્રોટીનયુક્ત ભોજનથી પેટ ભરાયેલું રહેશે અને તમને વારંવાર કંઇક ખાવાની ઇચ્છા નહીં થાય. Â વજન ઉતારવા માટે વેઇટ લિફ્ટિંગ કરો. સ્નાયુઓ મજબૂત થવાના કારણે બોડી શેપમાં આવે છે અને આકર્ષક લુક મેળવી શકાય છે. Â ડાયટ પ્લાન બનાવો ત્યારે એમાં અઠવાડિયામાં એક વખત તમારા ફેવરિટ ફૂડને સ્થાન આપો. ભાવતી વસ્તુઓથી દૂર રહેવાથી જ્યારે તક મળે ત્યાર ઓવરઇટિંગ થઇ જવાનું ભયસ્થાન રહે છે. Â આહારમાં પ્રોસેસ્ડ ફૂડ લેવાનું ટાળો. આ પ્રકારનાં ભોજન અને ઠંડાં પીણાંમાં રહેલ શર્કરા, મીઠું અને ચરબી ‌‌‌વેઇટ લોસના ગોલ માટે દુશ્મન સમાન છે. આ પ્રકારનું ફૂડ નિકોટિન અને કેફિન જેવી તલબ લગાવે છે. Â સતત સ્ટ્રેસમાં રહેવાથી પણ વજન વધી શકે છે. જો તમે પૂરતી ઉંઘ ન લેતા હો તો સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધી જાય છે જેના કારણે પેટ પર ચરબી જામે છે. 6. એક સમયે એક પરિવર્તન જો તમે જીવનશૈલીમાં ક્રમશ: નાના નાના પરિવર્તન કરશો તો એને બહુ ઝડપથી જીવનમાં વણી લેશો. એક સમયે એક જ પરિવર્તન પર ધ્યાન આપો. એક પરિવર્તન જીવનશૈલીનો હિસ્સો બની જાય એ પછી બીજા પરિવર્તનની દિશામાં કામ કરો.

અન્ય સમાચારો પણ છે...