તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂડ એન્ડ માઇન્ડ:સેલ્ફ લવ ડિપ્રેશન સુધી દોરી જતો કાંટાળો રસ્તો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વભાવગત ના પાડવાની વૃત્તિ અને પોતાને જણાવ્યા વગર દીકરાએ જાતે પસંદગી કરી લીધી તેનો ગુસ્સો...આ બે કારણોનેે લઈને સુલોચનાબહેન ગુમસૂમ રહેવાં લાગ્યાં

- ડો. સ્પંદન ઠાકર

સુલોચનાબહેન ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. એક જાણીતી સ્કૂલનાં આચાર્યપદેથી નિવૃત્ત થયાં હતાં. છેલ્લા સાત વર્ષથી રિટાયર્ડ લાઇફ માણી રહ્યા હતા. સ્કૂલમાં એમનો દબદબો હતો. આખો સ્ટાફ તેમના આદેશને માન આપતો હતો. માત્ર તેમની આંખના ઇશારા પર બધું કામ થઇ જતું હતું. ઘરમાં પણ એમનો એવો આગ્રહ રહેતો કે તેઓ જેમ કહે તેમ જ થવું જોઈએ. ઘરમાં જમવાનું શું બનાવવું છે એના નિર્ણયથી માંડીને શું શોપિંગ કરવાનું છે એ સુલોચનાબહેન જ નક્કી કરતા હતા. તેમના પતિ વિનીતભાઈ સફળ બિઝનેસમેન હોવા છતાં ઘરના વહીવટમાં જરા સરખી પણ દખલગીરી કરવાની હિંમત કરતા નહોતા. સુલોચનાબહેન માનતા હતા કે તેમનો નિર્ણય જ શ્રેષ્ઠ છે અને તેથી જ તેમની સામે દલીલ કરવાનો કોઇ નો વિકલ્પ રહેતો જ નહિ.

સુલોચનાબહેનને પ્રથમ ઝટકો ત્યારે લાગ્યો જયારે નિવૃત્ત થયા પછી રાતોરાત એમને મળતું માનપાન ઓછું થઇ ગયું. તેમનાં કડક વર્તનથી ત્રાસી ગયેલા કર્મચારીઓ હવે ફોન કરવાનું પણ ટાળતા હતા. અચાનક આવેલું આ પરિવર્તન પચાવવું અઘરું હતું પણ તેઓ જીરવી ગયા. હવે તેમની જીહજૂરી કરવા માટે ફક્ત ઘરના સભ્યો અને નોકર-ચાકર જ બાકી રહ્યા. બીજો ઝટકો ત્યારે લાગ્યો જયારે તેમના મોટા દીકરાએ સુલોચનાબહેનની સંમતિ લીધા વગર લગ્ન કરી લીધા. મમ્મીનાં સ્વભાવને જાણતો હોવાથી તેણે અલગ ઘર લઇ લીધું. વિનીતભાઈ જાણતા હતા કે દીકરાએ પસંદ કરેલી છોકરીમાં ના પાડવા જેવું કંઈ ન હતું. સ્વભાવગત ના પાડવાની વૃત્તિ અને પોતાને જણાવ્યા વગર દીકરાએ જાતે પસંદગી કરી લીધી તેનો ગુસ્સો...આ બે કારણોનેે લઈને સુલોચનાબહેન ગુમસૂમ રહેવાં લાગ્યાં. આખરે વિનીતભાઈએ સાઇક્યિાટ્રિસ્ટ પાસે લઇ જવાનું નક્કી કર્યું.

સુલોચનાબહેનનું માનસિક એનાલિસીસ કરતા જાણવા મળ્યું કે તેઓ નાર્સિસ્ટિક પર્સનાલિટી ધરાવતા હતા. આવા લોકો સ્વ-કેન્દ્રી સ્વભાવના હોય છે. કાઉન્સિલિંગ બાદ પ્રથમવાર સુલોચનાબહેનને પોતાની ભૂલનો અહેસાસ થયો. પોતાના અભિમાનને બાજુ પર રાખીને તેઓ બધાને પ્રેમપૂર્વક અપનાવવા તૈયાર થઇ ગયા. મૂડમંત્ર ઃ સ્વભાવ બદલાઈ શકે નહિ પણ સ્વભાવગત લાક્ષણિકતાને પ્રતિકૂળ સંજોગો સાથે કંટ્રોલ કરી શકાય તો પણ ફાયદો થાય છે. drspandanthaker@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser