તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂડ એન્ડ માઇન્ડ:એક બહેનની સફળતા બીજી બહેન માટે માથાનો દુખાવો!

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક બાળક બાદ બીજું બાળક આવે ત્યારે પેરેન્ટ્સનો પ્રેમ વહેંચાઇ જાય એ સામાન્ય અને સહજ છે

- ડો. સ્પંદન ઠાકર

તર્જનીને દસ-બાર દિવસથી ભયંકર માથુ દુખવાની તકલીફ થઇ હતી. તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેનો એમ.આર.આઇ. રિપોર્ટ નોર્મલ હતો. માથાના દુખાવા ઉપરાંત ઊંઘ ના આવવી અને ભૂખ ઘટી જવી જેવા બીજા લક્ષણો પણ હતાં. શરીર પણ હમણાં ઘણું સુકાઇ ગયું હતું. હેવી પેઇન-કિલરનો કોર્સ કર્યા પછી પણ ધાર્યુ પરિણામ નહોતું મળતું. તર્જની સાથે તેના માતા-પિતા અને બહેન ટ્વિન્કલ આવ્યા હતા. સાઇક્યિાટ્રી પોઇન્ટ ઓફ વ્યૂથી કોઇ પણ સ્ટ્રેસર દેખાતું નહોતું. ટ્વિન્કલની 12મા ધોરણની એક્ઝામમાં સારા માર્કસ આવેલા હોવાથી પાર્ટી રાખી હતી. તે દિવસે પણ તર્જનીને બહુ દુખાવા સાથે બેથી ત્રણ ઉલ્ટી થઇ હતી. ઘણા બધાં પ્રશ્નો બાદ મને આ ટેન્શન ટાઇપ હેડેકનો કેસ લાગ્યો જેમાં સ્ટ્રેસર શોધવું થોડું મુશ્કેલ હતું.

માતા-પિતા અને ટ્વિન્કલ સાથે વાર્તાલાપ કર્યા પછી પિક્ચર થોડું વધારે ક્લિયર થતું ગયું. તર્જની અને ટ્વિન્કલ વચ્ચે માત્ર બે વર્ષનું જ અંતર. બંને જણા ભણવામાં ઘણા જ હોંશિયાર. તર્જની મોટી દીકરી હોવાના કારણે માતા-પિતાની તેની પાસેથી અપેક્ષા વધારે હતી. 12મા ધોરણમાં તર્જનીનું ધાર્યું પરિણામ ન આવતા ડોક્ટર બનવાની ઇચ્છા પર પાણી ફરી વળ્યું. સારી કોલેજમાં ફાર્મસીના અભ્યાસમાં એડમિશન લીધા પછી તેની ગાડી પાટા પર આવી ગઈ. બધું જ બરાબર હતું, પણ જ્યારે ટ્વિન્કલના સારા માર્ક આવ્યા ત્યારથી તન્વીના મનમાં વિચારો ફરવા લાગ્યા. સાઇક્યિાટ્રીમાં આ પરિસ્થિતિને ‘સિબલિંગ રાઇવરલી’ કહે છે. આ એક પ્રકારની સહજ માનસિકતા છે. એક બાળક બાદ બીજું બાળક આવે ત્યારે પેરેન્ટ્સનો પ્રેમ વહેંચાઇ જાય એ સામાન્ય અને સહજ છે. એ દરમિયાન મોટા બાળકને એવી લાગણી થાય છે જાણે બીજા બાળકે એનો પેરેન્ટ્સને ખૂંચવી લીધા છે અને બાળકો વચ્ચે પણ જાણતાં-અજાણતાં નાની નાની વાતોમાં સરખામણી થતી રહે છે. જ્યારે બંને બાળકો સારી બુદ્ધિશક્તિ ધરાવતા હોય અને એકેડેમિક રીતે ઘણાં જ એમ્બિશિયસ હોય ત્યારે આ પ્રકારની સરખામણી વધી જાય છે.

પેરેન્ટ્સ ઉપરાંત પરિવારનાં સ્વજનો અને મિત્રો પણ ઘણી બધી બાબતો સબકોન્શિયસ રીતે સરખામણી કરી લેતાં હોય છે. આ બધું લાંબા સમયથી ચાલતું આવ્યું હતું. તર્જનીની દિલની ઇચ્છા તે પોતે તો પૂરી ન કરી શકી પણ પોતાનું સપનું ટ્વિન્કલના જીવનમાં સાકાર થતું જોઇને તેના મગજમાં અજબ લાગણી પેદા થઇ હતી. તર્જની પોતે પણ ટ્વિન્કલની સિદ્ધિથી બહુ ખુશ થઇ હોવા છતાં એની અંદર ધરબાયેલી લાગણીઓ તેને સતાવવા લાગી. ફેમિલી કાઉન્સિલિંગ દ્વારા માતા-પિતાને અને બંને બહેનોને યોગ્ય સમજણ આપવામાં આવી. આના પગલે સિબલિંગ રાવરલી સિબલિંગ લવમાં બદલાઇ ગઇ. મૂડમંત્ર ઃ તમારી એક્સપેક્ટેશન્સ સક્સેસ માટે જરૂરી છે પરંતુ નિરાશ થવાની શક્યતા પણ વધારી દે છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો