તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજાવટ:મજબૂત દરવાજો છે ઘરનો દરવાન

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

મજબૂત ઘર પરિવારને સુરક્ષિત બનાવે છે અને આ મજબૂત ઘરને સુરક્ષા આપે છે યોગ્ય દરવાજા. દરવાજા ઘરને ખાસ લુક આપે છે અને પહેલી નજરે ઘરની ઇમેજ બનાવે છે. હાલમાં માર્કેટમાં સ્ટાઇલિશ ડિઝાઇનર દરવાજા ઉપલબ્ધ છે જે અલગ અલગ પ્રકારનાં મટીરિયલના બનેલા હોય છે. આ દરવાજા લાકડા, સ્ટીલ, એલ્યુમિનિયમ, ગ્લાસ અને પીવીસી જેવા ટકાઉ અને મજબૂત મટીરિયલના બનેલા હોય છે. Â લાકડાના દરવાજા : પરંપરાગત દરવાજામાં વર્ષોથી લાકડાનો વપરાશ થાય છે અને એની ફેશન ક્યારેય જૂની નથી થવાની. દરવાજામાં લાકડાનો વપરાશ કરવાનો ઘણો ફાયદો થાય છે. લાકડાના દરવાજા સાઉન્ડપ્રૂફ હોય છે અને સુરક્ષા માટે સારો વિકલ્પ છે. એને ઇન્સ્ટોલ કરવાનું અને સાફ કરવાનું કામ સરળ છે. એ મજબૂત હોવાથી લાંબો સમય ટકે છે. લાકડાના દરવાજા પ્રમાણમાં મોંઘા હોય છે પણ એનો લુક એલિગન્ટ હોય છે. Â કાચના દરવાજા : કાચના દરવાજા ઘરને નાજુક લુક આપે છે અને એના કારણે સુંદરતામાં પણ વધારો થાય છે. કાચના દરવાજાથી ઘરમાં પ્રકાશનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહે છે. વૂડન ફ્રેમમાં કટ ક્લાસ પેનલ ફ્રન્ટ ડોર માટે સારો વિકલ્પ છે. જોકે આ પ્રકારના દરવાજાની નકારાત્મક બાજુ એ છે કે એ સરળતાથી તૂટી જાય છે એટલે એને બહુ જાળવવા પડે છે. જોકે કાચના દરવાજાની પસંદગી કરતી વખતે ટફ ગ્લાસનો વિકલ્પ પસંદ કરવાથી આ સમસ્યાને થોડા ઘણા અંશે દૂર કરી શકાય છે. Â સ્ટીલના દરવાજા : સ્ટીલના દરવાજા ઘરની અંદરન અને ઘરની બહાર વાપરી શકાય છે. આ પ્રકારના દરવાજા બીજા કોઇ પણ મટીરિયલથી બનેલા દરવાજા કરતા ઘણા વધારે મજબૂત હોય છે. જોકે સ્ટીલના દરવાજા વૂડ કે પછી કાચના દરવાજા જેવા આકર્ષક નથી લાગતા પણ માર્કેટમાં આના અનેક ડિઝાઇનર વિકલ્પ મળી રહે છે. Â પીવીસીના દરવાજા : પીવીસી મટીરિયલના બનેલા દરવાજા હળવા હોય છે અને એનો ઉપયોગ પણ સરળતાથી કરી શકાય છે. પીવીસી દરવાજામાં ડિઝાઇન અને કલરની અનેક વેરાયટી મળે છે જેના કારણે લુક આકર્ષક લાગે છે. આ પ્રકારના દરવાજાની જાળવણી કરવામાં વધારે મહેનત નથી કરવી પડતી પણ એની સમસ્યા એ છે કે એમાં સ્ક્રેચ બહુ જલદી પડી જાય છે. Â ફાઇબર ગ્લાસના દરવાજા : ફાઇબર ગ્લાસના દરવાજા સામાન્ય રીતે ઘરની બહાર લગાવવા માટે નથી વપરાતા. આ દરવાજામાં અનેક ડિઝાઇનર વિકલ્પ મળે છે અને એને બહુ સહેલાઇથી અલગ અલગ આકાર અને સ્ટાઇલના મોલ્ડમાં ઢાળી શકાય છે. આ દરવાજા મજબૂત અને ટકાઉ હોય છે. એની કિંમત પણ એટલી બધી નહોતી એટલે એટલે એ અફોર્ડેબલ વિકલ્પ સાબિત થાય છે. કિંમતની રીતે જોઇએ તો એ એના પર ખર્ચેલી રકમનું પૂરેપૂરું વળતર આપે છે. Â એલ્યુમિનિયમ ગ્લેઝ્ડ ડોર : ગ્લાસ પેનલ સાથેના એલ્યુમિનિયમના દરવાજા મોટાભાગે કોમર્શિયલ એપ્લિકેશનમાં વપરા છે. એ મજબૂત અને ટકાઉ હોય છે જેના કારણે એનો ઉપયોગ સિક્યુરિટી ડોર તરીકે પણ કરી શકાય છે. જોકે એમાં એલ્યુમિનિયમ પેનલનો ઉપયોગ કરવામાં આવે તો એનો લુક એટલો આકર્ષક નહોતી હોતો પણ મજબૂતીના માલમાં એ મેદાન મારી જાય છે. Â FRP ડોર : ફાઇબર રિઇન્ફોર્સડ પ્લાસ્ટિક ડોરને FRP ડોર તરીકે પણ ઓળખવામાં આવે છે. માર્કેટમાં આ પ્રકારના દરવાજામાં અનેક રંગો અને ફિનિશિંગના વિકલ્પો મળે છે. આ પ્રકારના દરવાજાઓની અનેક ખાસિયત છે આ દરવાજાઓ મજબૂત, ઓછી જાળવણી માગે એવા, દરેક ઋતુનો સામનો કરી શકે એવા અને હળવા હોય છે. આ પ્રકારના દરવાજામાં કોઇ પ્રકારનો સડો નથી થતો. આ ખૂબીને કારણે અનેક લોકો પોતાના ઘરમાં FRP ડોર લગાવવાનું પસંદ કરે છે.

દરવાજામાં ફોલ્ડિંગ ડોર, સ્લાઇડિંગ ડોર, સ્વિગિંગ ડોર અને રિવોલ્વિંગ ડોર જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. ફોલ્ડિંગ ડોરનો ઉપયોગ કરીને રૂમમાં પાર્ટિશન કરી શકાય છે અથવા તો જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ અલગથી કરી શકાય છે. સ્લાઇડિંગ ડોર સ્ટીલ, વૂડન કે ગ્લાસમાંથી બનેલા હોય છે અને એને સ્ટીલના રોલરની મદદથી ફિક્સ કરવામાં આવતા હોય છે. સ્વિગિંગ ડોર અને રિવોલ્વિંગ ડોરનો ઉપયોગ બહુ ઓછો થાય છે પણ અમુક જગ્યાએ એનો ઉપયોગ સગવડમાં વધારો કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો