તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સેસરીઝ:ફેશનેબલ સ્ટોન સ્ટડેડ જ્વેલરીની ઝાકમઝોળ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સેસરીઝના ડાયમંડ, ગોલ્ડ, જડતર, સ્ટડેડ કે સ્ટોન જેવા અનેક પ્રકાર છે. હાલમાં સ્ટોન સ્ટડેડ એક્સેસરીઝનો ક્રેઝ ટોચ પર છે

ફેશનની દુનિયા ખૂબ જ વિશાળ છે, અહીં કપડાંથી માંડીને એક્સેસરીઝનો ટ્રેન્ડ પણ બદલાતો રહે છે. એક્સેસરીઝના ડાયમંડ, ગોલ્ડ, જડતર, સ્ટડેડ કે સ્ટોન જેવા અનેક પ્રકાર છે. હાલમાં સ્ટોન સ્ટડેડ એક્સેસરીઝનો ક્રેઝ ટોચ પર છે. આમ તો સ્ટોન સ્ટડેડ જ્વેલરી ઓલવેઝ આકર્ષણનું કેન્દ્ર રહી છે. એરિંગ્સ હોય કે નેકલેસ કે પછી બંગડીઓ-પાટલા કે આખો સેટ...આ તમામ એક્સેસરીઝમાં સ્ટોન સ્ટડેડનો લુક ફેવરિટ છે. }સ્ટાઇલિશ સેટ : સ્ટોન સ્ટડેડ સ્ટાઇલિશ સેટ અનેક રંગ અને ડિઝાઇનમાં મળે છે. તમે તમારી ડ્રેસિંગ અને પ્રસંગ પ્રમાણે નાજુક કે પછી ભારે લુક આપતા સ્ટાઇલિશ સેટની પસંદગી કરી શકો છો. સ્ટડેડ સ્ટોન સાથે પસંદગી પ્રમાણે હીરા કે મોતીનું કોમ્બિનેશન પણ કરી શકાય છે. જો તમે ઇચ્છો તો અલગ અલગ રંગના સ્ટોનનું કોમ્બિનેશન કરીને પણ સુંદર સ્ટાઇલિશ સેટ તૈયાર કરી શકો છો. }નેકલેસ : સ્ટોન સ્ટડેડ નેકલેસ હેવી લુક આપે છે. સામાન્ય રીતે આ‌વો નેકલેસ પરંપરાગત સ્ટાઇલના ડ્રેસિંગ સાથે સારો લાગે છે. જોકે તમને સ્ટોન સ્ટડેજ જ્વેલરી રૂટિનમાં પહેરવાની ઇચ્છા હોય તો ચેઇનમાં નાનકડું સ્ટોન સ્ટડેડ પેન્ડલ પહેરી શકો છો. }બંગડી-પાટલા : સ્ટોન સ્ટડેડ બંગડીઓ અને પાટલા જાજરમાન લુક આપે છે. મલ્ટિકલર સ્ટોનથી જડેલી અથવા તો સિંગલ રંગની સ્ટોન સ્ટોન સ્ટડેડ બંગડીઓ નાજુક કાંડાની શોભા વધારી દે છે. સ્ટોન સ્ટડેડ સ્ટાઇલના પાટલામાં બારીક કોતરણી અથવા તો બીજી ડિઝાઇન ટ્રેન્ડમાં છે. }ઇયરિંગ્સ : સ્ટોન સ્ટડેડ ઇયરિંગ્સ ઘણી ડિઝાઇન તેમજ સ્ટાઇલમાં જોવા મળે છે. આ ઇયરિંગ્સ લટકણિયાં સ્ટાઇલમાં અથવા તો સ્ટડ સ્ટાઇલમાં લોકપ્રિય છે. એને કેઝ્યુઅલ અને ટ્રેડિશનલ બંને સ્ટાઇલના ડ્રેસિંગ સાથે પહેરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...