તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમન ઇન ન્યૂઝ:સાત ધોરણ પાસ મહિલાએ બતાવી હિંમત અને બદલાઇ ગઈ હજારોની જિંદગી

12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લગ્નનાં થોડા જ સમયમાં તેમને સમજાઇ ગયું હતું કે જો તેઓ ઘરની ચાર દીવાલની અંદર જ રહેશે તો તેમના માટે જીવન જીવવાનું વધારેને વધારે મુશ્કેલ થઇ જશે

દેશમાં એવી અનેક મહિલાઓ છે જે પોતાની મહેનતથી પોતાની આગવી સફળતાની ગાથા લખે છે. તેઓ પોતાના કર્મથી પોતાની સાથે સાથે અન્ય મહિલાઓેને પણ સશક્ત બનાવે છે. રાજસ્થાનના બાડમેરના રૂમાદેવીની સંઘર્ષગાથા અત્યંત પ્રેરણાદાયક છે અને તેમના પ્રયાસથી હજારો મહિલાઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. પોતાના પરિશ્રમ તેમજ આત્મવિશ્વાસથી રૂમાદેવીએ સાબિત કરી દીધું છે કે પૂરતા પ્રયાસોથી સપનું પૂરું કરી શકાય છે. Â નાનપણથી સંઘર્ષ રૂમાદેવીનો જન્મ રાજસ્થાનના બાડમેરના રાવતસર ખાતે 1988માં થયો હતો. જ્યારે માત્ર ચાર વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતાનું અવસાન થઇ ગયું હતું. આ પછી તેમનાં મામાએ ઉછેરની જવાબદારી લીધી પણ તેમનું શિક્ષણ સારી રીતે થઇ ન શક્યું. તેઓ જ્યારે આઠમાં ધોરણમાં હતાં ત્યારે તેમણે અભ્યાસ છોડવો પડ્યો હતો. આ પછી તેઓ ઘરકામમાં વ્યસ્ત થઇ ગયાં. તેઓ જ્યારે માત્ર 17 વર્ષનાં હતાં ત્યારે તેમનાં લગ્ન કરી દેવામાં આવ્યાં. લગ્ન પછીનો સમયગાળો રૂમાદેવી માટે બહુ મુશ્કેલ હતો. તેમણે ઘર માટે પીવાનું પાણી લાવવા માટે બળદગાડામાં બેસીને આઠ કિલોમીટર દૂર જવું પડતું હતું. તેમની આર્થિક પરિસ્થિતિ પણ સારી નહોતી. લગ્નનાં થોડા જ સમયમાં તેમને સમજાઇ ગયું હતું કે જો તેઓ ઘરની ચાર દીવાલની અંદર જ રહેશે તો તેમના માટે જીવન જીવવાનું વધારેને વધારે મુશ્કેલ થઇ જશે. આ સંજોગોમાં તેમના પહેલા પુત્રનું જન્મનાં 48 કલાકમાં જ નિધન થઇ ગયું હતું અને આ ઘટના પછી તેમણે પોતાના જીવનને નક્કર દિશા આપવા માટે કમર કસી હતી. Â પ્રતિકૂળ સંજોગોમાં શરૂઆત રૂમાદેવી પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા ઇચ્છતા હતા અને તેમણે મહિલાઓ માટે બેગ બનાવવાની શરૂઆત કરી અને એમની પહેલી કમાણી 70 રૂપિયા હતી. તેમણે જ્યારે સ્ટિચિંગની શરૂઆત કરી ત્યારે તેમની પાસે એ માટે સ્ટિચિંગ મશીન પણ નહોતું. 2008માં તેઓ બાડમેરની સંસ્થા ‘ગ્રામીણ એવમ ચેતના સંસ્થાન’ના સભ્ય બન્યાં અને 2010 સુધી એના અધ્યક્ષ બની ગયાં. એ સમયે તેમની સાથે 10 જેટલી મહિલાઓ જોડાયેલી હતી અને તેમણે સમુહમાં કામ કરવાનું શરૂ કરી દીધું. તેમનું કાર્ય ધીમે ધીમે વેગ પકડવા લાગ્યું અને આજે તેમની સાથે બાડમેર, બિકાનેર અને જેસલમેરની આસપાસનાં 75થી વધારે ગામોની 22 હજારથી વધારે મહિલાઓ જોડાયેલી છે. તેમનાં કામની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાઇ ગઇ છે જેનાં કારણે તેમને સિંગાપોર ક્રાફ્ટ મેલા અને લંડન ફેશન વીક જેવી ઇવેન્ટમાં કામ કરવાની તક મળી છે. તેઓ લંડન, જર્મની, સિંગાપોર અને કોલંબો ખાતની ફેશન ઇવેન્ટમાં તેમનું કામ દર્શાવી ચૂક્યાં છે. Â સિદ્ધિનો સ્વાદ રૂમાદેવીને એક દાયકા કરતા વધારે સમયથી ગ્રામીણ મહિલાઓે ટ્રેનિંગ આપીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે 2018માં પ્રેસિડન્ટ રામનાથ કોવિંદ દ્વારા પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. તેમને તેમની સિદ્ધિ બદલ લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ?’માં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. 2016માં તેમનું નેધરલેન્ડ્સની વીમેન ઓન વિન્ગ્સ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. 2020માં તેમને હાવર્ડ યુનિવર્સિટી ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં પેનાલિસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલમાં પણ રૂમાદેવી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની મહિલાઓ સાથે મળીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છે અને હજારો મહિલાનું જીવન બદલી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો