પેરેન્ટિંગ:ખોટું બોલતા બાળકને વાળો સાચા રસ્તો...

એક મહિનો પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક
  • બાળકનો ચહેરો બહુ પારદર્શક હોય છે અને જો તે ખોટું બોલી રહ્યું હોય તો ચહેરા પરના હાવભાવથી આ વાતની તરત ખબર પડી જાય છે. બાળક ખોટું બોલે છે કે નહીં એ ચકાસતી વખતે આ વાત ખાસ જુઓ

ઘર હોય કે સ્કૂલ...બાળકોને હંમેશાં શીખવાડવામાં આવે છે કે ક્યારેય ખોટું ના બોલવું જોઈએ. જોકે આમ છતાં કેટલાક બાળકોને ખોટું બોલવાની ટેવ પડી જતી હોય છે. બાળકો નાની-નાની વાતમાં ખોટું બોલતા હોય છે. વારંવાર ખોટું બોલવાની ટેવ આગળ જતા મોટી સમસ્યા બની જાય છે. સામાન્ય રીતે 3થી 7 વર્ષના બાળકો થોડું વધારે ખોટું બોલતાં હોય છે કારણ કે આ ઉંમરના બાળકો સાચા-ખોટાં વચ્ચેનો ભેદ નથી સમજી શકતાં. તેઓ પોતાની કલ્પનાને શબ્દોમાં પરોવીને બીજાને કહીને સત્યનું રૂપ આપી દે છે. જો કે એનો અર્થ એ નથી કે તમારું બાળક ખોટું બોલવા લાગ્યું છે. આ માટે તમારે એને વાસ્તવિકતા સમજાવવી પડશે. એની માનવા જેવી ઇચ્છાઓને પૂરી કરો અને જે પૂર્ણ ના કરી શકાય એ માટે એની સમજણ કેળવો. બા‌ળકોમાં કેમ પડે છે કુટેવ? દરેક માતા-પિતા બાળકોને સાચું બોલવાનું શીખવાડે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બાળકો ખોટું શા માટે બોલે છે? સાઇક્યિાટ્રિસ્ટના મત પ્રમાણે બાળકોની ખોટું બોલવાની ટેવમાં ક્યાંકને ક્યાંક તેમના પેરેન્ટ્સ જવાબદાર હોય છે. જ્યારે કોઈ બાળક માતા-પિતાની અપેેક્ષા પર ખરું ઉતરતું નથી ત્યારે તેને પોતાના જ પેરેન્ટ્સથી ડર લાગે છે. સજા અને નિંદાથી બચવા માટે તેઓ ખોટું બોલે છે. પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા, પોતાનો સામાન યોગ્ય જગ્યાએ મૂકવો તેમજ માતા-પિતાની દરેક સૂચનાનું પાલન દરેક માતા-પિતા માટે શક્ય નથી હોતું. આથી એક ભૂલ કર્યા પછી તેઓ ડરના માર્યા ખોટું બોલી દે છે. અમુકવાર તો આજુબાજુના લોકોને જોઈને પણ આ ટેવ પડે છે. આવી રીતે પકડાય છે બાળકનું જૂઠ બાળકનો ચહેરો બહુ પારદર્શક હોય છે અને જો તે ખોટું બોલી રહ્યું હોય તો ચહેરા પરના હાવભાવથી આ વાતની તરત ખબર પડી જાય છે. જ્યારે પણ તમને લાગે કે બાળક ખોટું બોલી રહ્યું છે તો તેના ચહેરાને ધ્યાનથી જુઓ. ખોટું બોલતી વખતે તેના હાવ-ભાવ એકદમ બદલાય જાય છે. ખોટું બોલનારા બાળકો સામેવાળાની આંખમાં આંખ નાખીને જોઈ શકતા નથી. તેઓ આમ-તેમ જુએ છે અથવા તો કપડાં સાથે રમે છે. ઘણીવાર તેમને પરસેવો પણ આવે છે. જ્યારે પણ બાળક ખોટું બોલે છે ત્યારે તેઓ એકની એક વાત વારંવાર કહે છે. તેમને લાગે છે કે તેમની વાત સાચી છે. જ્યારે તમે વાત બદલો છો તો રિએક્શન પણ બદલાય જાય છે. આવું થાય તો સમજી લો કે બાળક ખોટું બોલી રહ્યું છે. ઘણીવાર બાળકો પ્રશ્નોનો જવાબ આપવામાં એટલા બધા કન્ફ્યુઝ થઈ જાય છે કે હકીકત મોઢા સુધી આવી જાય છે. આ રીતે છોડાવો બાળકની કુટેવ જો તમને એવું લાગતું હોય કે તમારા બાળકને ખોટું બોલવાની ટેવ પડી ગઇ છે તો એને ખીજાવાને બદલે પ્રેમથી સમજાવો. બાળકોને ખોટું બોલવાના ડૂઝ એન્ડ ડોન્ટ્સ જણાવો. તેના પ્રશ્નોના સાચા જવાબ આપો અને પ્રેમથી સમજાવો. બાળક સારું કામ કરે તો એના વખાણ કરવાનું ના ભૂલો. બાળકોની વાત પર વિશ્વાસ કરો અને તેની ખોટી આદતોમાં ફેરફાર કરો.

અન્ય સમાચારો પણ છે...