તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન:આધુનિકાઓમાં બોડીકોન ડ્રેસની બોલબાલા

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોડીકોન ડ્રેસ સાથે શક્ય હોય ત્યાં સુધી શેપવેર પહેરો. શેપવેર વધારાની ચરબીને સંતાડવામાં મદદ કરે છે

ફેશનપરસ્ત યુવતીઓ સતત ડ્રેસિંગના આધુનિક વિકલ્પોની શોધમાં હોય છે. હાલમાં યુવતીઓમાં બોડીકોન ડ્રેસ બહુ લોકપ્રિય બન્યાં છે. આ બોડીકોન ડ્રેસ પહેરવાથી તો બહુ આકર્ષક લુક આપે છે પણ એ પહેરતી વખતે નાના નાના મુદ્દાઓનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે નહીંતર ક્યારેક ‘વોર્ડરોબ માલફંક્શન’ જેવી સ્થિતિ પણ ઊભી થઇ શકે છે. }યોગ્ય મટીરિયલની પસંદગી બોડીકોન ડ્રેસની ખરીદી કરતી વખતે એનાં મટીરિયલનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ મટીરિયલ થોડું જાડું અને ફ્લેક્સિબલ હોવું જોઇએ. નાજુક અને પાતળું ફેબ્રિક શરીરને ચોંટી જાય છે જેના કારણે આ ડ્રેસ કમ્ફર્ટેબલ નથી લાગતો. બોડીકોન ડ્રેસ નીચે યોગ્ય આંતરવસ્ત્રો ન પહેર્યાં હોય તો પેન્ટિલાઇન તેમજ બ્રા-લાઇન સ્પષ્ટ નજરે ચડે છે અને આ બિલકુલ યોગ્ય નથી લાગતું. જો શક્ય હોય તો પ્રિન્ટ અને પેટર્નવાળો બોડીકોન ડ્રેસ પસંદ કરો. આ ડિઝાઇન તમારાં આંતરવસ્ત્રોની લાઇનને બહુ હાઇલાઇટ નથી કરતી. જો ફેબ્રિક પાતળું હશે એ પ્રમાણમાં સ્થૂળ અંગો સાથે ચોંટીને જશે અને એને જ હાઇલાઇટ કરશે. જો આ ડ્રેસમાં પેનલ સ્ટાઇલ હશે એ વધારે આકર્ષક લાગશે. }શેપવેરની લો મદદ બોડીકોન ડ્રેસ સાથે શક્ય હોય ત્યાં સુધી શેપવેર પહેરો. શેપવેર શરીરની વધારાની ચરબીને સારી રીતે સંતાડવામાં મદદ કરે છે. શેપવેર પહેરીને બોડીકોન ડ્રેસ પહેરવાથી સ્મૂધ લુક મળે છે. આ સિવાય બોડીકોન નીચે સ્લિપ ડ્રેસ પહેરવાથી પણ આંતરવસ્ત્રોનું અયોગ્ય પ્રદર્શન થતું અટકાવી શકાય છે. સારી ગુણવત્તાવાળાં શેપ વેર શરીરના શેપને હાઇલાઇટ કરે છે. સતત લાંબા સમય સુધી શેપવેર પહેરવાનું યોગ્ય નથી પણ પ્રસંગોપાત થોડા સમય માટે એ ચોક્કસપણે પહેરી શકાય. શેપ વેર પહેરવાથી વધારાની ચરબી સંતાડીને ફ્લેટ ટમી લુક મેળવી શકાય છે અને પેન્ટિલાઇન તેમજ બ્રા-લાઇનને સારી રીતે સંતાડી શકાય છે. }લેયરિંગથી સંતુલન બોડીકોન ડ્રેસ શરીર સાથે ચપોચપ ફિટ થઇ જાય છે. જો તેમને આવો ડ્રેસ પહેરવાનું પસંદ ન હોય તો તમે બોડીકોન ડ્રેસ સાથે ‘લેયરિંગ’ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમે આ બોડીકોન ડ્રેસ સાથે સ્ટાઇલિશ જેકેટ પહેરીને લુકને સંતુલિત કરી શકો છો. તમે ફિટેડ બોડીકોન પર તમારી મરજી પ્રમાણે લોંગ કે શોર્ટ લેયરની પસંદગી કરી શકો છો. જો તમારે કોર્પોરેટ લુક જોઇતો હોય તો બોડીકોન સાથે બ્લેઝર પણ ટ્રાય કરી શકો છો.

બેસ્ટ ફીચરને કરે હાઇલાઇટ

​​​​​​​બોડીકોન ડ્રેસ શરીરનાં બેસ્ટ ફીચરને હાઇલાઇટ કરે છે. જો તમે તમારા ટોન્ડ શોલ્ડર અને કોલરબોન્સ હાઇલાઇટ કરવા ઇચ્છતા હો તો સ્ટ્રેપલેસ અથવા તો હોલ્ટરનેક ડ્રેસની પસંદગી કરી શકો છો. જો તમારા પગ સુડોળ અને લાંબા હોય તો લંબાઇમાં શોર્ટ હોય એવો ડ્રેસ પહેરવાથી સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે.

અન્ય સમાચારો પણ છે...