એક્સેસરીઝ:દરેક પ્રસંગમાં પરફેક્ટ લુક માટે સંપૂર્ણ જ્વેલરી ગાઇડ

3 મહિનો પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક
  • યુવતીઓ દરેક પ્રસંગે આકર્ષક લુક ઇચ્છતી હોય છે અને દરેક પ્રસંગ માટે યોગ્ય જ્વેલરીનું સિલેક્શન બહુ મુશ્કેલ કામ નથી. દરેક પ્રસંગમાં પરફેક્ટ લુક જોઇતો હોય તો બહુ સમજી વિચારીને જ્વેલરીની પસંદગી કરવી જોઇએ.

જ્વેલરીના નવા ટ્રેન્ડ લગ્ન કે બીજા ખાસ પ્રસંગોએ હવે લોકો પરંપરાગત ગોલ્ડ કે ડાયમંડ જ્વેલરીની જગ્યાએ ફેશન જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. એ આકર્ષક તો હોય છે પણ સાથે સાથે દરેક વર્ગને પરવડે એવી હોય છે. આ ફેશન જ્વેલરીમાં કલર કોમ્બિનેશનના અનેક પ્રયોગ કરી શકાય છે તેમજ એની ડિઝાઇનમાં સેમી પ્રેશિયસ સ્ટોન, અમેરિકન ડાયમંડ તેમજ મુગલ જ્વેલરીનું કોમ્બિનેશન કરી શકાય છે. ફેમિલી ફંક્શન માટે યોગ્ય પસંદગી લગ્ન તેમજ ફેમિલી ફંક્શન જેવા કાસ પ્રસંગોએ હેવી અને સ્ટાઇલિશ જ્વેલરી પહેરો. આ પ્રસંગોમાં પહેરવા માટે આઉટફિટ સાથે કોન્ટ્રાસ્ટ હોય એવી જ્વેલરી પહેરો. જો તમારા ડ્રેસનો રંગ પ્લેન રેડ હોય તો એની સાથે પહેરવા માટે ગ્રીન જ્વેલરીની પસંદગી કરો.આનાથી આઉટફિટની સુંદરતા અને લુક બંને હાઇલાઇટ થશે.

ફોર્મલ ડિનર જો તમે ફોર્મલ ડિનર માટે જઇ રહ્યા હો તો ડ્રોપ ઇયરિંગ પહેરવાનું પસંદ કરો અને અપવર્ડ હેર-સ્ટાઇલ બનાવો. ડ્રોપ ઇયરિંગથી તમારી ગરદન લાંબી અને ચહેરો સ્લિમ જોવા મળશે. ગ્લેમરસ લુક મકાટે ડેંગલર્સ સાથે બ્રેસલેટ પહેરો. ડિનર પાર્ટી જો ડિનર પાર્ટી બહુ ફોર્મલ ન હોય તો ડ્રેસી જ્વેલરી પહેરવાની જરૂર નથી. આવી ડિનર પાર્ટીમાં સિમ્પલ અને ક્લાસિક ડિઝાઇનવાળી જ્વેલરી પહેરો. આવી જ્વેલરી દરેક આઉટફિટ પર સારી લાગે છે અને એલિગન્ટ પણ લાગે છે. ઓફિસમાં પહેરવાની જ્વેલરી કોઇપણ પ્રસંગમાં તે પ્રસંગને અનુરૂપ જ્વેલરી પહેરવામાં આવે તો સુંદરતા નિખરી જાય છે. જેવી રીતે સગાઇમાં પહેરવાની જ્વેલરી ઓફિસના ફંક્શનમાં સારી નથી લાગતી એવી જ રીતે મોટાં ફંક્શનમાં રૂટિન જ્વેલરી નથી પહેરાતી. આ ફંક્શનમાં પહેરવા માટે ખાસ કોકટેલ જ્વેલરી અત્યારે બહુ ડિમાન્ડમાં છે.

અન્ય સમાચારો પણ છે...