તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેશન:આકર્ષક લુક અને કમ્ફર્ટનું પરફેક્ટ કોમ્બિનેશન અવનવાં વન્ડરફુલ વનપીસ

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રિન્ટેડ કોટન, બાંધણી, ટાઇડાઈ કે પછી કલમકારી પ્રિન્ટમાંથી બનાવેલું વનપીસ પહેર્યા પછી ટ્રેડિશનલ કમ ફ્યુઝન લુક આપશે. વનપીસ ડ્રેસમાં પણ અલગ અલગ સ્ટાઇલ લોકપ્રિય છે અને દરેક યુવતી આ પહેરી શકે છે

- પાયલ પટેલ

આધુનિક યુવતીઓ આકર્ષક દેખાવા માટે અવનવાં વસ્ત્ર પરિધાન કરે છે. ફેશનની આ દુનિયામાં મહિલાઓના ડ્રેસમાં વનપીસ અલગ તરી આવે છે. આ ફેશન પ્રમાણમાં સગવડતાદાયક છે. લોંગ વનપીસ મેક્સી દરેકને શોભે છે. ઊંચી, નીચી, જાડી, પાતળી દરેક વ્યક્તિ પહેરી શકે છે. પ્રિન્ટેડ કોટન, બાંધણી, ટાઇડાઈ કે પછી કલમકારી પ્રિન્ટમાંથી બનાવેલી વનપીસ મેક્સી ટ્રેડિશનલ કમ ફ્યુઝન લુક આપશે. વનપીસ ડ્રેસમાં પણ અલગ અલગ સ્ટાઇલ લોકપ્રિય છે.

- સ્લીપ ડ્રેસ: વનપીસ સ્લીપ ડ્રેસ થોડો ટૂંકો કે પછી ઘૂંટણ સુધીનો લઈ શકાય. સ્ટાઇલિશ કટ અને સ્પગેટી સ્ટ્રાઇપ તેની પહેચાન છે. પછી મનગમતા વેરિએશન કરી શકાય. બોલિવૂડ અને હોલિવૂડની જાન છે. રેડ કાર્પેટથી લઈને ટેનિસ મેચીસ જેવા દરેક ફંક્શનમાં સેલિબ્રિટી પહેરે છે. આ પ્રકારના સ્લીપ ટ્રેસ ટીનેજર્સ વધુ પસંદ કરે છે અને તેમના પર વધારે સારા પણ લાગે છે. કોટન, શિફોનના સ્વીપ ડ્રેસ પાર્ટી લુક આપશે, જ્યારે ઓલ ઓવર ટીકી વર્કથી ભરેલા ડ્રેસીસ ફોર્મલ ફંક્શન લુક આપશે. સ્વીપ ડ્રેસ સાથે અલગ અલગ સ્ટાઇલથી સ્ટોલ પહેરી શકાય.

- વનપીસ શર્ટ ડ્રેસીસ: કોલર, શર્ટ સ્ટાઇલ બટન કફ સ્લીવ્ઝ શર્ટ ડ્રેસીસને બીજાથી અલગ પાડે છે. કોટન સ્ટાઇપ ચેક્સ ફેબ્રિક્સ, સોફ્ટ સિલ્ક, શિફોન અને ડેનિમ બેઝ સુંદર લાગે છે. લગભગ ઘૂંટણ જેટલી લંબાઈના થોડા લૂઝ અને તેની સાથે બેલ્ટ પરફેક્ટ પાર્ટીવેર છે. માથે હેટ પગમાં સ્નીકર્સ, શોર્ટ શર્ટ ડ્રેસીસ સાથે જીન્સ કે લેગિંગ્સ પહેરી શકાય સાથે સ્ટાઇલિશ હેન્ડબેગ, કોલ્ડ શોલ્ડર, શર્ટ ડ્રેસ, સ્ટ્રાઇપ સ્લીવલેસ શર્ટ ડ્રેસ, પુસી બો શર્ટ ડ્રેસ વગેરે પહેરીને એક્સપરિમેન્ટ કરી શકાય.

- ફ્લેર ડ્રેસ: ફ્લેર ડ્રેસ નોર્મલી કમર સુધી શેપમાં અને ત્યારબાદ ઘેર હોય છે. હીપથી થોડા નીચા તેમજ ઘૂંટણ સુધીની લંબાઈ હોય છે. કોઠા પછી ગેધર્સ, વિવિધ પ્લીટ્સ, બોક્સ પ્લીટ્સ, લેયર્સ લઈ શકાય. હોલ્ટર, વી નેક, ઓફ શોલ્ડર (bardat neck) સ્ટાઇલિશ લુક આપે છે. જે યુવતીની કમર બહુ પાતળી ન હોય અથવા તો કમર પર ચરબી હોય તો તેણે ફ્લેર ડ્રેસની પસંદગી કરવી જોઇએ. - મીડી ડ્રેસ: દરેક જગ્યાએ પાર્ટીમાં પહેરી શકાય છે. લગભગ એક મીડી ડ્રેસ દરેક પાસે હોવો જોઈએ. તેની લંબાઈ ઘૂંટણથી લઈને એંકલ વચ્ચે લઈ શકાય. આ પ્રકારના મીડી ડ્રેસમાં ફ્લોરલ પ્રિન્ટ્સ અને આકર્ષખ રંગો વધારે સુંદર લાગે છે. મેશ પેનલ કોલ્ડ શોલ્ડર મીડી ડ્રેસીસ પાર્ટીમાં હોટ ફેવરિટ છે. પ્લેન કલરમાં સ્ટ્રેપી બેક સુંદર લુક આપે છે. કટઆઉટ નેક લાઇન સેક્સી લુક આપશે. - મિનિ ડ્રેસ: માઇક્રો મિનિ સ્કર્ટની ફેશન વર્ષોથી છે અે હજી પણ ફેશન ચલણમાં છે. હાલમાં હીપ લાઇનથી બે-ત્રણ ઇંચ નીચે સુધીના મિનિ ડ્રેસીસ ઘણા પોપ્યુલર છે. નોર્મલી તેની લંબાઈ ઘૂંટણથી નીચે નથી હોતી. તમારી બોડી ફિગરને ધ્યાનમાં રાખીને લંબાઈ નક્કી કરવી. હાઇ નેક, હોલ્ટર તેમજ સ્કુપ નેક સારો ગેટઅપ આપે છે. ફ્રીલ, લેસ તેમજ ફ્લોરલ નેટ ફેબ્રિકનો ઉપયોગ કૂલ લુક આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો