લઘુનવલ:હું જેની સાથે વેરનો હિસાબ રાખું છું, દીકરીએ એનો જ આશરો લીધો?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ -6

‘નહીં, માનસ... કોઈ જોઈ જશે...’ કસ્તૂરીના સ્વરમાં આનાકાની ઓછી, શરમ વધંુ હતી. પ્રિયતમાનું રૂપ પુરુષને ઘેલું કરતું હતું. આમ તો હેલ્થ ક્લબમાં રોજ મળવાનું થતું, પણ પ્રેમીઓની મિલનની પ્યાસ ક્યારે સંતોષાઇ છે! એમાંય ત્રિભુવનભાઇને ત્યાં લગ્નપ્રસંગે બનીઠનીને આવેલી કસ્તૂરીને નિહાળી માનસનું હૈયું હાથ ન રહ્યું. કસ્તૂરીને એ આસોપાલવની ઓથે એકાંત ખૂણે તાણી ગયો. બેઉને જોકે જાણ નહોતી કે રઘુનાથભાઈ પણ એકાંત શોધતા આ તરફ જ આવ્યા છે! રઘુનાથભાઇનું કારણ જુદું હતું. ફંકશનમાં તુલસીને જોઈ ન્યાતમાં આનંદનું વેવિશાળ લેવાયાની જ ચર્ચા હતી. પહેલો પાસો પોબાર પડ્યાની વધાઇ દેવા એમનો જીવ તલપાપડ થતો હતો, બીજા દાવની તૈયારીની ખાતરી કરી લેવા એમણે બનવારીને ફોન જોડ્યો : ‘બનવારી, ફતેહ!’ બનવારીના ઉલ્લેખે વોશરૂમ તરફ જતી તુલસીના કાન ચમક્યા. પોતે આવેશમાં ઊંચા અવાજે બોલી બેઠા એનું ભાન થયું હોય એમ રઘુનાથભાઇએ સ્વર સંયત કર્યો, પણ ત્યાં સુધીમાં તુલસી નજીક આવી આસોપાલવના ઝાડની ઓથે ઊભી રહી: આ તો કસ્તૂરીના ફાધર! એમણે બનવારી જોડે શું વાત કરવાની હોય! તુલસીએ એવું પણ વિચાર્યુ કે દુનિયામાં એક જ બનવારી ઓછો હોય! શેઠજી કોઈ બીજા જ બનવારી જોડે વાત કરતા હશે...એમનું કંઇ બિઝનેસનું કામ હશે... ત્યાં તો સંભળાયું કે, ‘તે પાત્ર એકદમ પર્ફેક્ટ શોધ્યું, બનવારી. તુલસીરાણીએ તો તહેલકો સર્જી દીધો! અઠવાડિયામાં સોનલની વહાલી થઇ ગઇ...’ હંે! તુલસીએ ધક્કો અનુભવ્યો: આ તો મારી જ વાત થઇ રહી છે! મતલબ, બનવારી શેઠનંુ પ્યાદંુ છે! આનંદ સાથે લગ્નનો ખેલ પાર પાડવાનો મને આદેશ આપનાર બનવારીની પાછળ ખરેખર તો આ રઘુનાથ છે! બીજા શબ્દોમાં, રઘુનાથભાઇને સોનલમા સાથે કશું વેર છે, એનો બદલો લેવા એમણે બનવારી થ્રુ મને પ્લેસ કરી છે. કદાચ એટલે જ આજે એમની દીકરી સોનલમાને સાવધ કરી ગઈ કે ડેડીથી ચેતેલા રહેજો! એને શું ખબર કે ડેડી એમની ચાલ ચાલી ચૂક્યા છે! તુલસીનાં કપાળે પ્રસ્વેદ ફૂટી નીકળ્યો. ‘હું માનું છું કે હોળાષ્ટક પહેલાં તુલસી લગ્નનો મેળ પાડી દેશે. તારે તો એને આ જ ટાર્ગેટ આપવાનો... બસ, એના લગ્નદિવસે આખરી વાર કરવાનો રહેશે. એની તૈયારી પાકી છે?’ ‘તમે એની ચિંતા ન કરો, બનવારીને કામ સોંપ્યુ એટલે બધું પાકંુ જ સમજવું...’ બનવારીનો રણકો તુલસીને અકળાવી ગયો. જોકે બીજી પળે રઘુનાથભાઈ આંચકો ખાય જાય એવું કંઈક બન્યું. થોડે દૂર, ઝાડીમાંથી કસ્તૂરીને કોઈ જુવાનનો હાથ પકડી નીકળતી ભાળી સમસમી ગયા રઘુનાથભાઇ! બનવારીનો કોલ કાપી પોતે થડની આડશ લઇ લીધી. એમની ચેષ્ટાએ ચોંકેલી તુલસીની નજર પણ માનસ-કસ્તૂરી પર પડી ને સમજાઇ ગયું: પુત્રીનંુ પ્રેમપ્રકરણ પિતા સમક્ષ ખૂલી ગયું! ‘બહુ મોડું થઇ ગયંુ, માનસ... ડેડી મને શોધતા હશે, નહીં ભાળી બિચારી મોમને ખીજવાતા હશે..’ ‘ક્યાં સુધી આમ ડર્યા કરવંુ, કસ્તૂરી! થાય છે કે હમણાં તારો હાથ પકડી તારા પિતાજી સામે ઊભો રહંુ...’ આવી તો જો.. તારા બે કટકા ન કરી દઉં તો કહેજે! રઘુનાથભાઇ ધૂંધવાયા. ‘નો માનસ. હવે થોડો વખત... આપણે સોનલ આંટીને કહ્યું છેને, તેઓ કોઇ રસ્તો જરૂર કાઢવાનાં!’ દીકરીનો શબ્દેશબ્દ રઘુનાથભાઇના કાળજે ઘા કરતો હતો: હું જેની સાથે વેરનો હિસાબ રાખું છંુ, દીકરીએ એનો જ આશરો લીધો? અંતરની વાત મને કે એની માને કહેવાને બદલે પારકીને કહી આવી! ‘ઠીક છે...કાલે મળીએ હેલ્થ ક્લબ પર.’ હેલ્થક્લબ! રઘુનાથભાઈનાં જડબાં ભીસાયાં: હવે સમજાયું, દીકરી રોજ સવારે ક્લબ જવાનું કેમ ચૂકતી નથી! કસ્તૂરી-માનસનાં નીકળ્યાં બાદ પણ રઘુનાથભાઇ ત્યાંથી હટી ન શક્યા. મુંબઇના અમીરોને હું ઓળખંુ છું, માનસનું એમની સાથે કોઇ કનેક્શન નથી. છોકરો મુફલિસ હોય તો જ કસ્તૂરી એને મને મેળવતા ખંચકાય છે. આમાં સોનલ શું કરી શકવાની! કોઇ કાળે હંુ મારી દીકરીનો હથેવાળો મામૂલી ઘરના છોકરા સાથે ન કરું! કસ્તૂરીને શું ખબર પડે, છોકરાએ મારી મિલકત જોઈને જ એને ફસાવી હોય! શેઠ હવે શું કરશે? વિચારતી તુલસી બે-ત્રણ મિનિટ ત્યાં ખોડાઈ રહી. રઘુનાથભાઇ તરફથી કોઇ હિલચાલ ન વર્તાતા કદમ ઉઠાવે છે કે...‘બનવારી, એક બીજું કામ છે... ચોપાટીની હેલ્થ ક્લબમાં માનસ નામનો જુવાન છે. એની કુંડળી કાઢી આપ.’ એમણે કોલ કટ કર્યો ને તુલસી હળવેથી સરકી ગઇ. Â Â Â ‘ક્યાં હતી!’ તુલસી દેખાતા જ આનંદે પૂછ્યું. એની વિહ્વળતામાં શંુ હતું, કોણ કહેશે! ‘હું જરા ફ્રેશ થવા ગઈ હતી...’ કહેતી તુલસીએ નિ:શ્વાસ દબાવી રાખ્યો: મારામાં જીવ ન પરોવો, આનંદબાબુ, હું તમારા મોટા ઘરને લાયક નથી! પછી સૂઝ્યંુ, ‘તમારી પાસે કસ્તૂરીનો નંબર છે? જરા આપજોને, પ્લીઝ’ તુલસી પાસે સાદો મોબાઈલ હતો. આનંદે જોકે પોતાનો ફોન જ આપ્યો, ‘વાત કરી લે.’ આનંદના મોબાઇલ સ્ક્રીન પર ફંક્શનમાં મા સાથે પાડેલી સેલ્ફી જોઈ તુલસીનો ચહેરો રતુંબડો થયો. એણે કસ્તૂરીનો નંબર લગાવ્યો. રિંગ ગઇ. ‘હલો?’ કસ્તૂરી ધીરેથી બોલી, મતલબ એના ડેડી એની આસપાસ જ હોવા જોઈએ. ‘કસ્તૂરી, હું તુલસી. તમે બહેનપણાં કરવાનું કહેતાં હતાં ને, દોસ્તીની શરૂઆત હંુ તમને માહિતગાર કરીને કરું છું... થોડીવાર પહેલા તમે માનસ સાથે હતાં, એ મિલન તમારા ડેડીની નજરે ચડી ચૂક્યંુ છે!’ ‘ઓહ નો! હવે?’ ‘હવે...’ તુલસીએ દમ ભીડ્યો, ‘પ્રણયની કસોટીમાં તમારે પાર ઊતરવાનું છે, કસ્તૂરી... પિતાનું ઘર બંધ થાય તો પણ સોનલમાનાં ઘરના દરવાજા તમારા માટે સદા ખુલ્લા રહેશે એટલું તો હું કહી જ શકું.’ ત્યાં કસ્તૂરી સ્તબ્ધ બની, અહીં આનંદ અંજાયો. તુલસી એકાએક વધુને વધુ ગમવા માંડી. Â Â Â ‘જાણે છે, આનંદ... આજે ફંકશનમાં તુલસીને સાથે જોઇ મને લગભગ સૌએ પૂછ્યું, તમે વહુ શોધી લીધી?’ ઘરે પરત થયા બાદ નાહીધોઇ ફ્રેશ થઇ સોનલબહેને આનંદને વરંડાની બેઠકે બોલાવી વાત માંડી.‘આનંદ, તુલસીના ગુણ બાબત મને દ્વિધા નથી. છોકરી અનાથ છે, બદનામ વિસ્તારમાં ઊછરી છે, પણ એનું સંસ્કાર પોત ઊજળું છે. મારે તારું મંતવ્ય જાણવું છે, આનંદ...તુલસીએ તો ઘણું કહ્યું કે મા, મોટા ઘરના પ્રસંગમાં મને શું કામ લઇ જાવ છો, આવા મોંઘાં વસ્ત્રો શું કામ પહેરાવો છો? તુલસીને આજે સજાવી સાથે લઇ જવા પાછળ મારી ગણતરી તો તારું મન ટટોલવાની જ હતી.’ સોનલબહેને ઉમેર્યું, ‘અફકોર્સ, તમારા બંનેનાં ભણતરમાં મોટો ભેદ છે... તુલસી બારમું પાસ છે, એવું એ કહેતી હતી.’ ‘મા, જીવનમાં ભણતર કરતાં ગણતર મહત્ત્વનું છે, અને તુલસીની સૂઝનો એક અનુભવ આજે થઇ ગયો.’ માનસ-કસ્તૂરીનો ભેદ રઘુનાથભાઈ જાણી ગયા ને એમને જોનારી તુલસીએ સિફતથી કસ્તૂરીને ચેતવી દીધી એ ઘટનાક્રમ જાણી સોનલબહેન પ્રભાવિત થયાં એમ હવે કસ્તૂરી-માનસનું શું થશે એવો વિચાર પણ ઝબકી ગયો! ‘મા, આપણે ઉદ્યોગસાહસિકો માટે સ્કીમ મૂકીએ જેનો લાભ લઇ માનસ પોતાનુ જિમ શરું કરી શકે, તો કેવું?’ ‘ઉત્તમ! કસ્તૂરીએ પસંદ કરેલાં પાત્રનું ભાવિ ઊજળું છે એવું રઘુનાથભાઇના મગજમાં બેસે તો કદાચ માનસનો વાંધો ન લે...’ દૂરથી એમની વાતો સાંભળતી તુલસીનું હૈયંુ ભરાઇ થયંુ. મા-આનંદ માનસને મદદરૂપ થવા માગે છે અને છતાં એનું સ્વમાન જોખમાય નહીં એની તકેદારી પણ લે છે! આજના જમાનામાં આવા લોકો કેટલાં! અને તું એમને છેતરવા માગે છે, તુલસી? તુલસીએ લાચારી અનુભવી: મારી મરજીની ડોર બનવારીના હાથમાં છે! અને બનવારી રઘુનાથના ઇશારે નાચે છે... સોનલમાએ કસ્તૂરીનું કહેણ પાછંુ ઠેલ્યંુ એની દાઝમાં રઘુનાથ વેર ઝંખે એ સમજાય એવું છે.. સોનલમાને મારે કહી દેવું જોઇએ કે તમે જેની ફિકરમાં અડધા થાવ છો એ કસ્તૂરીનો બાપ તમારી જ વિરુદ્ધ રમત રમી રહ્યો છે? કદમ ઉપાડતી તુલસી બીજા ડગલે થંભી ગઇ: તારા આ એક પગલાનો અંજામ જાણે પણ છે? બનવારીની ધમકી ભૂલી ગઇ? જોશ નિચોવાઇ ગયું હોય એમ તુલસી પાછી પડી. નજર ઝુકાવીરૂમમાં પ્રવેશી પલંગ પર લંબાવ્યું અને પ્રભાત વેળાએ ચીસ નાખતી એ ઊંઘમાંથી બેઠી થઈ ગઈ: ગઇ. સોનલબહેન દોડી આવ્યાં, આનંદ આવી પહોંચ્યા. તુલસી હાંફતી હતી. એનો ચહેરો પ્રસ્વેદભીનો હતો. ‘શું થયું, તુલસી?’ સોનલબહેને પડખે બેસી એનો હાથ હાથમાં લીધો, ‘તે ચીસ કેમ નાખી?’ તુલસી એમને વળગી રડી પડી, ‘ઓહ, મંે ભયંકર સપનું જોયું, મા...’ ‘પણ મા તો તારી સામે છે. લુક, શી ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન.’ તુલસી વિસ્ફારિત નેત્રે કદી આનંદને તો કદી સોનલબહેનને જોઈ રહી. શું બોલવું એ સૂઝ્યું નહીં. ‘બહેનથી દૂર જવાનું સપનું જોયું?’ ત્રીજા સવિતાબહેને અનુમાન ઉચ્ચાર્યું. ‘હંે? હા... કદાચ...’ તુલસી હજુય ડઘાયેલી હતી.’ તુલસીને સધિયારો આપતા સોનલબહેને કહ્યું, ‘મંે નક્કી કરી લીધું, તુલસી. તને આ ઘરની વહુ બનાવી હંુ દીકરીની ખોટ પૂરી કરવા માગુ છંુ.’ હંે! પોતાની એક ચીસ માને આવા નિર્ણય પર આણી દેશે એવું તુલસીએ નહોતું ધાર્યું! ‘બોલ, આનંદ પસંદ તો છેને?’...આ સાંભળતા તુલસીની નજર ઝૂકી ગઇ, ચહેરા પર શરમની લાલી ફરી વળી. ‘હું લાપસી રાંધવા કહી દઉં’ સવિતાબહેન રાજીપો ઉછાળતાં નીકળી ગયાં. સોનલબહેને આનંદનો હાથ તુલસીનાં હાથમાં મૂક્યો, ‘તમે બેઉ ખુશ રહો, મારી એ જ કામના’ પ્રથમ સ્પર્શની ઝણઝણાટી આનંદ-તુલસીનાં તનમનમાં ક્યાંય સુધી સળવળ્યાં કરી! Â Â Â ‘મા, મારો ફોન ક્યાં!’ સવારે ઉઠતાવેંત કસ્તૂરીએ બૂમાબૂમ કરી મૂકી. ‘તારો ફોન તારા રૂમમાં જ હશે! એ કોણ લેવાનું?’ ‘ફોન મંે લીધો છે.’ ડાઇનિંગ ટેબલ પર છાપું વાંચતા રઘુનાથભાઇએ ટાઢકથી સંભળાવ્યું. નાસ્તો સર્વ કરતા માયાબહેન ચોંક્યાં, અડધા દાદરે ઊભેલી કસ્તૂરીએ હોઠ કરડ્યો: લાગે છે કટોકટી આવી ગઈ!(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...