સજાવટ:ઘરની શોભા વધારે સ્ટ્રિંગ કર્ટનનો લેટેસ્ટ ટ્રેન્ડ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સ્ટ્રિંગ કર્ટનનો ડિવાઇડર તરીકે ઉપયોગ કરીને મર્યાદિત જગ્યાનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. આ સ્ટ્રિંગ કર્ટન રેશમના દોરામાંથી બનાવવામાં આવતો હોવાને લીધે તેનો લુક રિચ લાગે છે. એને લગાવવાથી નાની જગ્યા મોટી હોવાનો આભાસ થાય છે

આપણા સૌના ઘરમાં બારી-બારણાં પર કર્ટન તો લગાવેલા હોય જ છે. ફરક એટલો રહે છે કે શિયાળામાં ઘરનાં બારી-બારણાં પર થોડા લાઇટ કલર અને જાડા મટીરિયલના કર્ટન આપણે લગાવીએ છીએ, જ્યારે ઉનાળામાં ડાર્ક કલર અને પાતળાં મટીરિયલના કર્ટન લગાવીએ છીએ. આના કારણે શિયાળામાં ઘરમાં ઠંડીથી રાહત રહે છે તો ઉનાળામાં ગરમીથી થોડી નિરાંત મળે છે. અત્યાર સુધી કર્ટનમાં આપણે મોટા ભાગે દીવાલના કે ફર્નિચરના કલર સાથે મેચ થાય એવા કર્ટન લગાવવાનું પસંદ કરતાં હતાં, પણ આજકાલ ટ્રેન્ડ છે સ્ટ્રિંગ કર્ટનનો. જે એકદમ લાઇટવેટ અને અત્યંત પાતળી સ્ટ્રિંગ એટલે કે દોરીમાંથી બનાવવામાં આવે છે. } સ્પેસ ડિવાઇડર તરીકે ઉપયોગી આવા સ્ટ્રિંગ કર્ટન જો તમારા ઘરના ડ્રોઇંગ રૂમ અને લિવિંગ રૂમ વચ્ચે પાર્ટિશન ન હોય તો સ્પેસ ડિવાઇડર તરીકે પણ ઉપયોગી થાય છે. સ્ટ્રિંગ કર્ટનમાં જાતજાતના કલર્સ મળે છે. સિલ્વરથી લઇને ગોલ્ડન અને બ્લેક એન્ડ વ્હાઇટ તેમ જ મલ્ટિકલર ઉપરાંત, તમારી કોઇ ખાસ કલર ચોઇસ હોય તો એ કલરનો સ્ટ્રિંગ કર્ટન પણ મળે છે. ડ્રોઇંગ રૂમ અને લિવિંગ રૂમ વચ્ચે જ્યારે સ્પેસ ડિવાઇડર તરીકે સ્ટ્રિંગ કર્ટન લગાવવો હોય તો વ્હાઇટ સ્ટ્રિંગ કર્ટન લગાવી શકો છો. આ સ્ટ્રિંગ કર્ટન રેશમના દોરામાંથી બનાવવામાં આવતો હોવાને લીધે તેનો લુક એકદમ રિચ લાગે છે. આ સિવાય મલ્ટિકલર સ્ટ્રિંગ કર્ટન તમે ઇચ્છો તો ઘરની સીડીઓ પાસે પણ લગાવી શકો છો. આવા સ્ટ્રિંગ કર્ટન ખૂબ નાજુક આવે છે અને આ કારણે એની જાળવણી બહુ જરૂરી છે. આ સ્ટ્રિંગ કર્ટનનો ડિવાઇડર તરીકે ઉપયોગ કરીને મર્યાદિત જગ્યાનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. એને લગાવવાથી નાની જગ્યા મોટી હોવાનો આભાસ થાય છે. આ કારણોસર નાની જગ્યાનું ઇન્ટિરીયર ડેકોરેશન કરવાનું હોય ત્યારે સ્ટ્રિંગ કર્ટન ડિઝાઇનરની પહેલી પસંદ સાબિત થાય છે. } બેડરૂમને આપે અલગ લુક ગોલ્ડન અને સિલ્વર સ્ટ્રિંગ કર્ટન તમે બેડરૂમની બારી અને બારણાં પર લગાવી શકો છો. એના કારણે બેડરૂમનો લુક જ એકદમ અલગ લાગશે અને તમને પણ ત્યાં આરામ કરવાનું ગમશે. આવા સિલ્વર અને ગોલ્ડન સ્ટ્રિંગ કર્ટનને તમે ડ્રોઇંગ રૂમ અને લિવિંગ રૂમની વચ્ચે સ્પેસ ડિવાઇડર તરીકે પણ લગાવી શકો અને ડાઇનિંગ રૂમ તથા કિચનના બારણાંમાં પણ લગાવી શકો છો. જો તમને આ કલર વધારે પસંદ ન હોય તો મલ્ટિકલર સ્ટ્રિંગ કર્ટન પણ લગાવી શકો છો. મારા બેડરૂમની બારી પર એલઇડી ધરાવતો સ્ટ્રિંગ કર્ટન લગાવી તેની એલઇડી ચાલુ કરી વાતાવરણને રોમેન્ટિક પણ બનાવી શકો છો. આમ, સ્ટ્રિંગ કર્ટન આકર્ષક લાગવા સાથે ઘરને અનોખો લુક પણ પ્રદાન કરે છે. } પડદા ખરીદતી વખતે શું ધ્યાન રાખવું? પડદા ખરીદતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. પૂર્વ દિશાના રૂમમાં લીલા પડદા લગાવવા ઘરના વેપાર અને આવકમાં વૃદ્ધિ થશે. ડ્રોઇંગ રૂમ માટે ક્રીમ, સફેદ અથવા બ્રાઉન કલરના પડદા લગાવવાથી સકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે. દક્ષિણ દિશાના ખૂણામાં રૂમ હોય તો લાલ પડદા સારા રહે છે, તેનાથી ઘરમાં પ્રેમ અને પોતીકાપણું વધે છે. રૂમમાં કલરની વાત કરીએ તો બેડરૂમમાં માનસિક શાંતિ અને સંબંધોમાં મધુરતા બની રહે તેના માટે ગુલાબી, આસમાની અથવા લાઇટ ગ્રીન કલરના પડદા યોગ્ય સાબિત થાય છે. કિચન માટે લાલ અને નારંગી રંગ શુભ માનવામાં આવે છે એટલે આ રંગના પડદા યોગ્ય સાબિત થાય છે. બાથરૂમમાં સફેદ અથવા વાદળી રંગનો વિકલ્પ સારો સાબિત થાય છે. યોગ્ય જગ્યાએ યોગ્ય કલરનો વિકલ્પ પસંદ કરવાથી માનસિક સોહાર્દ અને હકારાત્મક વાતાવરણ જળવાઇ રહે છે.

સામાન્ય રીતે સ્ટ્રિંગ કર્ટનમાં તમામ કલર્સ મળી જ રહે છે. ત્યારે જો તમારા ઘરમાં બાળકો હોય અને તેમનો ચિલ્ડ્રન્સ રૂમ અલગ હોય તો ત્યાં બારણાં અને બારી પર આવા મલ્ટિકલર કર્ટન લગાવવાથી બાળકોને પોતાના રૂમમાં રહેવાની મજા આવશે અને મસ્તી-તોફાન કરીને તમને પરેશાન નહીં કરે.અલબત્ત, જ્યારે આ કર્ટન લગાવો ત્યારે બાળકોનું ખાસ ધ્યાન રાખવું કે તેઓ આ સ્ટ્રિંગ કર્ટન રમત-રમતમાં ખેંચી ન કાઢે.

અન્ય સમાચારો પણ છે...