તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- દિવ્યા દેસાઇ
ઘરની સજાવટનું ક્ષેત્ર એવું ક્ષેત્ર છે જેમાં સતત ફેરફારો થતા રહે છે. હોમ ડેકોરમાં લેટેસ્ટ ટ્રેન્ડ છે મિનિમલ લુકનો. ઘરનું મિનિમલ ડેકોર એને સાફ, સ્વચ્છ અને વિશાળ લુક આપે છે. મિનિમલ લુકનો ઉઠાવ આવે એ માટે જગ્યામાં લાઇટિંગ તેમજ ફર્નિચરની યોગ્ય રીતે ગોઠવણી થવી જરૂરી છે. મિનિમલ લુકમાં ડિઝાઇન અને ડેકોરેશન ઓછું હોય છે પણ એના કારણે આખી જગ્યા જાણે શ્વાસ લેતી હોય એવી હળવાશ અનુભવે છે. ઘરનો મિનિમલ લુક સુંદર લાગે એ માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ
- કલરની સમજણપૂર્વક પસંદગી લાઇટ અને પેસ્ટલ શેડ્સની સમજણપૂર્વક પસંદગી કરવાથી સારી રીતે મિનિમલ લુક ક્રિએટ કરી શકાય છે. આ માટે સફેદની સાથે પેસ્ટલ શેડ્સનું કોમ્બિનેશન કરી શકાય છે. જો તમારી ઇચ્છા હોય તો કોમ્બિનેશનમાં એક કે બ્રાઇટ રંગનો ઉપયોગ કરી શકો છો પણ એનું પ્રમાણ મર્યાદિત હોવું જોઇએ. લાઇટ રંગના ઉપયોગથી આખો રૂમ ઝળહળી ઉઠશે. - ઇરાદાપૂર્વક રાખેલી ખાલી જગ્યા મિનિમલ ડેકોરમાં ખાલી જગ્યાનું પણ ખાસ મહત્ત્વ છે. આ પ્રકારના ડેકોરમાં શક્ય એટલું ઓછું અને જરૂરી ફર્નિચર જ રાખવામાં આવે છે. જોકે રૂમમાં ખાલી જગ્યા રાખતા પહેલાં એ ધ્યાન રાખવું જોઇએ કે આ ખાલી જગ્યા રૂમના આકર્ષણમાં વધારો કરતી હોવી જોઇએ. ઘણીવાર માત્ર જરૂરી વસ્તુઓ ધરાવતો ખાલી રૂમ ફર્નિચરથી ભર્યાભાદર્યા રૂમ કરતા પણ વધારે આકર્ષક લાગે છે.
- નકામા સામાનને અલવિદા ઘર અને રૂમમાં પડેલા નકામા સામાનનો નિકાલ મિનિમલ લુક માટેની પ્રાથમિક શરત છે. આ સામાનનો નિકાલ કરવા માટે તમારે તમામ ખાના અને ટેબલને સારી રીતે તપાસીને વધારાનો સામાન અલગ કરી લો. રૂમમાં માત્ર જરૂરી વસ્તુઓને સ્થાન આપો અને વધારાની વસ્તુઓ પેક કરીને માળિયા પર ચડાવી દો. રસોડામાં પણ માત્ર જરૂરી વસ્તુઓને જ સ્થાન આપો. ઘણીવાર રસોડામાં કામ વગરની વસ્તુઓનો ઢગલો થઇ જાય છે જેના કારણે વ્યવસ્થા નથી જળવાતી. આ સંજોગોમાં રસોડામાં માત્ર કામની વસ્તુઓ જ રાખવી જોઇએ. કિચનને વ્હાઇટ રંગથી રંગવામાં આવે તો જગ્યા વધારે મોટી અને સ્ટાઇલિશ લાગે છે. - યોગ્ય સ્ટાઇલનું ફર્નિચર મિનિમલ લુક આકર્ષક લાગે એ માટે ફર્નિચર યોગ્ય સ્ટાઇલનું હોવું જોઇએ. બને ત્યાં સુધી હેન્ડલ વગરના ડ્રોઅર અને ફ્લેટ સરફેસ પરફેક્ટ મિનિમલ લુક આપે છે. શક્ય હોય ત્યાં સુધી ડ્રોઅર અને કેબિનેટની ડિઝાઇન હેન્ડલ વગરની હોવી જોઇએ. આ સ્ટાઇલનું ફર્નિચર મિનિમલ લુક માટે આદર્શ છે.
- ટેક્સચર સાથે પ્રયોગ તમે ટેક્સચર સાથે અલગ અલગ પ્રયોગ કરીને ઘરના લુકમાં ફેરફાર કરી શકો છો. બેડરૂમમાં સ્ટાઇલિશ ટેક્સચરવાળું વોલપેપર કે પછી વુડન ફ્લોરબોર્ડ સ્ટાઇલિશ ઇફેક્ટ આપે છે. અલગ અલગ ટેક્સચર સાથે પ્રયોગ કરવાથી ઘરની સુંદરતામાં વધારો જ થાય છે. - પડદાનો જાદુ ખુલ્લી બારીઓ દરેક ઘર માટે ખાસ છે. બારીમાંથી આવતો પ્રકાશ મિનિમલ લુકની સ્ટાઇલ વધારે છે. જો પ્રાઇવસી જાળવવી હોય તો પાતળા મટિરિયલનો પડદો લગાવો અથવા તો બ્લાઇન્ડનો ઉપયોગ કરો. લિવિંગ રૂમમાં પારદર્શક પડદામાંથી ગળાઇને આવતો સૂર્યપ્રકાશ અલગ જ વાતાવરણ ઉભું કરે છે. આમ, પડદાની મદદથી મિનિમલ લુકને સારી રીતે હાઇલાઇટ કરી શકાય છે. - વુડન ફર્નિચરની પસંદગી વુડન ફર્નિચરની સ્ટાઇલ જ અલગ છે. વુડન ફર્નિચર દરેક ઘરમાં હોય છે પણ મિનિમલ લુક માટે યોગ્ય સ્ટાઇલનું વુડન ફર્નિચર પસંદ કરવું જોઇએ. બિલકુલ ફેન્સી ન હોય એવું સાદું પોલિશ કરેલું વુડન ફર્નિચર મિનિમલ લુકની સુંદરતામાં વધારો કરે છે.
- ફર્નિચરમાં જ સ્ટોરેજ ઘરના પરફેક્ટ મિનિમલ લુક માટે તમામ વધારાના સામાનનો નિકાલ કરવો જરૂરી છે. આટલું કર્યા પછી જો કેટલોક વધારાનો સામાન રહી જતો હોય એ મૂકવા માટે એવા ફર્નિચરની પસંદગી કરવી જોઈએ જેમાં સ્ટોરેજ કરવાની ક્ષમતા હોય. તમે ફર્નિચરનો ઉપયોગ વધારાનો સામાન સાચવવા માટે પણ કરી શકો છો. આ રીતે વધારાનો સામાન પણ સચવાઇ જાય છે અને ઘરનો મિનિમલ લુક પણ હાઇલાઇટ કરી શકાય છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.