સેક્સ સેન્સ:ઇચ્છા અને અપેક્ષાના સહવાસનો આનંદ

16 દિવસ પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

દરેક કપલ્સ ઇચ્છે છે કે તેમના અંગત જીવનમાં પ્રેમ અને સમાગમમાં નવીનતા જળવાઇ રહે. દરેકના મનમાં પોતાના પાર્ટનરને પ્રેમ કરવા માટે ઇચ્છા અને ઉત્કંઠતા હંમેશાંં વધારે હોય છે પણ તેમાં નવીનતા હોતી નથી. તેથી થોડા સમય પછી બંને એકબીજાથી કંટાળીને દૂર થવા લાગે છે. બંને પોતાના પ્રેમ અને સમાગમમાં કંઇક નવું કરવાનું ઇચ્છતા હોવા છતાંય તેમના સમાગમની રીતમાં ક્યારેય કોઇ એક્સાઇટમેન્ટ જોવા મળતું નથી. કંઇ નવું કરવાની ઇચ્છા હોય છે પણ નવું કરવાનો પ્રયત્ન બંનેમાંથી એકપણ તરફથી થતો જોવા મળતો નથી. મોટાભાગે સ્ત્રીઓ સમાગમનો આખો પીરિયડ પતિના આધારે છોડી દે છે. જ્યારે આવા સમયે પુરુષ પોતે ઇચ્છે છે કે તેમની પાર્ટનર તેમની સાથે તેમની જેટલું જ યોગદાન આપે અને ઇચ્છા વ્યક્ત કરે. પત્નીએ તેના પતિ સાથે સમાગમની ક્રિયા દરમિયાન પતિ જેટલું જ એક્ટિવ બનીને ભાગ લેવાનો હોય છે. પત્નીનું એક્સાઇટમેન્ટ પતિને અનુભવાય તે જરૂરી છે. પતિ ઇચ્છે છે કે પત્ની તેના માટે કંઇક નવું પ્લાનિંગ કરે, તેને ક્યારેક સરપ્રાઇઝ આપે, ક્યારેક તેને વધારે મહત્ત્વ આપે અને મનગમતો પ્રેમ આપે. દરેક સ્ત્રીએ એક વાત સમજવા જેવી છે કે તેનો પાર્ટનર તેની પાસે શું ઇચ્છે છે અને કેવી રીતે ઇચ્છે છે. 1. પરફોર્મન્સ પુરુષોને હંમેશાં શાંત નહીં પણ બોલનારી સ્ત્રી વધારે પસંદ હોય છે. તેમાં પણ સમાગમ અને તેના પરર્ફોમન્સને લઇને તેને કહેનારી અને સમજનારી સ્ત્રી પ્રત્યે તે વધારે ખેંચાણ અનુભવે છે. જ્યારે સ્ત્રીઓ હંમેશાં આ વિષયની વાત કરવાનું ટાળે છે. દરેક પતિ-પત્નીના સંબંધમાં જરૂરી છે કે પતિના પરફોર્મન્સને દરેક પત્નીએ વખાણવું જોઇએ. મોટાભાગના પુરુષોને એવી ઇચ્છા રહેતી હોય છે કે તેની પાર્ટનર તેના સેક્સ્યુઅલ પરફોર્મન્સના વખાણ કરે. પુરુષોને તેમના પરફોર્મન્સ વિશે જાણવાનું વધારે ગમે છે. પત્ની દ્વારા સમાગમની ક્રિયાની વાતોનું વર્ણન કરવામાં આવે અને પતિની કઇ કઇ બાબતોમાં તેને વધારે મજા આવી અને ઉત્તેજનાનો અનુભવ થયો તે જો કહેવામાં આવે તો પતિને તે ખૂબ ગમે છે. 2. સમાગમ ક્રિયા સ્ત્રીઓની જેમ પુરુષોને પણ કામોત્તેજક અંગ હોય છે. જ્યાં સ્પર્શ કરવાથી તેમને ઉત્તેજના થતી હોય છે પરંતુ પુરુષો આ વિશે સ્ત્રીઓને કહેવામાં સંકોચ અનુભવતા હોય છે. પુરુષોને કાન પર, કાનની પાછળ, છાતી પર, સાથળ પર અને અંદરના ભાગમાં, ચહેરા પર, શિશ્ન અને તેની આજુબાજુના ભાગમાં તેમની પાર્ટનરનો હળવો સ્પર્શ કે ચુંબન કરવાની ક્રિયા પસંદ હોય છે. પત્નીએ પોતાના પતિને સમાગમની ક્રિયા દરમિયાન પણ કઇ બાબતો પસંદ છે અને કેવા પ્રકારનો સ્પર્શ તેને ગમે છે, તે સામેથી પૂછવું જોઇએ. 3. સેક્સ્યુઅલ ફેન્ટસી સ્ત્રીઓની જેમ પુરુષોની પણ સેક્સ્યુઅલ ફેન્ટસી હોય છે પરંતુ તેમની પાર્ટનર મોટાભાગે તેમની વાતો સાંભળીને તેને હસવામાં કે મજાકમાં લઇને ભૂલી જાય છે. જેના કારણે પુરુષ તેની પાર્ટનર સાથે પોતાની ફેન્ટસીની ક્યારેય ચર્ચા કરતા નથી. દરેક સ્ત્રીએ તેના પાર્ટનરની અને પત્નીએ તેના પતિની સેક્સ્યુઅલ ફેન્ટસી જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમાં રસ દાખવવો જોઇએ અને તેના પર ચર્ચા કરીને તેને માણવી જોઇએ. કદાચ તમારી સમાગમ ક્રિયામાં આના કારણે કોઇ નવીનતા આવે જે બંનેને પસંદ પડી શકે છે. થોડો ચેન્જ પણ અનુભવી શકાય છે. 4. ઉત્તેજન અને સંતોષ સમાગમ દરમિયાન પુરુષોને સેક્સી વાતો કરવી વધારે પસંદ હોય છે જ્યારે સ્ત્રીને તે પસંદ હોતું નથી. સમાગમ દરમિયાન તમે પાર્ટનરના કાનમાં કંઇ પણ સારી વાત કહી શકો છો. તમારી વાતો તરફ તેમનું ધ્યાન ખેંચો. તમારા મનમાં જે લાગણી હોય તે કહો. તે ક્રિયા દરમિયાન તમે કેવો અનુભવ કરી રહ્યા છો તે જણાવો. આ પ્રકારની વાતે તમારી સમાગમ ક્રિયાને વધારે ઉત્તેજીત અને સંતોષકારક બનાવશે. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...