સેક્સ સેન્સ:આત્માનંદનો આનંદ અનોખો

18 દિવસ પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

શારીરિક સંબંધનો આનંદ માણવા માટે હંમેશાં બે વ્યક્તિ એકબીજામાં ઓતપ્રોત થઇને પરમસુખ પ્રાપ્ત કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં તેનો પાર્ટનર હંમેશ તેની સાથે હોય તેવું જરૂરી નથી. તેવામાં જ્યારે લાંબા સમયની એકલતા શારીરિક અને માનસિક રીતે અકળાવી મૂકે ત્યારે વ્યક્તિ શરીરની તૃપ્તિ માટે કોઇપણ સાથે શારીરિક સંબંધ બાંધી બેસે છે. જેનું પરિણામ લાંબા ગાળે નડતરરૂપ હોય છે. વળી, કેટલીક એકલી રહેતી વિધવા, ડિવોર્સી, અપરિણીત મહિલાઓ માટે ઉંમરના એક પડાવ પછી શારીરિક જરૂરિયાત ફરજિયાત બની જતી હોય છે. ક્યારેક તે ન સંતોષાવાના લીધે તેમને શારીરિક જ નહીં પણ માનસિક બીમારીનો પણ ભોગ બનવું પડતું હોય છે. આવી મહિલાઓને આત્માનંદ એટલે કે પોતાની રીતે શારીરિક આનંદ કેવી રીતે મેળવવો તેની સમજ હોવી જરૂરી છે. જેથી તેમની આ તકલીફને કેટલીક હદે દૂર કરી શકાય છે. તેના માટે તેઓ કોઇ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરીને તેની જાણકારી મેળવીને પોતાની રીતે શારીરિક આનંદ મેળવવામાં આગળ વધી શકે છે. અત્યાર સુધી આપણે ફક્ત પુરુષોને જ હસ્તમૈથુનનો આનંદ માણતા સાંભળ્યા છે, પરંતુ મહિલાઓ પણ હસ્તમૈથુનનો આનંદ માણે છે. 18 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ ઓછામાં ઓછા એકવાર હસ્તમૈથુનનો આનંદ માણ્યો જ હોય છે. હસ્તમૈથુન એક સામાન્ય, સ્વસ્થ અને આનંદદાયક અનુભવ હોવા છતાં તેને મહિલાઓના સંદર્ભમાં ખોટા દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. જો કે, સ્ત્રીઓની તુલનામાં પુરુષો વધુ અને વધુ તીવ્રતાથી હસ્તમૈથુન કરે છે. સ્ત્રીઓ આ અનુભવનો પુરુષો કરતાં ઓછો ઉપયોગ કરે છે. જો આપણે જેન્ડર ગેપની વાત કરીએ તો પણ મહિલાઓના જાતીય વર્તનમાં હસ્તમૈથુનને બહુ ઓછું સ્થાન મ‌ળે છે. મહિલાઓ હસ્તમૈથુનનો આનંદ માણી શકે છે. એકલા સેક્સ કરવાની પણ પોતાની મજા છે. માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ એકલા સેક્સનો આનંદ માણી શકે છે. હા, જેમ પુરુષો હસ્તમૈથુનનો આનંદ માણે છે તેમ સ્ત્રીઓ પણ એકલા હસ્તમૈથુન કરીને પોતાની જાતને પોતાની રીતે ઉત્તેજિત કરી શકે છે. જો કે, મહિલાઓને હસ્તમૈથુન દરમિયાન કેટલીકવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે તેમને ખબર નથી કે હસ્તમૈથુનની સાચી ટેકનિક શું છે. તમારો મૂડ સેટ કરો : હસ્તમૈથુન વખતે એવો જ મૂડ રાખો જેવો તમે તમારા પાર્ટનર સાથે સેક્સ કરી રહ્યા હો ત્યારે હોય છે. આવી સ્થિતિમાં હસ્તમૈથુન માટે પણ મૂડ બનાવવાની જરૂર છે. આ માટે તમે પહેલા તમારા બેડરૂમમાં લાઇટ અને મીણબત્તીઓ બંધ કરો. તમારું મનપસંદ સંગીત પણ વગાડો. તમે હસ્તમૈથુન કરતા પહેલાં કેટલીક રોમાંચક વસ્તુઓ પણ કરી શકો છો. તમે તમારા વિચારોમાં તમારા પાર્ટનરને યાદ કરી શકો છો. તમારો પાર્ટનર તમને કઇ રીતે સ્પર્શે છે, તેવું વિચારી તે સમય મુજબ જેવો મૂડ બનતો હોય તેવો બનાવીને પોતાને ઉત્તેજિત કરી શકો છો. ખાનગી વાતાવરણ : હસ્તમૈથુન કરતા પહેલાં ખાતરી કરો કે તમારું વાતાવરણ સંપૂર્ણપણે ખાનગી છે. તમે સંપૂર્ણપણે હળવા છો અને કોઈ તમને ખલેલ પહોંચાડશે નહીં. હસ્તમૈથુનનું આયોજન કરતા પહેલાં તમારા મોબાઈલને સાયલન્ટ કરો. ખાસ પ્રયાસ : સ્ત્રીના શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ ક્લિટોરિસ હોય છે. આ ફક્ત યોનિમાર્ગની અંદર જ થાય છે. તમે તમારી આંગળીઓ વડે તેને હળવા હાથે પ્રેમ કરો. આ તમને ઉત્તેજિત કરશે. તમારી આંગળીઓથી ક્લિટોરિસ અને તેની આસપાસના વિસ્તારને હળવા હાથે પંપાળો અને થોડું દબાણ કરી ઉત્તેજિત થવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમને આનંદ મળશે. હળવા હાથથી યોનિમાર્ગની આસપાસ અને અંદર મસાજ કરવાનું શરૂ કરો અને ધીમે-ધીમે તમારી ઝડપ વધારો. આ તમારા માટે ક્લાઈમેક્સ સુધી પહોંચવાનું સરળ બનાવશે. સેક્સ ટોય વિકલ્પ : જો તમે હસ્તમૈથુન દરમિયાન એક ડગલું આગળ વધવા માગો છો, તો તમે સેક્સ ટોયનો ઉપયોગ કરી શકો છો. સેક્સ ટોય તમને રિયલ સેક્સનો અહેસાસ કરાવશે અને તમે જલ્દી પરાકાષ્ઠાએ પહોંચી શકશો. વાઇબ્રેટર તમારી આંગળીઓનું કામ કરી શકે છે. મહિલાઓ માટે વાઇબ્રેટર શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો ચોક્કસ તમે હસ્તમૈથુનનો આનંદ માણી શકશો. હસ્તમૈથુન એ પોતાનામાં આનંદ મેળવવાનો એક સારો માર્ગ છે, પરંતુ તેને કરવાની સાચી રીત જાણવી જોઈએ. તમે તેના માટે કોઇ જાણીતા સેક્સોલોજિસ્ટની સલાહ લઇ શકો છો.medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...