તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમન ઇન ન્યૂઝ:હાઇબ્રિડ કૂલરનાં ઇનોવેટર ડો. પ્રિયંકા મોક્ષમાર

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડો. પ્રિયંકા અને તેમના પતિ પ્રણવે ભારતનું પહેલું હાઇબ્રિડ કૂલર બનાવ્યું છે જે એસીના ટોટલ બિલના ફક્ત દસ ટકા બિલમાં કાર્ય કરે છે

- જાનકી રાવલ

કોઈપણ નવી વસ્તુ શીખવાનો એક સાદો અને સરળ નિયમ હોય છે કે તમને જે પહેલેથી આવડે છે એ ભૂંસી નાખો અને નવું એકડે એકથી શીખવાની તૈયારી દાખવો. પાટીમાં જ્યાં લખેલું હોય ત્યાં સુધી એની પર ગમે તેટલું નવું લખો પણ એ સમજાય તેવી કોઈ શક્યતાઓ નથી. પાટી કોરી થાય તો જ સમજણનો સંચાર થાય. એક એકથી ચડિયાતા ભેજાં હોવા છતાં ભારત કેમ કોઈપણ ક્ષેત્રમાં વધુ પેટન્ટ નથી નોંધાવી શકતું? આવી સ્થિતિમાં કોઈ સ્ત્રી જ્યારે આવું કોઈ કાર્ય કરી જાય ત્યારે તેને બિરદાવવી એ આપણી ફરજ બની જાય છે.

મૂળ ઇન્દોરનાં અને મેનેજમેન્ટનું બેકગ્રાઉન્ડ ધરાવતા ડો. પ્રિયંકા મોક્ષમારે અને તેમના પતિ પ્રણવે ભારતનું પહેલું હાઇબ્રિડ કૂલર બનાવ્યું છે જે પરંપરાગત એસી જેવી જ ઠંડક આપે છે અને સાથે સાથે એસીના ટોટલ બિલના ફક્ત દસ ટકા બિલમાં કાર્ય કરે છે. આ ઉપરાંત આ કૂલર ઇકો ફ્રેન્ડલી હોવાને લીધે તેના થકી પર્યાવરણને લઘુતમ નુકસાન પહોંચે છે. આ કૂલર બનવાની યાત્રા અનોખી છે. પ્રણવે પોતાના પિતાને એર કૂલરમાં બરફના ટુકડા નાખતા જોયા હતા. એર કૂલરમાં બરફ નાખ્યા પછી એની કાર્યક્ષમતામાં વધારો થતો હતો. તેણે એ જ આઇડિયા પ્રિયંકા સાથે શેર કર્યો અને બંનેએ વાયુ નામનું હાઇબ્રિડ એર કૂલર બનાવ્યું. પેટન્ટથી માંડીને બીજી ઘણી બધી પ્રક્રિયામાં પ્રિયંકાએ પોતાની આવડત વડે સફળતા મેળવી. એક મોટી ફાર્મા કંપની દ્વારા એમને ઓર્ડર મળ્યો ત્યારે એટલી બધી મહેનત કરતાં હતા કે ઘણીવાર લંચ પણ ગાડીમાં લેવું પડતું હતું. તેમનો સંઘર્ષનો થોડાક વર્ષ ચાલ્યો પણ આ સમય દરમિયાન પ્રિયંકા અને પ્રણવે હિંમત ન ગુમાવી. તેમના જીવનમાં સૌથી મોટો ટર્નિંગ ત્યારે આવ્યો જ્યારે મ્યુઝિકના બાદશાહ એવા એ.આર.રહેમાન દ્વારા તેમને બોલાવવામાં આવ્યાં. એ.આર.રહેમાને તેમની ચેન્નઈ ઓફિસ પર વાયુ ઇન્સ્ટોલ કરાવ્યું. આ પ્રોજેક્ટ પછી પ્રિયંકા અને પ્રણવના આ પ્રોજેક્ટને સારી એવી લોકપ્રિયતા મળી અને પછી તો તેમને દેશ અને વિદેશમાં આ પ્રોડક્ટને શોકેસ કરવાનો તેમને મોકો મળ્યો.

આ જોડીનાં ઇનોવેશન સાથે સાથે આ બંને વ્યક્તિઓના લગ્નની યાત્રા પણ રસપ્રદ છે. મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે નિમણૂક પામેલા પ્રિયંકાના પિતા નેવી ઓફિસર હતા. તેમને એ જ કંપનીમાં કામ કરતાં પ્રણવ ગમી ગયેલાં અને નેવી ઓફિસર એવા પિતાને પોતે પ્રણવ સાથે લગ્ન કરવા ઈચ્છે છે તે જણાવવું ખૂબ જરૂરી હતું. પ્રિયંકાએ જ્યારે પ્રણવ સાથે લગ્ન કરવાની પોતાની ઇચ્છા વિશે ઘરમાં જણાવ્યું ત્યારે ઘરમાં તો જાણે ભૂકંપ આવી ગયો. આ લગ્ન માટે પ્રિયંકાના પિતા તૈયાર નહોતા. બંને પક્ષે ખાસ્સી મહેનત બાદ તેઓના લગ્ન શક્ય બન્યા અને અત્યારે પાવની અને જાનવી નામની બે સુંદર દીકરીઓના માતા-પિતા પણ બની ચૂક્યા છે. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ડો. પ્રિયંકાને વુમન ઓફ ચેન્જ એવોર્ડ દ્વારા પણ પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. આજે પ્રિયંકા પોતાના પરિવાર સાથે પોતાના રસની દુનિયામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો