સેક્સ સેન્સ:મધુરજનીની મહત્ત્વની વાત

3 મહિનો પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

લગ્નગ્રંથિથી જોડાતી બે વ્યક્તિઓ માટે તેમના જીવનની નવી શરૂઆત ખૂબ મહત્ત્વની હોય છે. તેમાં પણ મહત્ત્વની બાબત ગણાતી મધુરજની અને સેક્સ એ તેમના જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. તે સમયે માત્ર શરીરનું મિલન નહીં પણ બે આત્માઓનું મિલન પણ થતું હોય છે. પરંતુ એવું બની શકે છે કે પહેલીવાર સેક્સ કર્યા પછી તમારા પાર્ટનરને શરમ આવતી હોય તો શારીરિક સંબંધ બાંધતા પહેલા આ વિષય પર તમારા પાર્ટનર સાથે ચોક્કસ વાત કરવી જોઇએ. સેક્સ શું છે તે વિશે બંનેને પૂરતી સમજ હોવી ખૂબ જરૂરી છે. તે તમને તમારા જીવનસાથીની નજીક લાવે છે. બંને પોતાની વર્જિનિટી ગુમાવે છે. વર્જિનિટી ગુમાવવી એટલી સરળ નથી જેટલી લોકોને લાગે છે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે સેક્સથી ઘણી પીડા થાય છે. આ પીડા થોડી ઓછી થાય તે માટે તમારે અને તમારા જીવનસાથીએ ઉતાવળ ન કરવી જોઈએ. સૌપ્રથમ તમારા જીવનસાથી પ્રત્યેની લાગણીઓને જાગૃત કરો. તેને સ્પર્શ, સંવાદ અને પ્રેમ દ્વારા ધીરે ધીરે અનુભવો. તમે એકબીજાને ચુંબન કરી શકો છો જેથી તમારા બંનેની ઉત્તેજના વધી જાય. ગાલને ચુંબન કરો, શરીરના અન્ય ભાગોને ચુંબન કરો. તેનાથી શારીરિક અને માનસિક આકર્ષણ અને ઉત્તેજના વધશે. તમે તમારા પાર્ટનરને સેક્સ માટે પ્રેમથી વાત કરીને ઉત્તેજિત કરી શકો છો. તમારા જીવનસાથી દ્વારા કે પછી તમારી જાતે હસ્તમૈથુન કરી શકો છો. ફોરપ્લે કરો જેમાં ચુંબન કરવું, એકબીજાને પ્રેમથી સ્પર્શ કરવો જરૂરી છે. જ્યારે તમે પહેલીવાર સેક્સ કરો છો ત્યારે તમારા શરીરને શું થાય છે તે સમજવું બંને માટે થોડું મુશ્કેલ હોય છે. જ્યારે તમે પહેલીવાર સેક્સ કરો છો, ત્યારે શરીરમાં એવા કોઈ ચિહ્નો નથી કે જેનાથી જાણી શકાય કે તમે સેક્સ કર્યું છે. સેક્સ દરમિયાન વ્યક્તિ જોરશોરથી અથવા ઝડપથી શ્વાસ લેવાનું શરૂ કરે છે. આ સામાન્ય લક્ષણ છે. તે માત્ર સેક્સની શારીરિક પ્રકૃતિને કારણે છે. સેક્સ દરમિયાન લોહીનો પ્રવાહ વધે છે. જેના કારણે વલ્વા પર પણ સોજો આવી શકે છે પરંતુ સેક્સ પૂર્ણ થયા બાદ શરીર ફરીથી પહેલાંની જેમ સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. ઘણી સ્ત્રીઓમાં યોનિમાર્ગમાં હાઈમન મેમ્બ્રેન હોય છે. જ્યારે તમે પહેલીવાર સેક્સ કરો છો તે સમયે આ પટલ ફાટી જાય છે. જ્યારે પહેલીવાર સેક્સ કરો છો ત્યારે કેટલીકવાર હાઇમન પટલ ફાટી શકે છે. આ હળવા રક્તસ્રાવનું કારણ બની શકે છે. મોટાભાગે પહેલીવાર સેક્સ વખતે રક્તસ્ત્રાવ થાય જ તે જરૂરી નથી. કેટલીક યુવતીઓનું સેક્સ વિના પણ અજાણતામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ અથવા કસરત દરમિયાન હાઈમન મેમ્બ્રેન તૂટી ચૂક્યંુ હોય છે. કેટલીક જાણકારી જરૂરી ઘણા લોકો પહેલીવાર સેક્સ કરતા અચકાતા હોય છે. તો અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. 1. જીવનસાથીની સંમતિનું ધ્યાન - તમારે તમારા જીવનસાથીની સંમતિનું સન્માન કરવું પડશે. તમારે જાણવું પડશે કે તે સેક્સ માટે સંમત છે કે નહીં. એકબીજાનો વિચાર જાણ્યા પછી સંમતિ સાથે જ સેક્સ કરવું યોગ્ય રહે છે. 2. સાવચેતીનો ઉપયોગ - પ્રથમ વખત સેક્સ કરતી વખતે સલામતીનું ધ્યાન રાખો કારણ કે આ રીતે ગર્ભાવસ્થા ટાળી શકાય છે. જો તમે બાળકનું પ્લાનિંગ નથી કરતા તો પ્રોટેક્શનનો ઉપયોગ કરો. જેથી કરીને તમે પ્રેગ્નન્સીની ચિંતા કર્યા વગર સેક્સનો આનંદ માણી શકો. 3. નવા પ્રયોગો ટાળો - તમારે સેક્સ કરવા માટે કંઇક અલગ કરવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. પ્રથમ વખત કંઇક અલગ કરવાનો પ્રયાસ કરવો તે યોગ્ય નથી અને તમારો પ્રયાસ પાર્ટનરનો મૂડ બગાડે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. 4. સ્વચ્છતાનું ધ્યાન - તમારે સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડશે. નખ કાપેલા રાખો. હાથને સારી રીતે સાફ કરો. જ્યારે પણ તમે સેક્સ કરો ત્યારે નવા કોન્ડોમનો ઉપયોગ કરો. સ્વચ્છતાના અભાવે મહિલાઓની યોનિમાર્ગમાં ઈન્ફેક્શન થઈ શકે છે. સેક્સ પહેલાં અને તરત જ પેશાબ જરૂરથી કરો. 5. પીરિયડ્સ દરમિયાન સેક્સ - જો તમારી સ્ત્રી પાર્ટનર પીરિયડ્સમાં છે, તો આ સમય દરમિયાન સેક્સ કરવા માટે તેમની સંમતિ ચોક્કસ લો. 6. જાણકારી જરૂરી - સેક્સ કરતા પહેલાં સેક્સ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. તમે કોઈ નજીકની વ્યક્તિ સાથે અથવા સેક્સોલોજીસ્ટ સાથે વાત કરો, જે સેક્સ કેવી રીતે કરવું તેની વિશે જાણકારી આપી શકે છે. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...