તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોબન છલકે:આકર્ષણના પડદા પાછળ વાસનાનો ખેલ

મોસમ મલકાણી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકાશે જેવો દુપટ્ટો હટાવવા હાથ લંબાવ્યા કે તેના હાથ રોશનીનાં શરીર સાથે ટકરાઇ ગયા. આ સ્પર્શ સાથે જ પ્રકાશને જાણે શરીરમાં વીજળીનો કરંટ લાગ્યો હોય એવો આંચકો લાગ્યો

અમદાવાદ જેવા મોટા શહેરમાં રહીને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહેલો પ્રકાશ રજાઓમાં ઘરે આવ્યો તો તેને પોતાના બેડરૂમના એટેચ્ડ બાથરૂમમાં યુવતીનાં અંત:વસ્ત્રો જોઇને ભારે આશ્ચર્ય થયું. જોકે તે કોઇ સવાલ કરે એ પહેલાં જ તેની માતાએ સ્પષ્ટતા કરી દીધી કે તેમનાં બાળપણની મિત્રની દીકરી રોશનીને તેમના શહેરની કોલેજમાં એડમિશન મળતા હવે તે તેમની સાથે જ રહેશેે. પ્રકાશ તો અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યો હતો એટલે માતાએ તેનો રૂમ રોશનીને ફાળવી દીધો હતો. પ્રકાશ પોતાના રૂમ માટે બહુ પઝેસિવ હતો તે નહોતો ઇચ્છતો કે રોશની તેના રૂમમાં કોઇ જ ફેરફાર કરે. તે આ વાતની સૂચના રોશનીને આપવા ઇચ્છતો હતો પણ માતાએ જણાવ્યું કે રોશની પોતાના માટે કપડાંનું શોપિંગ કરવા ગઇ છે. મોડી સાંજે રોશની પરત આવી તો તેનું કાતિલ સૌદર્યં જોઇને પ્રકાશના હોશ ઉડી ગયા. રોશનીનો સુંદર ચહેરો અને દેહના આકર્ષક વળાંકોએ જોઇને તેનું દિલ ખુશ થઇ ગયું. રોશની પણ જાણે પ્રકાશનાં સુગઠિત ફિટ બોડીથી મોહિત થઇ ગયો હોય એમ તક મળે ત્યારે તિરછી નજરે તેની સામે જોઇ લેતી હતી. બીજા દિવસે રોશનીએ શોપિંગમાં જે નવો ડ્રેસ લીધો હતો તે પહેરીને બતાવ્યો. પ્રકાશનાં માતાએ તો ડ્રેસના બહુ વખાણ કર્યા પણ પ્રકાશ કંઇ ન બોલ્યો. પ્રકાશનાં માતા મંદિરે દર્શન કરવાં ગયા પછી રોશની પછી પ્રકાશની પાછળ પાછળ ગઇ અને પૂછ્યું, ‘શું તમને મારો આ ડ્રેસ ન ગમ્યો?‘ રોશનીની વાત સાંભળીને પ્રકાશે કહ્યું, ‘જો તારે આ શહેરમાં રહીને ભણવું હશે તો આ શહેરની છોકરીઓ જેવાં કપડાં પહેરવા પડશે. અહીં ડ્રેસ પર દુપટ્ટો નાખવાની ફેશન નથી...‘આટલું કહીને પ્રકાશે જેવો દુપટ્ટો હટાવવા હાથ લંબાવ્યા કે તેના હાથ રોશનીના સુડોળ ઉભાર સાથે ટકરાઇ ગયા. આ સ્પર્શ સાથે જ પ્રકાશને જાણે શરીરમાં વીજળીનો કરંટ લાગ્યો હોય એવો આંચકો લાગ્યો. આવો જ કંઇક અનુભવ રોશનીને થયો અને બંને વચ્ચે તારામૈત્રક રચાયું. પ્રકાશને પહેલાં લાગ્યું કે રોશનીને તેની આ હરકતથી ખરાબ લાગશે પણ તેના આશ્ચર્ય વચ્ચે તેને લાગ્યું કે રોશનીની આંખો ઠપકો નહીં પણ જાણે પ્રેમમાં વધારે આગળ વધવાનું આમંત્રણ આપી રહી હતી. રોશનીની આંખોની ભાષા વાંચીને પ્રકાશ ધીમે ધીરે તેનાં નાજુક અંગોને સ્પર્શ કરવા લાગ્યો અને આ સ્પર્શથી રોશનીનાં આખા શરીરમાં જાણે કરંટ ફરી વળ્યો અને ભારે ઉત્તેજનાના કારણે એનું શરીર જાણે શિથિલ થઇ ગયું. પ્રકાશે કંઇક વિચાર્યું અને પછી રોશનીના કાન પર હળવું લવબાઇટ કરીને કહ્યું, ‘ચાલ, અંદરના રૂમમાં જઇએ...‘ આટલું કહીને પ્રકાશ તેને હાથમાં ઉચકીને અંદરના રૂમમાં લઇ ગયો અને ભરપૂર એકાંતમાં તેમણે એ બધું જ કર્યું જે તેઓ નહોતાં કરવાં ઇચ્છતાં. પ્રકાશનાં માતા જ્યારે દર્શન કરીને પરત આવ્યાં ત્યારે બંનેએ પોતાનું વર્તન સંયમિત કરી દીધું હતું પણ બંનેની આંખો જાણે મનની અધૂરી ઇચ્છાઓ વ્યક્ત કરી રહી. રાત્રે પ્રકાશનાં માતાએ જ રોશનીને કહ્યું, ‘પ્રકાશ ઘણાં દિવસો પછી ઘરે આવ્યો છે તો એને ઉપર પોતાના રૂમમાં જ સુવા દેજે. મેં તારી વ્યવસ્થા ઉપર જ બાજુના રૂમમાં કરી છે કારણ કે ત્યાં એસી છે. મને બિલકુલ એસી નથી ફાવતું અને ગરમીમાં તને એસી વગર નિંદર નહીં આવે.‘ પ્રકાશનાં માતાનો આ પ્રસ્તાવ સાંભળીને બંનેનાં દિલ જોરથી ધડકવા લાગ્યાં અને આંખોના ઇશારાઓએ જાણે રાતની એક એક મિનિટનો પ્લાન બનાવી નાખ્યો. રાતની એકલતામાં બંનેએ ફરીથી ઉત્તેજનાસભર ક્ષણોનો આનંદ માણ્યો. આવી જ રીતે આવેગપૂર્ણ દિવસો ફટાફટ પૂરા થઇ ગયા અને પ્રકાશની રજાઓ પૂરી થઇ ગઇ. પ્રકાશ અમદાવાદ પરત ફરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે રોશનીએ સ્પષ્ટતા કરી કે તે કોલેજમાં ભ‌ણવા આવી એનાં અઠવાડિયા પહેલાં જ તેની સગાઇ થઇ ગઈ હતી, પણ આમ છતાં તે શારીરિક ઉન્માદના વહેણમાં તણાઇ ગઇ હતી. તેણે પ્રકાશને સ્પષ્ટ શબ્દોમાં ભવિષ્યમાં તેની પાસેથી કોઇપણ અપેક્ષા ન રાખવાનું કહી દીધું હતું, સામે પક્ષે પ્રકાશની નજર સામે પણ તેની અમદાવાદની ગર્લફ્રેન્ડનું કાયાનું કામણ તરવરી રહ્યું હતું. આમ, બંને પોતપોતાના રસ્તે આગળ વધી ગયા.

અન્ય સમાચારો પણ છે...