તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન ઇન ન્યૂઝ:ઇન્ડિયન નેવીમાં સર્જન વાઇસ એડમિરલ બનનાર પ્રથમ મહિલા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શીલા મથાઇ એવાં ચોથા મહિલા અધિકારી જે ભારતીય આર્મ્ડ ફોર્સમાં 3 સ્ટાર રેન્ક સુધી પહોંચ્યા છે

26 ઓગસ્ટ, 2021નો દિવસ ઇન્ડિયન નેવી માટે ખાસ હતો. આ દિવસે સર્જન રિયર એડમિરલ શીલા સામન્તા મથાઇ, NM, VSM,ને સર્જન વાઇસ એડમિરલનાં પદ પર પ્રમોટ કરવામાં આવ્યા છે. હવે તેઓ ડિરેક્ટર જનરલ આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસ અંતર્ગત આવતી આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસનાં ડિરેક્ટર જનરલ (ઓર્ગનાઇઝેશન એન્ડ પર્સનલ)ની જવાબદારી નિભાવશે. તેઓ પહેલાં વેસ્ટર્ન નેવલ કમાન્ડ ખાતે કમાન્ડ મેડિકલ ઓફિસરની જવાબદારી નિભાવતાં હતાં. લાંબી કરિયર શીલા મથાઇ પુણેની આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજનાં ગ્રેજ્યુએટ છે. શીલા અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતા. તેમના અભ્યાસકાળ દરમિયાન તેમને શ્રેષ્ઠ પર્ફોમન્સ બદલ કલિંગા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેઓ છેલ્લાં 36 વર્ષથી ભારતીય નેવીમાં ફરજ નિભાવી રહ્યાં છે. ઇન્ડિયન નેવીમાં આ રેન્ક સુધી ડાયરેક્ટ પહોંચનાર તેઓ સૌથી પહેલાં મહિલા છે. શીલા મથાઇ એવાં ચોથા મહિલા અધિકારી જે ભારતીય આર્મ્ડ ફોર્સમાં 3 સ્ટાર રેન્ક સુધી પહોંચ્યા છે. અભ્યાસમાં તેજસ્વી શીલા મથાઇ પીડિયાટ્રિશિયન છે અને તેમણે નીયોનેટોલોજીમાં સ્પેશિયાલાઇઝેશન કર્યું છે. તેમણે આ ડિગ્રી મુંબઇ યુનિવર્સિટીમાંથી મેળવી છે. 2003માં તેમને નીયોનેટોલોજિસ્ટ તરીકે તેમનાં કાર્ય બદલ તેમને કોમનવેલ્થ વિઝિટિંગ ફેલોશિપથી નવાજવામાં આવ્યાં હતાં. સર્જન વાઇસ એડમિરલ શીલા બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતાં અને તેમણે નેવીમાં પણ અનેક મહત્ત્વના પદનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ પુણેની આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજનાં પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતાં. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેવલ મેડિસિનના ડીન તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યાં છે. તેમણે INHS Asvini ખાતે કમાન્ડિંગ ઓફિસર તરીકે પ્રસંશાપાત્ર કામગીરી નિભાવી છે. નેવીના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પોર્ટ બ્લેર તેમજ ગોવા ખાતે નેવલ હોસ્પિટલ્સમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટની તેમજ મુંબઇ તથા પુણે ખાતે ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ તેમજ કેન્ટોન્મેન્ટ હોસ્પિટલ્સ શરૂ કરી હતી. આર્મીનું બેકગ્રાઉન્ડ શીલા મથાઇ ડિફેન્સનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેમનો શરૂઆતનો અભ્યાસ કોલકાતાની લોરેટો સ્કૂલમાં થયો છે અને તેમના પિતા આર્મીમાં સર્જન તરીકે કાર્યરત હતા. શીલાએ જીવનમાં બહુ જલ્દી માતા-પિતાનો સાથ ગુમાવી દીધો હતો પણ તેમણે પોતાના પિતાનાં જીવનમાંથી પ્રેરણા લઈને તેમના રસ્તે ચાલવાનું પસંદ કર્યું અને પુણેની આર્મ્ડ ફોર્સીસ મેડિકલ કોલેજમાંથી મેડિસિનનો અભ્યાસ કરીને આર્મ્ડ ફોર્સનો હિસ્સો બનવાનું પસંદ કર્યું હતું. તેમણે ન્યૂરોલોજિસ્ટ કે. આઇ. મથાઇ સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરી છે. તેમની દીકરીએ હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ઇન્ડિયન નેવીમાં કામ કરવાનો શાનદાર અનુભવ પોતાના એક ઇન્ટરવ્યૂમાં શીલા મથાઇએ ઇન્ડિયન નેવીમાં કામ કરવાનો પોતાનો અનુભવ જણાવ્યો છે. તેમણે કહ્યું છે કે ‘જે વ્યક્તિઓ પોતાનાં પ્રોફેશનમાં નોંધપાત્ર કામ કરવાની સાથે સાથે રસ હોય એવી બીજી પ્રવૃત્તિઓ કરવાની તક મળે છે. મેં એક સારા ડોક્ટર બનવા માટે તેમજ દેશની સેવા કરવા માટે આર્મીમાં કામ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો અને મને એ વાતની ખુશી છે કે મારી બંને ઇચ્છાઓ પૂરી થઇ છે. હું દેશની સેવા કરવાની સાથે પારિવારિક જીવનનો આનંદ પણ માણી શકી છું. ઇન્ડિયન નેવીમાં પુરુષ અને મહિલા બંનેને સમાન તકઆપવામાં આવે છે અને હંમેશા મેરિટને પ્રાધાન્ય મળે છે. મને અહીં કામ કરવાનો આનંદ છે.‘

અન્ય સમાચારો પણ છે...