તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમનોલોજી:સ્ત્રી સન્માનનું પહેલું પગલું : મમ્મીનો સશક્ત ઉછેર

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સદ્્ભાગ્યે આજની પેઢી ખાસ્સી સશક્ત અને સ્પષ્ટ વિચારો સાથે જીવનારી છે. ઘરમાં કોઈ પણ પરિવર્તન લાવવા માટે સંબંધ વિચ્છેદની જરૂર નથી

પિતાજી કે કહેને સે મેને જો કિયા વો તુમ્હે કરને કી ઝરૂરત નહીં હે, જા સિમરન જી લે અપને ઝિંદગી...’ ફિલ્મ ‘ દિલવાલે દુલ્હનિયાં લે જાએંગે’માં ફરીદા જલાલ (માતા) કાજોલ (દીકરી)ને તેના પ્રેમી સાથે ભાગી જવાની સલાહ આપી ત્યારે આવું કંઇક બોલ્યાં હતાં એ યાદ છે? રૂઢિચુસ્ત અને પિતૃસત્તાક પરિવારની એક વડીલ સ્ત્રી છૂપા ખૂણેપોતાની દીકરી અને આવનારી પેઢીને દરેક દીકરી પાસે પૂરેપૂરી વૈચારિક સ્વતંત્રતા રહે એવું ઈચ્છે છે. કોઈ પણ સંવેદનશીલ અને વિચારશીલ સ્ત્રી પોતાની દીકરી કે પુત્રવધૂ રૂઢિને કારણે ઓળખ ખોઇ બેસે તે ના ઈચ્છે. આવી પાંખો સંકોરીને પાંજરામાં બેસી ગયેલ માતા, સાસુ કે કોઈ પણ વડીલ સ્ત્રી માટે તમે નવી પેઢી તરીકે શું કરી શકો? તમે તમારી માતાનું સ્ત્રીત્વ, એની ગરિમા, એના ખોવાઈ ગયેલા અધિકાર મેળવવા માટે સશક્ત કરી શકો...એના સ્વભાવમાં ઘર કરી ગયેલી પિતૃસત્તાક માનસિકતાને ઓછી કરી શકો. એક દીકરી તેની માતાનો નવો ઉછેર કઈ રીતે કરી શકે? આ પ્રશ્નનો જવાબ શોધવાં ગૂગલ નહીં કરવું પડે. જે પરિવારમાં સ્ત્રીને ચુસ્ત દાયરામાં અને વણલખ્યા નિયમોમાં બાંધી હોય એ સ્ત્રી પણ પોતાની દીકરીના ઉછેરમાં મુક્ત વાતાવરણ આપવાનો પ્રયત્ન કરે અને પોતે જે નથી કરી શકી તે દીકરી કરી શકે એવી અદમ્ય ઈચ્છા ધરાવે છે. સદ્્ભાગ્યે આજની પેઢી ખાસ્સી સશક્ત અને સ્પષ્ટ વિચારો સાથે જીવનારી છે. જે રીતે તેઓ અન્યાય નથી સાંખી લેતા એ જ રીતે સમજણ વિકસે ત્યારે પોતાની આસપાસના વાતાવરણમાં પણ અન્યાય ના થાય તેની પૂરી કાળજી લે છે. તમે મમ્મીનો અવાજ બની શકો, તમે ઘરની ભાષા બદલી શકો. ઘરમાં કોઈ પણ પરિવર્તન લાવવા માટે સંબંધ વિચ્છેદની જરૂર નથી. ધારો કે તે વધુ શિક્ષણ ના લઇ શકી તો ફરી કોલેજમાં એડમિશન લેવાના હવાઈ કિલ્લા કરવાને બદલે એને ગમતાં પુસ્તકો અપાય, એના રસના જે કોઈ વિષય હોય એમાં તે વધુને વધુ માહિતી મેળવી શકે તેવી ગોઠવણ કરી શકાય.જો ઘરેલુ હિંસા કે દુર્વ્યવહારનો ભોગ બનતી હોય તો કાનૂની કાર્યવાહી માટે પણ એની સાથે રહી શકાય. સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ ભંવરીદેવી યાદ છે? રાજસ્થાનના સાવ અંતરિયાળ ગામડાની ભંવરીદેવીને બાવીસ વર્ષ સુધી પોલીસ થાણા અને કોર્ટ કેસમાં એની દીકરીએ સાથ આપ્યો. ભંવરીદેવી ક્યારેય સ્કૂલનાં પગથિયાં ન ચડી શક્યાં, પરંતુ એમની દીકરી શિક્ષક છે અને માત્ર માતાનો નહીં પણ આખા પીડિત મહિલા વર્ગનો અવાજ બની શકી છે. જો એ વડીલ સ્ત્રી આર્થિક રીતે સ્વાવલંબી ના હોય તો સ્વમાન ઘવાય નહીં તે રીતે આર્થિક સહાય કરી શકાય. બીજા તેને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણે ત્યારે તમે પણ એ પ્રવાહમાં આવ્યા વગર એની સ્વતંત્ર ઓળખને અકબંધ રાખવામાં મદદ કરો. સાંસારિક જીવનના પૂર્વાર્ધમાં જે કંઈ છૂટી ગયું હોય અને જે અધૂરું રહ્યું હોય તે દરેક ઈચ્છા અને કામને પૂરી કરવામાં એની સાથે રહેવાનું છે એટલું જ. ખાલી મમ્મીને જ નહીં પણ પરિવારની કોઈ પણ વડીલ સ્ત્રીને જ્યારે મદદ કરો ત્યારે ન એમાં મજાક હોવો જોઈએ કે ના કોઈ ઉપકારની ભાવના. નારી ચેતનાનું પહેલું સરનામું તમારું ઘર છે . meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો