સેક્સ સેન્સ:પ્રથમ પળ બને યાદગાર જીવન બને સદાબહાર

3 મહિનો પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

આપણે જાણીયે છીએ કે જાતીય આનંદ તે બે વ્યક્તિને જોડતું સૌથી મજબૂત પાસું છે. જાતીય આનંદ માણવો તે બે વ્યક્તિના જીવનની સૌથી સુંદર પળ અને મહત્ત્વપૂર્ણ ક્ષણ છે અને તેની દરેક ક્ષણને માણવી જોઈએ. દરેક વ્યક્તિના જીવનમાં જ્યારે તે પહેલીવાર સમાગમ કરે છે તે ખૂબ મહત્ત્વની બાબત હોય છે. તે વ્યક્તિ જીવનમાં તે પળ ક્યારેય ભૂલી શકતી નથી. જોકે, પહેલીવાર સેક્સ કરતી વખતે છોકરાના કે છોકરીના કે પછી બંનેના મનમાં ડર હોવો સ્વાભાવિક છે પરંતુ દરેક વ્યક્તિ પોતાના જીવનની પહેલી જાતીય આનંદની પળોને યાદગાર બનાવી શકે છે. ફોરપ્લેનો આનંદ પહેલીવાર સેક્સની પળોને યાદગાર બનાવવા માટે એ જરૂરી છે કે તમે ફોરપ્લેને એન્જોય કરો કારણ કે સેક્સ કરતાં ફોરપ્લે વધુ મહત્ત્વનું છે. તમે ફોરપ્લેમાં જેટલો વધુ સમય આપશો તેટલો જ વધુ તમે સેક્સનો આનંદ માણી શકશો. સાવધાની આ એક એવી વસ્તુ છે જે તમને કોઈપણ ડરથી બચાવે છે, પરંતુ તમે તમારી સેક્સ પળોને સરળતાથી માણી શકો છો. સાવધાનીથી જાતીય સંબંધ બાંધવાથી તમે માત્ર પ્રેગ્નેન્સીથી નથી બચી શકતા પણ પરંતુ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોથી પણ બચી શકો છો. સાથે જ તમે તમારી પળોને ખૂબ જ સુંદર અને યાદગાર બનાવી શકો છો. સંપૂર્ણ ઉત્સાહ તમે સેક્સ કરતા પહેલાં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે બંને પાર્ટનર સંપૂર્ણ રીતે ઉત્સાહિત છે કે નહીં. જો આવું ન થાય અને તમે ઉતાવળમાં સેક્સ કરવાનું શરૂ કરો, તો તમે તમારી સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણને ગુમાવી શકો છો. બહુ વિચારશો નહીં જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સ કરવાનું મન બનાવી લીધું છે અને બંને સહમત છો તો તે સમયે કોઈ પણ બાબતને લઈને તણાવ ન હોવો જોઈએ. જો તણાવ હશે તો તમે સેક્સ દરમિયાન પાર્ટનર પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. પહેલ કરો એવું નથી કે તમારા જીવનસાથીએ પહેલ કરવી જોઈએ. તમે પણ પહેલ કરી શકો છો. તેનાથી તમારા પાર્ટનરને સારું લાગશે અને તે તમને સપોર્ટ પણ કરશે. તેનાથી બંને પાર્ટનર સેક્સનો વધુ આનંદ માણી શકશે. દેખાડો ન કરો ઘણી વખત એક પાર્ટનર બીજા પાર્ટનરને વધુ જાણકાર અથવા એક્સપર્ટ હોવાનું જણાવતા હોય છે. આવી વાતો તમારા પાર્ટનર માટે નિરાશાજનક બની શકે છે. પહેલીવાર સેક્સ દરમિયાન આવું કંઈ ન કરો, પરંતુ ખૂબ જ સામાન્ય રહો અને બહુ દેખાડો ન કરો. વાતચીત સમાગમની શરૂઆત કરતા પહેલા એકબીજા સાથે વાત કરવી ખૂબ જરૂરી છે. આનાથી તમે એકબીજાની વધારે નજીક આવી શકશો અને સમાગમનો આનંદ માણી શકશો. આ સાથે જ તમારા બંનેની વચ્ચે રહેલો સંકોચ પણ દૂર થઇ જશે. અંતરંગ પળો ગાળો જો શક્ય હોય તો સેક્સ પહેલાં બંને ભાગીદારોએ થોડો સમય અંતરંગ અવસ્થામાં વિતાવવો જોઈએ, ભલે તમે ફક્ત વાત કરો કે ફોરપ્લે કરો પરંતુ વધુ ઉત્સાહિત થશો નહીં. તમે આ કહેવત તો સાંભળી જ હશે કે ધીરજનાં ફળ મીઠાં હોય છે. આ અહીં પણ લાગુ પડે છે. તમે જેટલા વધુ ધીરજ રાખશો તેટલી વધુ યાદગાર અને મનોરંજક તમે પ્રથમ વખત સેક્સની પળો યાદગાર બનાવી શકશો. આનંદ માણો સેક્સની પહેલી ક્ષણને માણવા માટે તમારે પણ એટલો જ આનંદ લેવો જોઈએ. તમારા પાર્ટનરને ખુશ કરવા માટે તે કહે તે મુજબ કરતા રહેવું તે પણ યોગ્ય નથી. બંને જણાએ ભરપૂર આનંદ માણવો જોઇએ. વધારે અપેક્ષા ન રાખો એવું જરૂરી નથી કે તમે પહેલીવાર સેક્સ કરી રહ્યા હો એટલે તમે તે ક્ષણને ખૂબ જ એન્જોય કરશો. કહેવાનો અર્થ એ કે તમારા પાર્ટનર પાસેથી વધારે અપેક્ષા ન રાખો પણ પ્રયત્ન કરો કે તમે તમારા પાર્ટનરને વધારેમાં વધારે સાથ આપી શકો. જેનાથી બંને આ ક્ષણ માણી શકો અને તેનો આનંદ લઇ શકો. જો તમે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમે તમારા પ્રથમ સમાગમને ખૂબ જ એન્જોય કરશો એટલું જ નહીં પરંતુ પહેલીવારનો તમારો જાતીય જીવનનો આનંદ તમારી ખાસ પળોમાં પણ સામેલ થઈ જશે. જીવનમાં નવી શરૂઆત કરવા માટે જાતીય જીવનની પણ શરૂઆત સુંદર અને યાદગાર રીતે થાય તે જરૂરી છે. તેથી બંને પાર્ટનરે પોતાના મનને અને તનને એકબીજા માટે સંપૂર્ણ ખુલ્લાં મૂકી દેવા જોઇએ. જેથી કરીને જીવનની આ પળોને હંમેશાં માટે યાદગાર અને સંતોષ આપનાર બનાવી શકાય. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...