તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલું સુખ તે...:નિયમિત કસરત કરવાનો દૃઢ નિશ્ચય જ જીતાડી દેશે અડધી બાજી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ એક્સરસાઇઝ રૂટિનની શરૂઆત કરતા પહેલાં ફેમિલી ડોક્ટરને કન્સલ્ટ કરીને તમારી શારીરિક સ્થિતિની માહિતી મેળવી લેવી જોઇએ. જે લોકો ભારે મહેનતવાળી એક્સરસાઇઝ પહેલી વખત કરી રહ્યા હોય એમના માટે તો આમ કરવું બહુ જરૂરી છે

નિયમિત કસરત કરવાની આદત સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. જો વ્યક્તિનું મનોબળ દૃઢ હોય તો જ તે પોતાની રોજિંદી જીવનશૈલીમાં કસરતનો સમાવેશ કરી શકે છે અને આ જીવનશૈલીનું લાંબા સમય સુધી પાલન કરવા માટે ડિસિપ્લિનની જરૂર પડતી હોય છે. જો તમે નિયમિત રીતે કસરત કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો એની કઇ રીતે શરૂઆત કરવી એ વિશે તમને ખબર ન હોય કેટલાક ખાસ મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઇએ. તમારી પાસે રોજિંદા જીવનમાં કસરતનો સમાવેશ કરીને અને પછી એને લાંબા સમય સુધી નિયમિત કઈ રીતે કરી શકાય અને એ વિશે પાયાની માહિતી હોવી જરૂરી છે. નિયમિત કસરત કરવાથી તમારી માનસિક શક્તિ વધે છે, ગંભીર બીમારીઓ થવાની શક્યતા ઘટે છે અને વજન પર કાબૂ રાખી શકાય છે. એરોબિક્સ, સ્ટ્રેન્થ, કેલિસ્થેનિક્સ, HIIT (high intensity interval training), બૂટ કેમ્પસ, ફ્લેક્સિબિલિટી એન્ડ સ્ટેબિલિટી જેવી એક્સરસાઇઝ કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તમે આ તમામ એક્સરસાઇઝ અલગ-અલગ કે પછી કોમ્બિનેશનમાં કરી શકો છો. જો કે નવા વર્કઆઉટ રૂટિનની શરૂઆત કરતા પહેલાં કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 1. કોઇ એક્સરસાઇઝ રૂટિનની શરૂઆત કરતા પહેલાં ફેમિલી ડોક્ટરને કન્સલ્ટ કરીને તમારી શારીરિક સ્થિતિની માહિતી મેળવી લેવી જોઇએ. જે લોકો ભારે મહેનતવાળી એક્સરસાઇઝ પહેલી વખત કરી રહ્યા હોય એમના માટે તો આમ કરવું બહુ જરૂરી છે. જો તમને કોઇ શારીરિક સમસ્યા હશે તો એક્સરસાઇઝ રૂટિન શરૂ કરતાં પહેલાં કરવામાં આવેલાં ચેક-અપમાં એની માહિતી મળી જશે. જો કસરત કરવાથી તમને કોઇ ઇજા થવાનું જોખમ હશે તો પણ એની માહિતી ચેક-અપ પછી મળી જશે. 2. એક્સરસાઇઝ રૂટિનની શરૂઆત કરતી વખતે કોઇ સરળ અને સહેલાઇથી થઇ શકે એવી કસરતથી કરવી જોઇએ. શરૂઆતમાં અઠવાડિયાના કેટલાક દિવસો વોકિંગ કરવાની પ્રેક્ટિસ કરવી જોઇએ. થોડા દિવસ સુધી આ પ્રેક્ટિસ કરીને તમે જ્યારે બીજી એક્સરસાઇઝ કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઇ જાઓ પછી જ આગળ વધવું જોઇએ. ખાસ વાત તો એ છે કે શક્ય હોય ત્યાં સુધી શરીર બેઠાડું ન બને એનું ધ્યાન રાખીને શારીરિક રીતે એક્ટિવ રહો. 3. કસરત શરૂ કરતી એક્સરસાઇઝના પાયાના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક્સરસાઇઝ રૂટિનનું સફળ શરૂઆત થઇ શકે એ માટે મોટિવેશન બહુ જરૂરી છે. મોટિવેશન વગર દુનિયાની કોઇ પણ સલાહ તમને સારું પરિણામ નહીં આપે. યાદ રાખો કે મોટિવેશન રાતોરાત અનુભવાતી લાગણી નથી. એ રોજ લેવાતા નાના નિશ્ચયનું લાંબા ગાળે મળતું સંયુક્ત પરિણામ છે. જો તમારી પાસે નિયમિત કસરત કરવાના અનેક કારણો હશે તો તમને શરીરને સક્રિય રાખવાના કારણ પણ મળી જ જશે. જો તમે એકવાર દૃઢ નિશ્ચય કરીને શરૂઆત કરી તો અડધી બાજી જીતી ગયા સમજો. વર્કઆઉટ શરૂ કરવાનો પ્લાન Â સ્ટેપ 1 : તમને જે વસ્તુઓ કરવી ગમતી હોય એના વિશે વિચારો. એવી પ્રવૃતિઓની યાદી બનાવો જે તમને શારીરિક રીતે સક્રિય અને હૃદયને મજબૂત રાખવામાં મદદ કરતી હોય. Â સ્ટેપ 2 : આ પ્રવૃતિને ઓછામાં ઓછી 60 મિનિટ સુધી તમારી જીવનશૈલીમાં કઈ રીતે સમાવી શકાય એનો પ્લાન બનાવો. Â સ્ટેપ 3: કઇ જગ્યાએ અને કોની સાથે વર્કઆઉટ કરવાનું પસંદ કરશો એ નક્કી કરી લો. Â સ્ટેપ 4 : વજન ઉતારવો કે પછી મસલ્સ બનાવવાનો...તમારો જે ગોલ હોય એની નોંધ કરો. આ ગોલ લખીને રાખવાથી તમે એના પ્રત્યે વધારે જવાબદાર બનશો. Â સ્ટેપ 5 : સફળતાને ટ્રેક કરો. સફળતાની લાગણીનો અહેસાસ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું પ્રોત્સાહન આપશે. Â સ્ટેપ 6 : આગળ વધતા રહો! જો તમે હજી શરૂઆત જ કરી હોય તો કેટલાક નવા પ્રયોગ કરો. આમ કરવાથી તમને નવી વસ્તુઓનો અનુભવ મળશે અને અહેસાસ થશે કે તમને કદાચ HIIT અથવા તો સ્વિમિંગ જેવી એક્સરસાઇઝ કરવામાં આનંદ મળે છે. જોકે એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે શરૂઆત કરતા હો ત્યારે વધારે પડતી કસરત ન કરો. તમારા શરીરને સમજો અને એને અનુકૂળ એક્સરસાઇઝને ઓળખો. એ વાત સમજી જવાની જરૂર છે કે ફિટનેસ એક યાત્રા છે અને રાતોરાત શેપમાં આવી જવું શક્ય નથી. ફિટનેસના ગોલ સુધી સતત આગળ વધવા માટે કેટલીક આદતોમાં પરિવર્તન કરવાની જરૂર પડે છે જેને ‘એક્સરસાઇઝ એડપ્ટેશન’ તરીકે ઓળખવામાં આવે છે. વેઇટમાં મોડિફિકેશન, રિપીટેશન્સ, ઇન્ટેન્સિસિટી, સ્પિડ ડ્યુરેશન, એક્સરસાઇઝના પ્રકારમાં પરિવર્તન અને બીજી બાબતોમાં ફેરફાર કરીને એક્સરસાઇઝની શૈલીમાં પરિવર્તન કરી શકાય છે. જોકે આ પરિવર્તન કરતી ‌વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે એક સમયે એક પરિવર્તન જ યોગ્ય છે. ફિટનેસ પર ધ્યાન આપવું હોય તો હંમેશાં હાઇડ્રેટેડ રહો, બેલેન્સ્ડ ડાયટનું સેવન કરો, એક્સરસાઇઝ પહેલાં વોર્મ અપ એક્સરસાઇઝ કરો, એક્સરસાઇઝ પછી કૂલ ડાઉન થાઓ અને તમારાં શરીરને સાંભળો. મોટિવેશન જળવાઇ રહે એ માટે કોમ્બિનેશન વર્કઆઉટ કરો, જિમ જોઇન કરો અથવા તો ગ્રુપ વર્કઆઉટ ક્લાસનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...