તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજાવટ:ફોલ્સ સીલિંગની સજાવટ ઘરની સુંદરતાને લગાવે ચાર ચાંદ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરની દીવાલની સજાવટ માટે ઘણા વિકલ્પો છે પણ છતને આકર્ષક લુક આપવા માટે ઝુમ્મર સિવાય બહુ ઓછા વિકલ્પો છે. જોકે ઘરને સુંદર બનાવા ઇચ્છતી ફેશનપરસ્ત વ્યક્તિઓ ફોલ્સ સીલિંગનો વિકલ્પ પસંદ કરે છે. સારી રીતે ડિઝાઇન કરાયેલી આવી સીલિંગ ઘરને રોયલ અને ક્લાસી લુક આપે છે

ઘરની સજાવટમાં દીવાલો અને છતનો ફાળો મહત્ત્વનો છે. ઘરની દીવાલની સજાવટ માટે ઘણા વિકલ્પો છે પણ છતને આકર્ષક લુક આપવા માટે ઝુમ્મર સિવાય બહુ ઓછા વિકલ્પો છે. જોકે ઘરને સુંદર બનાવા ઇચ્છતી ફેશનપરસ્ત વ્યક્તિઓ ફોલ્સ સીલિંગનો વિકલ્પ પસંદ કરે છે. આની મદદથી છત એટલે કે સીલિંગને પણ સજાવીને ઘરને અનેરો લુક પ્રદાન કરી શકાય છે. }તાપમાનનું સેટિંગ સામાન્ય રીતે લોકો ડ્રોઇંગ રૂમ, ચિલ્ડ્રન્સ રૂમ અને બેડરૂમમાં ફોલ્સ સીલિંગ કરાવે છે. એ માટે જે મોટા ભાગે થર્મોકોલ અથવા પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી તૈયાર કરવામાં આવે છે. આવી પોપ ફોલ્સ સીલિંગનો એક લાભ એ છે કે તમને કોઇ પણ મોસમમાં છતની કોઇ પ્રકારની પરેશાની રહેતી નથી. એના કારણે શિયાળા, ઉનાળા કે ચોમાસામાં રૂમનું ટેમ્પરેચર જળવાઇ રહે છે. }પ્રકાશની વ્યવસ્થા ડ્રોઇંગ રૂમમાં પોપ ફોલ્સ સીલિંગ એવા પ્રકારની કરવામાં આવે છે કે લાઇટિંગ પણ તેની અંદર જ સેટ થઇ જાય છે અથવા તો પોપ સીલિંગ હોય તેની અંદર એલઇડી બલ્બ ફિટ કરવામાં આવે છે. ડ્રોઇંગરૂમમાં જ્યારે પોપ ફોલ્સ સીલિંગ બનાવવામાં આવે છે, ત્યારે તેમાં કલર ફર્નિચર સાથે મેચિંગ હોય એવા પસંદ કરવામાં આવે છે. વળી, આમાં લાઇટ્સ અંદરની તરફ ફિટ કરેલી હોવાથી તમે ગેસ્ટ સાથે બેઠાં હો કે ટીવી જોતાં હો તો રૂમમાં પૂરતો પ્રકાશ રહે. ડ્રોઇંગરૂમ અથવા લિવિંગરૂમમાં હાર્ટ શેપની પોપ ફોલ્સ સીલિંગ પણ બનાવવામાં આવે છે, જેમાંથી હળવો પ્રકાશ આખા રૂમમાં પથરાતો હોય છે. હાર્ટ શેપની ફોલ્સ સીલિંગ, આછો પ્રકાશ વાતાવરણને રોમેન્ટિક બનાવવાની સાથોસાથ તમે પણ કેટલા રસિક છો તેનો પણ અહેસાસ કરાવે છે. આ રીતે બનાવેલી પોપ ફોલ્સ સીલિંગ અતિથિઓનું ધ્યાન આકર્ષવાની સાથે ઘરને પણ અનેરો લુક પ્રદાન કરે છે. }ચિલ્ડ્રન્સ રૂમમાં ખાસ વ્યવસ્થા બાળકોને ગરમી કે વધારે પડતી ઠંડીથી બચાવવા માટે ચિલ્ડ્રન્સ રૂમમાં પણ પોપ ફોલ્સ સીલિંગ કરાવડાવી શકો છો. ચિલ્ડ્રન્સ રૂમમાં લાઇટ્સ પોપ ફોલ્સ સીલિંગની બહાર લગાવડાવવી જેથી બાળકોને રમવામાં કે વાંચવા-લખવામાં પૂરતો પ્રકાશ મળી રહે. તે સાથે જ દીવાલ પર એકાદ-બે લેમ્પ વધારે લગાવડાવવા. બાળકોના રૂમની ફોલ્સ સીલિંગ તમે એને ગમતાં હોય એવાં કાર્ટૂન કેરેક્ટરની ફંકી ડિઝાઇન પણ કરાવી શકો છો. }ફોલ્સ સીલિંગના ફાયદા ફોલ સીલિંગ કરાવ્યા બાદ છતની ઊંચાઈ 4થી 5 ઇંચ સુધી ઓછી થઈ જાય છે પરંતુ એનાથી રૂમના ભીંત અને છત પરના ડાઘા કે અન્ય ખામીઓ છુપાઈ જાય છે. આના કારણે રૂમની સુંદરતામાં વધારો થતો જોવા મળે છે. સીલિંગની અંદર લગાવવામાં આવતી ક્રોમા લાઇટ્સ ઘરને ભવ્ય લુક આપે છે. ફોલ્સ સીલિંગ તમારી છતને સુરક્ષાનું આવરણ પણ આપે છે અને એરકન્ડિશનનું પરફોર્મન્સમાં પણ સુધરે છે. ફોલ્સ સીલિંગ રૂમની સુંદરતામાં વધારો કરે છે પણ એ હંમેશાં જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે જ કરાવવું અને ક્વોલિટીમાં ક્યારેય સમાધાન કરશો નહીં. છતની ઊંચાઈ ઓછી હોય તો વધારે લેયર્સના બદલે સિંગલ્સનો ઉપયોગ કરીને ડિઝાઇન કરાવશો તો તમારી છત વધારે નીચે લાગશે નહીં. આ ફોલ્સ સીલિંગમાં પણ ડિઝાઇનના અનેક વિકલ્પો મળે છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે વિકલ્પની પસંદગી કરે છે. કેટલાક સ્ક્વેર ડિઝાઇન તો કેટલાક રાઉન્ડ ડિઝાઇન પર પસંદગી ઉતારે છે. ફોલ્સ સીલિંગમાં ડાર્ક અને લાઇટ કલર્સ એમ બંને વિકલ્પો સારા લાગે છે. જો રૂમની દિવાલો અને ફર્નિચરનું ડેકોર લાઇટ હોય તો જ ડાર્ક રંગના વિકલ્પની પસંદગી કરવી કારણ કે ડાર્ક દીવાલો સાથે ડાર્ક ફોલ્સ સીલિંગનું કોમ્બિનેશન રૂમને નાનો હોય એવો આભાસ ઉભો કરશે.

અન્ય સમાચારો પણ છે...