તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમન ઇન ન્યૂઝ:મધ્યમવર્ગીય પરિવારની દીકરી બની ટોચની અમેરિકન એક્ઝિક્યુટિવ

12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દિવ્યાએ પહેલાં સીએની અને પછી સીએફએની ડિગ્રી મેળવી હતી. આ પછી તેણે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો

- મીતા શાહ

ચેન્નાઇના મધ્યમવર્ગીય પરિવારમાં પિતાનું અકાળે અવસાન થતા મુસીબતોનો પહાડ તૂટી પડે છે. બેંકમાં કામ કરતી માતાએ સંઘર્ષ કરીને બે દીકરીઓને એકલાહાથે ઉછેરી અને સારું શિક્ષણ આપ્યું. આમાંથી એક દીકરી આજે અમેરિકામાં ટોચની એક્ઝિક્યુટિવ ગણાય છે અને એનું નામ છે દિવ્યા સૂર્યદેવરા. દિવ્યા હાલમાં અમેરિકન ઇ-કોમર્સ પેમેન્ટ્સ કંપની ‘સ્ટ્રાઇપ’માં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરની જવાબદારી નિભાવી રહ્યાં છે. આ પહેલાં તેઓ જનરલ મોટર્સ જેવી ખ્યાતનામ કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરની જવાબદારી નિભાવી ચૂક્યાં છે. સીએફઓ તરીકે દિવ્યાની નિયુક્તિથી જનરલ મોટર્સ મહિલા સીઇઓ અને સીએફઓ ધરાવતી ફોર્ચ્યુન 500 કંપની બની ગઇ હતી. દિવ્યા સંઘર્ષ કરીને જાતમહેનતથી આગળ આવેલી યુવતી છે અને તેનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે.

સંઘર્ષ અને ઉચ્ચ અભ્યાસ દિવ્યાએ સ્કૂલનો અભ્યાસ ચેન્નાઇની સેન્ટ જોન્સ સિનિયર સેકેન્ડરી સ્કૂલમાંથી કર્યો હતો તેમજ યુનિવર્સિટી ઓફ મદ્રાસની ઇથિરાજ મહિલા કોલેજમાંથી કોમર્સમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. કોમર્સમાં ગ્રેજ્યુએટ થયા પછી દિવ્યાએ પહેલાં સીએની અને પછી સીએફએની ડિગ્રી મેળવી હતી. આ પછી તેણે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. કોલેજનું ભણતર પૂરું કર્યા બાદ હાવર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરવા માટે 22 વર્ષની વયે અમેરિકા આવ્યાં હતાં. દિવ્યાએ ગ્રેજ્યુએશન કરતી વખતે પ્રાઇસવોટરહાઉસકૂપર્સ જેવી ખ્યાતનામ કંપનીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. આ અનુભવ તેને જીવનમાં બહુ કામ આવ્યો હતો અે તેને પ્રોફેશનલ દુનિયામાં કામ કરવા માટે માનસિક રીતે તૈયાર કરી હતી. 2002માં તેણે વર્લ્ડ બેંકમાં ઇન્ટર્નશીપ કરી હતી. 2004માં દિવ્યાએ જનરલ મોટર્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને આ જ કંપનીમાં 2013માં તેની સીએફઓ અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 2017માં દિવ્યાએ જનરલ મોટર્સના કોર્પોરેટ ફાઇનાન્સ વિભાગના વાઇસ પ્રેસિડન્ટ બનવાની સિદ્ધિ મેળવી હતી.

નવી શરૂઆત જનરલ મોટર્સમાં 13 વર્ષના અત્યાર સુધીના પોતાના કાર્યકાળમાં દિવ્યા ત્રણ મોટી રેટિંગ એજન્સીઓ પાસે કંપનીનું રેટિંગ વધારવામાં સફળ રહ્યાં હતાં. 2020માં દિવ્યાએ જનરલ મોટર્સમાંથી રાજીનામું આપી દીધું હતું અને હાલમાં તેઓ હાલમાં અમેરિકન ઇ-કોમર્સ પેમેન્ટ્સ કંપની ‘સ્ટ્રાઇપ’માં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરની જવાબદારી નિભાવી રહ્યાં છે. દિવ્યાએ Fortune’s 40 Under 40 યાદીમાં 2015માં અને 2018માં સ્થાન મેળવ્યું છે.

હકારાત્મક અભિગમ દિવ્યાએ નાની ઉંમરે પોતાના પિતાને ગુમાવ્યાં હતાં. તેના અને તેની બહેનના ઉછેરની સંપૂર્ણ જવાબદારી તેની માતા પર આવી પડી હતી. દિવ્યાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, એકલે હાથે બાળકોનો ઉછેર કોઇપણ માતા માટે અઘરું હોય છે, પરંતુ અમારી પાસેથી તેની ઊંચી અપેક્ષાઓએ જ અમને જીવનમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રેરણા આપી છે. દિવ્યાએ કહ્યું કે અમે શીખ્યા કે કંઇ પણ સરળ નહોતું. તમે જે ઇચ્છો તે મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. માત્ર ઇચ્છા કરવાથી કંઇ નથી મળતું પણ એ ઇચ્છાને સાકાર કરવા માટે પ્રયાસો કરવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો