તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેશન:યોગ્ય વિન્ટરવેરની પસંદગી વધારે સુંદરીની સુંદરતા અને સ્માર્ટનેસ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિન્ટરવેર પર્સનાલિટીને નિખારવામાં મહત્ત્વનો ફાળો આપે છે. જોકે એની ખરીદી કરતી વખતે સ્કિન ટોન, કલર કોમ્બિનેશન અને મટિરિયલને ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ

- પાયલ પટેલ

શિયાળાની ઠંડીમાં આકર્ષક વિન્ટરવેર હૂંફ તો આપે જ છે પણ સાથે સાથે સ્ટાઇલમાં પણ વધારો કરે છે. શિયાળામાં વિન્ટરવેર પર્સનાલિટીને નિખારવામાં મહત્ત્વનો ફાળો આપે છે. જોકે એની ખરીદી કરતી વખતે સ્કિન ટોન, કલર કોમ્બિનેશન અને મટિરિયલને ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ. - સ્કિન ટોન પ્રમાણે કલરની પસંદગી વિન્ટર વેરની પસંદગી કરતી વખતે તમારી ત્વચાના રંગનો ટોન ધ્યાનમાં જરૂર રાખો. ત્વચાના રંગનો ટોન ચેક કરવા હાથની ત્વચા જુઓ. જો હાથની ત્વચા ગોરી હોય તો ડાર્ક રંગના વિન્ટર વેરની પસંદગી કરો અને હળવો રંગ પહેરવાનું ટાળો. જો ત્વચાનો ટોન ઓલિવ હશે તો તમારા પર પીળા કે ગ્રીન શેડનો કોઇપણ રંગ સારો લાગશે. જો તમારી ત્વચાનો રંગ ડાર્ક હશે તો તમારા પર તમામ બ્રાઇટ રંગ સારા લાગશે.

- કલર કોમ્બિનેશનનું રાખો ધ્યાન વિન્ટર વેરની પસંદગી વખતે કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખો. ફેશનવર્લ્ડનો નિયમ છે કે જ્યારે બ્રાઇટ કલરનું બ્લેક કે વ્હાઇટ રંગ સાથે કોમ્બિનેશન કરવામાં આવે છે ત્યારે બ્રાઇટ કલરનો નિખાર વધી જાય છે. તમે બ્રાઇટ વિન્ટર વેર પહેરવાનું પ્લાનિંગ કરી રહ્યા તો એની સાથે બ્લેક કે પછી ડાર્ક રંગનું ટ્રાઉઝર પહેરવાનો વિકલ્પ પસંદ કરો. - મટિરિયલ મેટર્સ વિન્ટર વેર માટે યોગ્ય રંગની પસંદગીનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ એના લુકનું છે. વિન્ટર વેરમાં મટિરિયલ પણ ખાસ રોલ ભજવે છે. પોલિસ્ટર, કોટન અને ઉનનું મટિરિયલ વિન્ટર વેર માટે પર્ફેક્ટ સાબિત થાય છે.

- વિન્ટર વેર માટે 6 સુપર સ્ટાઇલિશ રંગ બ્રાઇટ ઓરેન્જ : હાલમાં બ્રાઇટ ઓરેન્જ રંગની ફેશનની દુનિયામાં છવાયેલી છે. બ્રાઇટ ઓરેન્જના અનેક શેડ્સ ઉપલબ્ધ છે. આ શેડ્સ દરેક વયજૂથની વ્યક્તિને સારા લાગે છે. આ બ્રાઇટ ઓરેન્જના વિન્ટર વેર અલગ અલગ કટ અને ડિઝાઇનમાં ટ્રેન્ડમાં છે. મિલિટરી ગ્રીન : મિલિટરી ગ્રીન રંગ રફ અને ટફ લુક પસંદ હોય એવા યુવકો અને યુવતીનો પસંદગીનો રંગ બની ગયો છે. આ રંગ બ્લેક અને બ્લુ રંગ પછી વધારે ડિમાન્ડમાં છે. જો તમને આમાં કંઇક અલગ કલર ટોનની ઇચ્છા હોય તો ખાખી રંગ પણ સારો વિકલ્પ સાબિત થાય છે. વાઇન : જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ સ્ટાઇલિશ અને ફેશનેબલ વિન્ટર વેરની ડિમાન્ડ પણ વધતી જાય છે. હાલમાં વાઇન રંગ બહુ ડિમાન્ડમાં છે. આ રંગ દરેક વયની વ્યક્તિઓ પર સારો લાગે છે. આ રંગ ડિઝાઇનર્સનો પણ ફેવરિટ છે. આ રંગ ઉષ્માનું પ્રતીક છે. મસ્ટર્ડ યલો : મસ્ટર્ડ યલો રંગના વિન્ટર વેર તમારા ડ્રેસિંગને અલગ જ લુક આપે છે. આ રંગ ઠંડીમાં હૂંફ આપે છે. જ્વેલ ટોન્સ : જ્વેલ ટોન અત્યારે બહુ લોકપ્રિય બન્યો છે. બોમ્બર જેકેટ્સથી માંડીને નિટવેરમાં આ શેડ્સમાં અનેક વેરાયટી મળે છે. બ્રાઉન : વર્ષો સુધી માત્ર શૂઝ અને બેલ્ટ સુધી જ બ્રાઉન રંગનો દબદબો હતો પણ હવે આ રંગ વિન્ટર વેરમાં હોટ ફેવરિટ બન્યો છે. આ સૌથી વર્સેટાઇલ રંગ છે અને દરેક વયની વ્યક્તિ પર તેમજ દરેક સ્કિન ટોન પર સારો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો