તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેન્ટિંગ:બાળક પણ બને છે ડિપ્રેશનનો ભોગ, ઓ‌ળખો લક્ષણો

મમતા મહેતા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો બાળકમાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાતાં હોય તો પેરન્ટ્સે આ લક્ષણોને ગંભીરતાથી લેવાની જરૂર છે

COVID-19 મહામારીએ આપણા જીવનને ઘણી રીતે બદલી નાખ્યું છે. આ મહામારીએ મેન્ટલ હેલ્થ પર પણ અસર કરી છે. ઘરના પુખ્ત વયના લોકો તો કોરોના વાયરસના કારણે ઉદાસીનતાથી ઘેરાઈ રહ્યા છે ત્યારે ઘરમાં રહેલા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. એક એવી માન્યતા પ્રવર્તે છે કે, હંમેશા હસતા રહેતા અને ખુશ રહેતા લોકોને ક્યારેય ડિપ્રેશન ના આવે. બાળપણના ડિપ્રેશન વિશે તો આપણા ત્યાં કોઈ વાત જ નથી કરતું. આપણા ત્યાં લોકો એવું માને છે કે બાળકો નાના હોવાથી તેમને ડિપ્રેશન જેવી સમસ્યા નથી થતી પણ આ વાત સાચી નથી. અનેક કારણો જવાબદાર ભારતમાં બાળકોનાં ડિપ્રેશનને કોઈ ગંભીરતાથી લેતું નથી. એક સર્વે પછી માહિતી મળી છે કે અભ્યાસ, પારિવારિક સમસ્યા, આર્થિક પરિબળ, પિઅર પ્રેશર, પારિવારિક સંબંધોમાં સમસ્યા વગેરે જેવી અનેક બાબતો બાળકોમાં ડિપ્રેશનનું કારણ બને છે. બાળકોમાં ડિપ્રેશન ઓળખી ના શકાય તો તે તેમને આત્મહત્યા તરફ પણ દોરી જઈ શકે છે. આ માટે જ બાળકોમાં ડિપ્રેશનના લક્ષણો ઓળખવા જરૂરી છે. બાળકોમાં ડિપ્રેશનનાં લક્ષણો ગેમ કે પછી બીજી એક્ટિવિઝમાંથી બાળકોનો રસ ઉડી જાય, એના વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય તેમજ એને ધ્યાન કેંદ્રિત કરવામાં મુશ્કેલી પડે, પાચનતંત્ર બગડતું જાય અને બાળક નાની વાતમાં ચીડાઈ જાય, બાળકની ઊંઘમાં વધારો કે ઘટાડો થવો, બાળક સતત મોત અથવા આપઘાત વિશે વાત કરે...આ તમામ લક્ષણો દર્શાવે છે કે બાળકમાં વધતા ઓછા અંશે ડિપ્રેશનની અસર થઇ છે. જો તમારા બાળકમાં બે કે તેથી વધુ અઠવાડિયાથી નીચે મુજબના લક્ષણો દેખાતા હોય તો ડોક્ટરની મદદ લેવી જરૂરી છે. માતા-પિતાનો ઠપકો પણ પ્રેરે છે ડિપ્રેશન બાળકો પર ગુસ્સો કરવાથી અથવા તો તેને મારવાથી પણ તેમનામાં ડિપ્રેશન અને બેચેની વધે છે. માતા-પિતા ઘણીવાર બાળકોને ઠપકો આપે છે અને કેટલીક બાબતોમાં તેમને મારે પણ છે. તેનાથી બાળકોમાં ડિપ્રેશન અને બેચેની વધે છે કારણ કે તેની સીધી અસર તેમના મગજ પર પડે છે. એક રિસર્ચ પછી જાણવા મળ્યું છે કે બાળકો પર વધુ પડતી કડકાઇથી તેમનાં મગજના ઈમોશન્સને કંટ્રોલ કરતા ભાગ પર અસર પડે છે. પરિણામે તેનાથી બેચેની અને ડિપ્રેશન વધે છે. માતા-પિતાએ શું કરવું? જો બાળકમાં ડિપ્રેશનનાં લક્ષણો દેખાતાં હોય તો પેરન્ટ્સે આ લક્ષણોને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ સંજોગોમાં બાળકોનું ધ્યાન ડાઈવર્ટ કરવાની જરૂર હોય છે. તેમને બહાર વોક પર લઈ જવાં. તેમની સાથે આઉટડોર ગેમ્સ રમવી. આ સંજોગોમાં તેમને ફ્રેશ હવા અને તડકો મળે એ ખૂબ જરૂરી છે. જો આ સમસ્યા ચાલુ જ રહે તો ડોક્ટરની મદદ લેવી જોઈએ. બાળકો ડિપ્રેશનને કારણે દુઃખી નથી દેખાતાં, પરંતુ તેમનામાં ચીડિયાપણું દેખાય છે. તેમને પોતાને નથી ખબર પડતી કે તેઓ આવું કેમ કરે છે. ઘરના મોટા લોકોએ જ આ સંકેતો સમજવા પડશે. કેટલીક વાર ભૂતની વાર્તા સાંભળીને બાળકો હતાશ બની જતા હોય છે. આ સંજોગોમાં બાળકને આવી સામગ્રીથી શક્ય એટલું દૂર રાખવું.

અન્ય સમાચારો પણ છે...