તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લગ્ન દરેક યુવતીનું સપનું હોય છે. તે લગ્નના દરેક પ્રસંગે ખાસ લાગવા ઇચ્છતી હોય છે. સંગીત, મહેંદી અને રિસેપ્શન જેવા પ્રસંગોમાં પહેરવા માટે એ જહેમતપૂર્વક પોતાના બજેટ પ્રમાણે ડિઝાઇનર વેરની પસંદગી કરતી હોય છે. જોકે આ આ પ્રસંગોમાં લુક સારો લાગે એ માટે ડિઝાઇનર વેરની સાથે પરફેક્ટ ઇનરવેરની પસંદગી પણ જરૂરી છે કારણ કે આઉટફિટને યોગ્ય શેપ આપવામાં ઇનરવેરનું ખાસ મહત્ત્વ હોય છે. આ કારણે જ દુલ્હન હવે લગ્ન માટે ડિઝાઇનર કપડાંની સાથે સાથે બ્રાઇડલ લોન્જરી કલેક્શનની ખરીદી કરતી થઇ ગઇ છે. આ બ્રાઇડલ લોન્જરી કલેક્શનમાં અલગ અલગ સ્ટાઇલની બ્રાનો સમાવેશ થાય છે જે દરેક પ્રકારના ડ્રેસિંગ સાથે સારી લાગે છે. } બોલ્ડ લુક માટે બેસ્ટ જો તમે તમારી બેચલરેટ પાર્ટી માટે બોલ્ડ અથવા તો ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવા ઇચ્છતા હો તો એન્ટી સ્લિપ સ્ટ્રેપલેસ બ્રા સારામાં સારો વિકલ્પ સાબિત થાય છે. આનો અંડર વાયર સારામાં સારો સપોર્ટ અને કવરેજ આપશે. આના કારણે તમે ગમે તેટલા નાચશો કે કૂદશો તો પણ શરમજનક સ્થિતિમાં મૂકાવું નહીં પડે. પરફેક્ટ બ્રાની પસંદગી તમારામાં અલગ જ કોન્ફિડન્સનો સંચાર કરશે. }બ્રાઇડલ લોન્જરી જો તમે સગાઇમાં સાડી પહેરવાનું પ્લાનિગં કરી રહ્યા હો તો બ્લાઉઝ બ્રા સારામાં સારો વિકલ્પ છે. આ સ્ટાઇલમાં બ્લાઉઝમાં જ બિલ્ટ ઇન બ્રા હોય છે જેના કારણે તમારે કારણ વગર લેયર પહેરવાની જરૂર નહીં પડે. આ પેડેડ બ્રા સિમલેસ ફિનિશ અને પરફેક્ટ શેપ આપશે. જો તમે સંગીતમાં લહેંગા અને બેકલેસ ચોલીનું કોમ્બિનેશન પહેરવાના હો તો ઇન્વિઝિબલ સ્ટ્રેપ ડીપ નેકને પરફેક્ટ લુક અને સારામાં સારો સપોર્ટ આફશે. લગ્નન દિવસે લહેંગા-ચોલી સાથે પહેરવા માટે પુશઅપ બ્રા યોગ્ય વિકલ્પ છે. તે લુકને લિફ્ટ કરીને વધારે ગ્લેમરસ બનાવશે. }પોસ્ટ વેડિંગ કલેક્શન બ્રાઇડલ લોન્જરી કલેક્શન કેટલીક બ્રા એવી હોય છે જે અલગ અલગ પોસ્ટ વેડિંગ ફંક્શનમાં પહેરી શકાય છે. ટીશર્ટ બ્રાને તમે કુર્તી સાથે પહેરીને સીમલેસ ફિનિશ મેળવી શકો છો. આ સિવાય ઘરમાં રોજબરોજ પહેરવા માટે મિરેકલ બ્રા સારો વિકલ્પ છે. આ એકદમ લાઇટ અને સુવિધાજનક છે અને એ પહેર્યા પછી બ્રા પહેરી હોવાનો અહેસાસ પણ નહીં થાય અને વધારે રિલેક્સ રહી શકાશે. કલેક્શનમાં વંડર વાયર બ્રા પણ હોવી જોઇએ. એ કોઇ પણ પ્રકારની તકલીફ વગર વાયર્ડ બ્રા જેવો જ સપોર્ટ આપશે. આમાં મેટલ ફ્રી ફ્લેક્સી વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કારણે એ એકદમ કમ્ફર્ટેબલ હોય છે.
લોન્જરી એક્સેસરીઝ પણ છે જરૂરી
જો તમે તમારા વેડિંગ ફંકશનમાં બેકલેસ, ઓફ શોલ્ડર કે આ રીતના બીજા સ્ટાઇલીશ આઉટફિટ પહેરવાના હો તો આ કપડાંને પરફેકટ લુક આપવા માટે કેટલીક ખાસ એક્સેસરીઝની જરૂર પડશે. આ એક્સેસરીમાં ટેપ, એડહેસિવ, સિલિકોન અને સ્ટોકિંગ્સ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ એક્સેસરી આઉટફિટને સેટ થવા માટે મદદ કરે છે. બ્રાઇડ લોન્જરીનો સૌથી અગત્યનો ભાગ શેપવેયર છે જે વેડિંગ સેલિબ્રેશન્સની શરૂઆતથી લઇને છેલ્લે સુધી દુલ્હનને સારો લુક જાળવવામાં મદદ કરે છે. શેપવેયર પહેર્યા પછી ફિગર ટોન્ડ થઇ જાય છે અને ડ્રેસને પરફેક્ટ ફિનિશ મળે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.