તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સેસરીઝ:બેલ્ટ આપે બિન્દાસ લુક

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટાઇલિશ બેલ્ટ પહેરવાથી ડ્રેસની સુંદરતા તો વધે જ છે પણ સાથે સાથે પરફેક્ટ ફિગરનો લુક મેળવી શકાય છે.

- આસ્થા અંતાણી

બેલ્ટ યુવતીઓેને ફેશનેબલ લુક આપતી એક અનોખી એક્સેસરી છે. આ બેલ્ટ લેધર, ફેબ્રિક અથવા તો અન્ય મટિરિયલમાંથી બને છે. સામાન્ય રી યુવતીઓ જીન્સ સાથે આ પ્રકારના બેલ્ટ પહેરવાનું પસંદ કરે છે. જોકે કેટલાક ફેશનેબલ ડ્રેસ એવા હોય છે કે એની સાથે સ્ટાઇલિશ બેલ્ટ પહેરવાથી ડ્રેસની સુંદરતા તો વધે જ છે પણ સાથે સાથે પરફેક્ટ ફિગરનો લુક મેળવી શકાય છે. - લેધર બેલ્ટ : સારી ગુણવત્તાવાળા લેધર બેલ્ટ ક્લાસી લુક આપે છે. પહેલા લેધર બેલ્ટમાં માત્ર બ્લેક અને બ્રાઉન જેવા કેટલાક ગણતરીના રંગો જ ઉપલબ્ધ હતા પણ હવે તો ફેશનપરસ્ત યુવતીઓ માટે રંગરેરંગી લેધર બેલ્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે. પાતળો લેધર બેલ્ટ ઘેરવાળા ડ્રેસ પર અને થોડો જાડો લેધર બેલ્ટ સ્ટ્રેટ ડ્રેસ પર સારો લાગે છે. જો તમારી કમર પાતળી હોય તો એની પર જાડો લેધર બેલ્ટ સારો લાગે છે અને કમર થોડી જાડી હોય તો પાતળો લેધર બેલ્ટ પરફેક્ટ પસંદગી છે.

- પાતળો મેટાલિક બેલ્ટ : પાતળો મેટાલિક બેલ્ટ પ્લેન ડ્રેસ સાથે પરફેક્ટ લાગે છે. સાવ સાદા ડ્રેસમાં આ સ્ટાઇલનો બેલ્ટ પહેરવાથી સ્ટાઇલમાં વધારો થાય છે. મેટાલિક બેલ્ટ સાથે મેચિંગ સ્ટાઇલના ઇયરિંગ ગ્લેમરમાં વધારો કરે છે. આ પાતળો મેટાલિક બેલ્ટ કોલેજ જતી યુવતીઓ પર સારો લાગે છે. આ પાતળા મેટાલિક બેલ્ટમાં ચેઇનવાળી અથવા તો સાંકળ સ્ટાઇલના અંકોડાવાળી ડિઝાઇન વધારે લોકપ્રિય બની રહી છે. - ડ્રેસી બેલ્ટ : આ સ્ટાઇલના બેલ્ટ શીયર ડ્રેસ પર સારા લાગે છે. આવા ડ્રેસને ડ્રેસી બેલ્ટ ખાસ શેપ આપે છે અને એનો ચાર્મ અનોખો છે. આ પ્રકારના બેલ્ટના બક્કલમાં બો કે ફૂલની ડિઝાઇન સુંદર લાગે છે. આ પ્રકારના બેલ્ટ સિલ્કના ડ્રેસ સાથે કે પછી નેટના ડ્રેસ સાથે પહેરી શકાય છે. આ ડ્રેસી બેલ્ટ સાવ સાદા ડ્રેસને ગ્લેમરસ લુક આપે છે. જોકે ડ્રેસી બેલ્ટ પહેરવા માટે સપ્રમાણ ફિગર હોવું જરૂરી છે. જો ફિગર થોડું સ્થૂળ હોય તો આવા ડ્રેસી બેલ્ટ પહેરવાનું ટાળવું જોઇએ. - સ્ટ્રેચ વેસ્ટ બેલ્ટ : આ બેલ્ટ ઇલાસ્ટિક મટિરિયલનો બનેલો હોય છે. આના કારણે બેલ્ટ સ્ટ્રેચેબલ બની જાય છે. આ પ્રકારનો બેલ્ટ લૂઝ ડ્રેસ સાથે વધારે લાગે છે. જો તમારું ફિગર પર્ફેક્ટ હોય તો તમારે આ બેલ્ટ ટ્રાય કરવો જોઇએ. આ પહેર્યા પછી તમારું પરફેક્ટ ફિગર આકર્ષણનું કેન્દ્ર બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો