એક્સેસરીઝ:હેરસ્ટાઇલ વધારે સલૂણીની સુંદરતા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિના સમયે દાંડિયાનો ક્રેઝ ખાસ જોવા મળે છે. આ સમય દરમિયાન યુવતીઓ સુંદર લાગવા વિવિધ પ્રકારના મેકઅપ અને હેર સ્ટાઇલ પણ ટ્રાય કરતી રહે છે

વરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસિંગનું જેટલું મહત્ત્વ હોય છે એટલું જ મહત્ત્વ યોગ્ય હેરસ્ટાઇલનું હોય છે. નિયમિત રીતે જો વાળ ખુલ્લા રાખવામાં આવે તો વાળને નુકસાન થાય છે અને એ રાસ રમવામાં વચ્ચે પણ આવી શકે છે. નવરાત્રિના સમયે દાંડિયાનો ક્રેઝ ખાસ જોવા મળે છે. આ સમય દરમિયાન યુવતીઓ સુંદર લાગવા વિવિધ પ્રકારના મેકઅપ અને હેર સ્ટાઇલ પણ ટ્રાય કરતી રહે છે. વાળનો લુક બદલવા માટે ઘણી મહિલાઓ હેર સ્ટાઇલિંગ મશીનનો ઉપયોગ પણ કરે છે. આના કારણે વાળની સુંદરતા ઘટતી જાય છે. આ સંજોગોમાં ગરબા રમતી વખતે તમે વિવિધ પ્રકારની સરળ હેર સ્ટાઇલ ટ્રાય કરી શકો છો. આ હેરસ્ટાઇલ સ્ટાઇલિશ લુક આપશે અને વાળની જાળવણીમાં પણ મદદ કરશે. }સ્લિક્ડ બેકપોની : સ્લિક્ડ બેકપોની હેર સ્ટાઇલ બનાવવા માટે સૌ પ્રથમ વાળને સ્ટ્રેટનિંગ મશીનની મદદથી સ્ટ્રેટ કરી લો. ત્યાર બાદ હળવા હાથે આગળના ભાગમાં તેલ લગાવી લો. હવે કાંસકાની મદદથી ઊંચી પોની બનાવો, તેમાંથી જ એક લટ કાઢી લો, અને તેનાથી જ ટાઇટ પોની બાંધી લો. }ડોનટ બન નવરાત્રિમાં લાંબા વાળની સંભાળ મુશ્કેલ હોય છે અને આ કારણે એને યોગ્ય રીતે બાંધી રાખવા જરૂરી હોય છે. નવરાત્રિમાં વાળને સારી રીતે બાંધવા માટે ડોનટ બન ક્વિક, ઇઝી અને ટ્રેન્ડી હેરસ્ટાઇલ છે. આ હેર સ્ટાઇલ બનાવવા માટે પહેલા ઊંચી પોની બાંધી લો. ત્યાર બાદ પોનીના રાઉન્ડ બનની મદદથી ગોળાકાર અંબોડો બાંધી લો. નવરાત્રિમાં તમે તમારા ડ્રેસિંગને મેચિંગ હેર એક્સેસરીઝની મદદથી ડોનટ બનને સજાવી શકો છો. જો તમે સાડીમાં કંઇક અલગ હેર સ્ટાઇલ કરવા માંગો છો તો તમને મેસી હેર બન ખૂબ સારા લાગી શકે છે. }ફિશટેલ ફિશટેલ દેખાવમાં થોડી અઘરી હેર સ્ટાઇલ લાગશે, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં સરળ રીતે બની શકે છે. આ હેર સ્ટાઇલ બનાવવા માટે વાળને બે ભાગોમાં ડિવાઇડ કરો. હવે એક સાઇડમાંથી થોડા વાળ લો, તેની બીજી સાઇડથી લઇને ચોટલો બનાવતા જાઓ. આ હેર સ્ટાઇલ તમે ટ્રેડિશનલ કે વેસ્ટર્ન વેરમાં કરી શકો છો. આ ઇન્ડોવેસ્ટર્ન હેર સ્ટાઇલ છે. ફેશનિસ્ટા યુવતીઓની તે પહેલી પસંદ છે. આ હેરસ્ટાઇલ લુકને સિમ્પલ અને ક્લાસી બનાવશે.

અન્ય સમાચારો પણ છે...