તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સેસરીઝ:બેગ હાઇલાઇટ કરે છે પર્સનાલિટીનો પ્રકાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોટ બેગ સામાન્ય રીતે ટીનેજર્સના હાથમાં જોવા મળે છે જ્યારે સ્લિંગ બેગનો ઉપયોગ કરનારી મહિલા દિલથી કામ લેનારી હોય છે

ખૂબસૂરત અને સ્ટાઇલિશ બેગ પર્સનાલિટીને આકર્ષક લુક આપે છે. જોકે યુવતીની બેગની પસંદગી તેની પર્સનાલિટી પર પ્રકાશ ફેંકે છે. } હોબો બેગ : હોબો બેગ મોટી સાઇઝની હોય છે. એમાં જરૂરિયાતની તમામ વસ્તુઓ સમાઇ જાય છે. આ સ્ટાઇલની બેગનો ઉપયોગ કરનારી મહિલા પ્રેક્ટિકલ, ખુશમિજાજ અને પરફેક્શનનો આગ્રહ રાખનારી હોય છે. } સ્લિંગ બેગ : સ્લિંગ બેગ શોલ્ડર સ્ટ્રેપવાળી નાની બેગ હોય છે. આ પ્રકારની બેગ વાપરનારી મગજને બદલે દિલથી કામ લેતી હોય છે. એને બહુ સારી રીતે ખબર હોય છે કે ઘરથી દૂર હોય ત્યારે કઇ વસ્તુની જરૂર પડતી હોય છે. તે પોતાની સાથે બહુ સામાન નથી રાખતી. આ પ્રકારની બેગ વાપરનારી યુવતીઓ બહુ ક્રિએટીવ હોય છે. } બાઉલિંગ બેગ : બાઉલિંગ બેગ પસંદ કરતી મહિલા બહુ મજબૂત મનોબળ ધરાવતી હોય છે અને એને કોઇ મૂરખ નથી બનાવી શકતું. આ મહિલાઓ કોઇ ટ્રેન્ડને ફોલો નથી કરતી પણ તેમની પોતાની આગવી સ્ટાઇલ હોય છે. આ સ્ટાઇલની બેગ પસંદ કરતી મહિલાઓનું વર્તન મૈત્રીપૂર્ણ હોય છે. } ક્લચ : ક્લચ લઇને ફરવાનું પસંદ કરતી મહિલાઓની ચોઇસ ક્લાસી હોય છે. તેમને જે વસ્તુઓ ગમે છે તેને પોતાના દિલની નજીક રાખવાનું પસંદ હોય છે. ક્લચ પસંદ હોય એ મહિલાઓને લોકોને પ્રભાવિત કરતાં આવડે છે. } ટોટ બેગ : ટોટ બેગ સામાન્ય રીતે ટીનેજર્સ અથવા યુવાન મહિલાઓ હાથમાં જોવા મળે છે. ટોટ બેગ પસંદ કરનારી મહિલાઓ ફન લવિંગ, પ્રેક્ટિકલ અને વ્યસ્ત જીવન જીવનારી હોય છે. } અનેક ઝિપવાળી બેગ : વધારે ઝિપવાળી બેગ પસંદ કરનારી મહિલાઓને રિસ્ક લેવાનું પસંદ હોય છે. એ બહુ લાંબું વિચાર્યા વગર જ પોતાનું કામ શરૂ કરી દેવામાં માનતી હોય. છે.

અન્ય સમાચારો પણ છે...