તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેશન:ચરબીને છુપાવવાનોકિમીયો છે સ્ટાઇલિશ લુક આપતાં શેપવેર

પાયલ પટેલ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

શેપવેરનો ઉપયોગ લુકને વધારે ફિટ અને આકર્ષક બનાવવા માટે થાય છે. આ શેપવેરને વસ્ત્રોની નીચે પહેરવામાં આવે છે અને તે વણજોઇતી ચરબીને બહુ સારી રીતે છૂપાવી શકે છે. કોકટેલ ડ્રેસ, ઓફિસના ડ્રેસિંગ અને જીન્સ-ટી શર્ટ નીચે આ શેપવેર પહેરવાથી ટોન્ડ લુક મળે છે. શરૂઆતમાં આ શેપવેર બિલકુલ કમ્ફર્ટેબલ નહોતા અને તેઓ આડેધડ રીતે ચરબી પર દબાણ કરતા હતા. આના કારણે શરીર જાણે દબાણમાં હોય એમ લાગતું હતું. જોકે હવે માર્કેટમાં એવા શેપવેર મળે છે જે પહેરવામાં અત્યંત આરામદાયક મટીરિયલનાં બનેલા હોય છે. હવે તો અલ્ટ્રા અને લાઇટ સ્લિમ લુક આપતા શેપવેર ઉપલબ્ધ છે જે શરીરનો સંપૂર્ણ શેપ નથી બદલતાં. હવે તમે શરીરના કોઇ ખાસ અંગ જેમ કે નિતંબ, પેટ કે પછી મલ્ટિપલ અંગોને આવરી લેતા અલગ અલગ શેપવેર પણ પહેરી શકો છો. } યોગ્ય ફિટિંગવાળા શેપવેરની પસંદગી સારા લુક અને કમ્ફર્ટ માટે યોગ્ય ફિટિંગવાળા શેપવેરની પસંદગી જરૂર છે. તમે આની ખરીદી ઓનલાઇન પણ કરી શકો છો પણ શક્ય હોય ત્યાં સુધી સ્ટોરમાં જઇને ટ્રાય કરીને જ શેપવેરની ખરીદી કરવી જોઇએ. હાલમાં અલગ અલગ બ્રાન્ડના અને સ્ટાઇલનાં શેપવેર મળે છે. જો તમે કોઇ ખાસ ડ્રેસ સાથે શેપવેર પહેરવાનું પ્લાનિંગ કરતા હો તો શેપવેરની ખરીદી કરતી વખતે એ ડ્રેસ સાથે લઇ જાઓ જેથી પાછળથી કોઇ સમસ્યા ઉભી ન થાય. શેપવેરની પસંદગી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે એનાથી કોઇ ચમત્કાર નથી થઇ જવાનો. એ તમને સ્મૂધ લુક આપશે પણ એ પહેર્યા પછી તમે નાના સાઇઝના ડ્રેસમાં ફિટ નહીં થઇ શકો. વળી, વધારે પડતા ટાઇટ કપડાં પહેરવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે. વળી, લાંબો સમય સુધી શેપવેર કે સ્કિની જીન્સ પહેરવાથી ખાલી પણ ચડી શકે છે. આ કારણોસર વધારે ટાઇટ શેપવેર પહેરવાથી બચવું જોઇએ. }ઓફિસવેર સાથે પણ પહેરી શકાય જો યોગ્ય સાઇઝના શેપવેરની પસંદગી કરવામાં આવે તો એને કામના સ્થળે પણ પહેરી શકાય છે. આ શેપવેર પહેર્યા પછી આરામદાયક લાગવા જોઇએ શેપવેર પહેરવાથી બોડી આકર્ષક અને ટોન્ડ લાગે છે જેના કારણે કોન્ફિડન્સ અને સેલ્ફ એસ્ટિમમાં વધારો થાય છે. જોકે તમે રોજ શેપવેર પહેરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો એની સાઇઝ અને કમ્ફર્ટનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કલાકો સુધી આ શેપવેર પહેરવાને કારણે જો તમે યૂરિન પાસ કરવાનું ટાળશો તો યૂરિનરી ટ્રેક ઇન્ફેક્શન (UTI) જેવી સમસ્યા થઇ શકે છે. જો તમને બ્લેડર ઇન્ફેક્શન કે પછી રીફ્લક્સ જેવી શારીરિક સમસ્યા હોય તો લાંબા સમય સુધી શેપવેર પહેરવાનો વિકલ્પ યોગ્ય નથી. }સગર્ભાવસ્થા અને શેપવેર જો તમે સગર્ભા હો તો શેપવેર પહેરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ. માર્કેટમાં ખાસ મેટરનિટી શેપવેર મળે છે. ડોક્ટરની સલાહ લઇને એ પહેરી શકો છો. આ મામલે ડોક્ટર્સના મત અલગ અલગ હોઇ શકે છે પણ આ વિશે જાતે નિર્ણય લેવાના બદલે તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે જ નિર્ણય લો. શેપવેરના અલગ અલગ વિકલ્પ }ટાઇટ્સ : ટાઇટ્સ એ પગ અને નિતંબના વિસ્તારને આવરી છે. આ ટાઇટ્સમાં પણ આખા પગને આવરી લેતા અથવા તો ઘૂંટણ સુધીના વિકલ્પ મળે છે. આ ટાઇટ્સ નિતંબ વિસ્તારને આકર્ષક લુક આપે છે. }ફુલ બોડી સૂટ : ફુલ બોડી સૂટ નિતંબ અને કમર વિસ્તારના ઢીલાં સ્નાયુઓ અને ચરબીને આવરીને ફિટ લુક આપે છે. આની ડિઝાઇન એવી હોય છે કે બ્રેસ્ટને પણ યોગ્ય સપોર્ટ મળતાં લિફ્ટ મળે છે. જોકે ફુલ બોડી સૂટ ખરીદતી વખતે તએ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે એ પહેરીને સ્મૂધ લુક મળવો જોઇએ અને બધી જગ્યાએ ચરબીની જમાવટ ન થતી હોવી જોઇએ. }કેમિસોલ : કેમિસોલ શેપવેર કમરની ચરબી સંતાડવામાં મદદ કરે છે. એ સામાન્ય કપડાં જેવું જ લાગે છે પણ એને ટોપ નીચે પહેરવાથી છાતી અને કમર વિસ્તારની વધારાની ચરબી આરામથી છૂપાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો