તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજાવટ:ટેરાકોટાથી ઘરની સજાવટ લાગે ટકાટક...

દિવ્યા દેસાઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાકોટા એ સિરામિક માટીનો એક પ્રકાર છે. તેનો ઉપયોગ વિવિધ વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. ટેરાકોટાની વસ્તુઓ ખાસ પ્રકારની માટીને પકવીને બનાવવામાં આવે છે. હાલમાં હોમડેકોરમાં ટેરાકોટાનો ઉપયોગ ફરીથી ચલણમાં આવ્યો છે. ટેરાકોટા પેઇન્ટ પણ લોકપ્રિય છે. હવે ટેરાકોટાનો ઉપયોગ અવનવા શેડ્સનાં પેઇન્ટમાં તેમજ ફક્ત ઘરની સજાવટની એક્સેસરીમાં જ નહીં, પણ ઇન્ડોર ફિનિશમાં પણ ઇંટો અને શિલ્પો જેવા વિકલ્પોથી કરવામાં આવે છે. } બેઠકરૂમ બનાવો મનમોહક આધુનિક સ્ટાઇલના બેઠકરૂમમાં ટેરાકોટાનો ઉપયોગ એને રેટ્રો ટચ આપે છે. આ કારણે બેઠકરૂમમાં કુદરતી અને આધુનિક સજાવટનો સમન્વય થાય છે. ટેરાકોટાને આપણે ક્લાસિકલ, પરંપરાગત અથવા તો ગામઠી ઓળખ આપી છે પણ હકીકતમાં એ ઘર સજાવટનો આધુનિક વિકલ્પ બની ગયો છે. ટેરાકોટા આદર્શ ફ્લોર કવરિંગ વિકલ્પ પણ છે. જો તમે તમે બોહેમિયન શૈલીના ચાહક હો તો ટેરાકોટાથી દીવાલો પેઇન્ટ કરો, ફ્લોર પર રંગીન ગાદલાં મૂકો, ટેરાકોટાનાં શિલ્પો તથા એક સરસ પસંદ કરેલું વોલ પેઇન્ટિંગ ડ્રોઇંગરૂમને અનોખો લુક આપશે. આ સિવાય તમે તમારા ઇન્ડોર પ્લાન્ટને ટેરાકોટમાં સજાવીને ડ્રોઇંગરૂમમાં મૂકી એને વધારે આકર્ષક બનાવી શકો છો. }અજમાવો ટેરાકોટા ટાઇલ્સ રસોડાનાં પ્લેટફોર્મ, બાથરૂમના ફ્લોર અથવા દીવાલો પર ટેરાકોટા ટાઇલ્સ ખૂબ જ મનમોહક લાગે છે. ટાઈલ્સની પસંદગી માટે ટેરાકોટાના હળવા શેડ્સનો ઉપયોગ ઘરના એ રૂમને તેજસ્વી અને વધુ આરામદાયક જગ્યા બનાવશે. કુદરતી અને ઇકો-ફ્રેન્ડ્લી ફ્લોરિંગનો પર્યાય એટલે ટેરાકોટા. આ ટાઇલ્સ ઇકો-ફ્રેન્ડ્લી હોવાની સાથે ટકાઉ પણ છે. માટીને તપાવીને બનાવેલી આ ટેરાકોટા ટાઇલ્સ લાઇટ હની, ડાર્ક રેડ તેમ જ બ્રાઉનના નેચરલ શેડ્સમાં જોવા મળે છે. આ ટાઇલ્સની ખાસ વાત એ છે કે એ જેમ જૂની થાય એમ વધારે સારી દેખાય છે તેમ જ મેઇન્ટેઇન કરવામાં ખૂબ આસાન છે. }રસોડામાં વસાવો ટેરાકોટા ટેરાકોટાનાં વાસણોની વિશાળ શ્રેણી માર્કેટમાં ઉપલબ્ધ છે. છેલ્લા ઘણા સમયથી લોકોમાં રસોડામાં ટેરાકોટાનાં વાસણો વસાવવાનું ચલણ વધ્યું છે. આ વાસણોને સ્વાસ્થ્યપ્રદ ગણવામાં આવે છે. માટી આલ્કલાઇન સ્વભાવની છે અને તે ખોરાકનાં એસિડ સાથે પ્રક્રિયા કરીને પીએચ સંતુલનને તટસ્થ બનાવે છે તેમજ ખોરાકને સ્વસ્થ અને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાસણોમાં રાંધવાથી શરીરને કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને સલ્ફર સહિતનાં જરૂરી ખનીજ મળ‌ે છે જે સ્વાસ્થ્યને લાભ આપે છે. ટેરાકોટાનાં વાસણો આકર્ષક તથા અવનવાં સ્વરૂપમાં મળી રહ્યાં છે. }બાળકોના રૂમમાં ટેરાકોટા ટચ બાળકના રૂમમાં ટેરાકોટા માટી વડે તેમનાં મનને ગમે તેવી અવનવી ડિઝાઇન તેમને સાથે રાખીને બનાવી શકાય. આ એમના માટે એક અલગ આનંદદાયક અનુભવ રહેશે. આ રીતે બાળકોના રૂમને અનોખો લુક આપી શકાશે. }ટેરાકોટા બ્રિક વોલનો ટ્રેન્ડ ટેરાકોટા બ્રિક વોલ ખૂબ આકર્ષક અને કુદરતની નજીક હોવાનો અહેસાસ કરાવનારી બને છે. આ વોલ ખાસ કરીને ઘરના બગીચા પાસેની દીવાલમાં અથવાતો ડ્રોઇંગરૂમની કોઈપણ એક દીવાલમાં કરવાથી ખૂબ ધ્યાનાકર્ષક લાગે છે. }ટેરાકોટા પોટની સજાવટ ટેરાકોટાના ઊંચા અને લાંબા પોટ ઘરના અમુક ખૂણાઓમાં મુકવાથી એની શોભા ખૂબ વધી જાય છે. અલગ અલગ રંગ અને મનમોહક ડિઝાઇનવાળા આવા પોટ આસાનીથી મળી રહે છે. તમે મેચિંગ ટેરાકોટા પોટથી સજાવટ કરી શકો છો.

ગુજરાતનો મહત્ત્વનો ફાળો ભારતમાં સૌથી પહેલા ટેરાકોટા કલાની શરૂઆત ગુજરાતના કચ્છમાં થઇ હતી. આ પછી કલાને પંજાબ અને હરિયાણા રાજ્યના કારીગરોએ આપનાવી છે. ટેરાકોટા શૈલીમાં બનેલાં માટીનાં વાસણ ભારતનાં પ્રાચીન શહેરોનાં ખોદકામ વખતે પણ મળી આવ્યા હતા. આ પરથી કહી શકાય કે આ કલા બહુ પ્રાચીન છે અને અત્યારે પણ સારી એવી લોકપ્રિય સાબિત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...