તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- ડો. સ્પંદન ઠાકર
છેલ્લા આઠ-નવ મહિનાથી રૂપાબહેનને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હતી. માથાનો દુખાવો સાવ હળવો હતો. માથાં પર વજન મૂક્યું હોય તેવું લાગતું હતું. આખું માથું ચોતરફ હળવું હળવું દુખ્યા કરતું હતું. ન ઊલટી થાય કે ન ઊબકા આવે પરંતુ સવારથી સાંજ સુધી આ ભારેપણું જતું ન હતું. રૂપાબહેન ઘરનું બધું કામ પૂરું કરી નાખતાં હતાં પણ અગાઉની જેમ ફ્રી માઇન્ડથી કામ કરી શકતાં ન હતાં. જાણે પરાણે કામ પતાવતાં હોય તેવું લાગતું હતું. ક્યારેક દુખાવો એટલો બધો વધી જતો કે થોડી વાર માટે કામ બાજુ પર મૂકી દેવું પડતું હતું. ધીમે ધીમે દુખાવાની ફ્રીક્વન્સી અને તીવ્રતા વધી જતાં ડોક્ટરની સૂચના અનુસાર રૂપાબહેનનાં પરીક્ષણો કરાવવામાં આવ્યાં. મગજના સી. ટી. સ્કેન અને એમ. આર. આઇ. રિપોર્ટ્સ નોર્મલ આવ્યાં. આંખના નંબર પણ નોર્મલ હતા. બ્લડ રિપોર્ટ્સમાં કશું જ અસામાન્ય ન હતું. એક-બે ડોક્ટરોએ માથાના દુખાવાની સામાન્ય દવાઓ અજમાવી જોઇ. જ્યાં ગોળીની અસર રહે ત્યાં સુધી સારું લાગે. એ પછી ફરી પાછું જેમનું તેમ.
ઊંડી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે જ્યારથી કોવિડ-19 નામના વાઇરસે મહામારી ફેલાવી ત્યારથી જ રૂપાબહેનના મગજમાં ચિંતાનાં વાદળો ઘેરાવાં માંડ્યાં હતાં. એમના પતિ મનોજભાઇની સાઇકલ રિપેરિંગની દુકાન હતી. એ પણ બંધ થઇ ગઇ. લોકડાઉન ખૂલ્યાં પછી સામાન્ય કામ ચાલુ થયું પણ એકંદરે આર્થિક સમસ્યા બરકરાર રહી. લગભગ હેન્ડ ટુ માઉથ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ. ઘરખર્ચ કાઢવા માટે વ્યાજે રૂપિયા લેવા પડ્યા. રૂપાબહેન જાણતાં હતાં કે મોટા ભાગનાં ઘરોમાં આવી જ સ્થિતિ ચાલતી હતી. તેમ છતાં એમનું મન ચિંતાથી ઘેરાઇ ગયું. પતિની સાથે આર્થિક પ્રશ્નોની ચર્ચા એક કરતાં વધુ વાર થઇ ચૂકી હતી. આથી રૂપાબહેન પોતાની ચિંતાને એમના મગજમાં જ ધરબી રાખતાં હતાં. આ વાત એમના દિમાગમાં તાણ પેદા કરી રહી હતી. મૂળભૂત રીતે તેઓ આશાવાદી હોવાને કારણે સમસ્યાએ વધુ ગંભીર રૂપ ધારણ ન કર્યું પરંતુ પ્રાઇમરી હેડએક ગણાય તેવો ટેન્શન ટાઇપ માથાંનો દુખાવો રહેવા લાગ્યો.
રૂપાબહેનનું નિદાન થઇ ગયાં પછી એમને રિલેક્સેશન ટેક્નિક અને એન્ટિડિપ્રેશન્ટ દવાઓ આપવામાં આવી. ધીમે ધીમે રૂપાબહેન પૂરતી ઊંઘ અને આરામ મેળવવાં લાગ્યાં. સમય જતાં માથાં ઉપરનો ભાર ક્રમશઃ ઊતરતો ગયો. આખરે સંપૂર્ણપણે સાજાં થઇ ગયાં. માથાનો દરેક દુખાવો માઇગ્રેન કે વાસ્ક્યુલર હેડએક હોવો જરૂરી નથી. સૌથી કોમન હેડએક ટેન્શન ટાઇપ જ હોય છે. રૂપાબહેનને થયેલો હેડએક પણ આ જ પ્રકારનો હતો. મૂડમંત્ર ઃ દરેક પ્રશ્નનો ઉત્તર મળે તે જરૂરી નથી. કેટલીક વાર સમય વીતવાની સાથે પ્રશ્ન આપમેળે દૂર થઇ જતો હોય છે. drspandanthaker@gmail.com
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.