લઘુનવલ:‘દસ વર્ષની છોકરીને ડિ...પ્રેશન!’ નહીં ધારેલું સાંભળી વસુધા ચમકી ગયાં

કિન્નરી શ્રોફ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ -4 તહેવારના દહાડા વીત્યા. લાભપાંચમ પછી અનમોલ-અંતરાએ ડ્યુટી રિઝ્યુમ કરી દીધેલી. જીવન ફરી એ જ ઘરેડમાં આવી ગયું હોવાનું નારણભાઇ મહેસૂસ કરતા હતા. ‘કાકા...’ રાતે વાળુ દરમિયાન અનમોલે કહ્યુ, ‘પરમ દિવસે રવિવાર... આપણે ગીરા ધોધ જવાનો પ્લાન કરીએ છીએ.’ આમાં ઇન્કાર કેમ હોય? નારણભાઇને ફરવાનો શોખ અને અનમોલ-અંતરા એમનો ખ્યાલ પણ કેટલો રાખે? સાપુતારાના રસ્તે વઘઇનાં બોટોનિકલ ગાર્ડનથી થોડે આગળ જોવા મળતો ગીરાધોધ ભલે બારમાસી ધોધ નથી, ખરેખર તો ચોમાસામાં નદી ગાંડીતૂર બને ત્યારે અહીનો જળપ્રપાત નયનરમ્ય હોય છે. લગભગ ડિસેમ્બર સુધી જોવા મળતા ધોધને નિહાળવા દૂરદૂરથી લોકો આવે છે. ગાર્ડન અને ધોધની વન-ડે પિકનિક ખુશનુમા જ નીવડવાની! અનમોલની પણ આવી જ ધારણા હતી, પણ રવિવારની પિકનિકમાં શંુ બનવાનંુ એની એને ક્યાં ખબર હતી? Â Â Â અદ્્ભૂત! વ્યૂ પોઈન્ટની રેલિંગને અડીને ઉભેલાં વસુધાએ ગીરાધોધ નજારો જોઇ પ્રસન્નતા અનુભવી. કેટલા વખતે પોતે ફરવા નીકળ્યાં! ઘર-ગામ છોડ્યા પછી તીરથ ગયેલાં, પણ એ રઝળપાટ વધુ હતી. આમ ગ્રુપમાં પિકનિકે નીકળ્યાં હોઇએ એવું તો આ વરસોમાં પહેલી જ વાર બન્યંુ! અને એમાં નિમિત્ત બની દસ વરસની બાળા કિશોરી! વસુધાથી નિશ્વાસ નંખાઈ ગયો. દિવાળીની અડધી રાતે સામે રહેતા નંદુમાસીનાં દીકરી-જમાઈ આવ્યાં એના મૂળમાં પણ દીકરીની સમસ્યા જ હતી...નવા વરસની બપોરે પોતે ફુરસતે મળવા ગયાં ત્યારે તો ન પોતે પૂછ્યું, ન એમણે વાત કાઢી. કિશોરી પણ ત્યારે સૂતી હતી. તહેવારના દહાડામાં એટલું તો નોટિસ કર્યું કે રાધિકા મૂડમાં નથી... અને કિશોરી! ઓ રે, દિવસભર ધમાચકડી મચાવતી છોકરી જાણે ચાલવાનું ભૂલી ગઇ હોય એમ નાનીના પલંગ પરથી ઉતરે નહીં, બોલાવો તો બોલે નહીં. પહેલા બે દિવસ તો હું તેડવા જાઉ તોય ભેંકડો તાણે. હા, પછીથી મને ઓળખતી થઇ એટલે ઘરે લઇ જાઉં તો આવે ખરી, સાપ-સીડી કે ઢગલાબાજી રમાડું તો બે બાજીમાં કંટાળી ફર્શ પર લંબાવી દે. કશું બોલે નહીં. ‘તને કંઇ થાય છે? કંઈ ખાવું છે?’ ગમે એટલું પૂછો, એ કેવળ શૂન્ય ભાવે તાકતી રહે. સાંભરીને અત્યારે પણ વસુધા કંપી ગયાં. ‘મારો તો જીવ ચૂંથાય છે આ માસૂમને જોઇને.’ ન રહેવાતાં વસુધાએ બે દિવસ અગાઉની બપોરે સામા ઘરે જઇ રાધિકાને ઝંઝોડી હતી, ‘તુ મા છે, તારું હૈયંુ કેમ ફાટી નથી પડતું?’ ત્યારે એ રડી પડી, ‘એની સારવાર માટે જ આવ્યા છીએ, વસુબેન’ ‘સા...રવાર!’ વસુધાએ છાતી પર હાથ દાબ્યો, ‘શંુ થયું છે આપણી લાડલીને?’ ‘એ ડિપ્રેશનમાં છે.’ સુરેશકુમારના સ્વરમાં દર્દ હતું. ‘ડિ...પ્રેશન!’ નહીં ધારેલું સાંભળી વસુધા ચમકી ગયેલાં,’આવડી અમસ્તી છોકરીને વળી શેની ચિંતા હોય? એને સ્કૂલમાં નથી ફાવતું? ટીચરની હેરાનગતિ તો નથીને?’ બોલ્યાં પછી વસુધાને જ આ તર્ક બોદો લાગ્યો: શિક્ષકની દીકરીને શાળાનો ભય ન હોય. ‘કિશોરીને વસમુ લાગ્યું છે, વસુ’ નંદામાસીએ વાત માંડી, ‘આપણાં ફળિયામાં જેમ અડોઅડ ઘર છે એમ રાધિકાનાં સાસરે પણ શેરીમાં જૂની ઢબના લાંબા ઘરો છે. આગળ ઓટલો, પહેલો ડ્રોઇંગ રૂમ, પછી વચ્ચેના રુમ, છેવાડે રસોડું ને સાવ પછવાડે વાડો. રાધિકાને ત્યાં આજે પણ નાવણિયું, ટોઇલેટ વાડામાં છે.’ નંદુમાસી કહેતા ગયાં, વસુધા સમક્ષ ચિત્ર ઉપસતંુ ગયંુ. ‘રાધિકાથી ત્રીજા ઘરે સુલક્ષણાબા રહે. સિત્તેરેકની ઉમર, વરસોનાં વિધવા ને છૈયાં છોકરાં પણ મળે નહીં. રાધિકાનાં સાસુ સ્મિતાબહેનનાં પાકા બહેનપણી. કિશોરી પણ દાદી જેટલી જ એમની હેવાઇ. સ્કૂલેથી આવી દફતર ફંગોળી વાડામાં હાથપગ ધોઈ સીધી બાને ત્યાં ભાગે. આમને ત્યાં ચાર ગાળા વચ્ચે વાડો કોમન છે. એરિયાની ચોકસાઇ પૂરતી છ ઇંટ ઊંચી પાળી રાખેલી, એ કૂદાવી કિશોરી પાછલા દરવાજેથી સીધી બાના ઘરે પહોંચી જાય. બાએ એના માટે ખીર કે હલવો બનાવી જ રાખ્યા હોય. એમના હિંચકે ઝૂલતી કિશોરી મોટા માણસની જેમ ગામગપાટા ય હાંકે. અમે રાધિકાને ત્યાં ગયા હોઇએ તો એકવાર તો એમને ત્યાં ખાણાનો પ્રોગ્રામ હોય જ.’ કહેતાં નંદુમાસીએ નિશ્વાસ નાખ્યો, ‘નવ મહિના પહેલાં એમને મોત આંબી ગયંુ. એમને પ્રેશર, સુગરની બીમારી ખરી, પણ શરીરની બીમારીથી વધુ માણસ મનની એકલતાથી પીડાતો હોય છે. આ એકલતા એમને ડંખી ગઇ, વસુ. એક રાતે એમના જ વાડાના કૂવામાં પડતું નાખી એમણે આપઘાત કરી લીધો!’ હેં! ‘મહોલ્લામાં સૌને એનો આઘાત લાગ્યો. એમનાં મનમાં એવું કંઇ ચાલી રહ્યંુ છે એનો અંદાજ એમણે બીજા તો ઠીક, મારા સાસુ એમનાં ખાસ સખી તો પણ એમને ય આવવા નહોતો દીધો...’ રાધિકાએ કડી સાંધી, ‘અંતિમ પત્રમાં પોતાની આત્મહત્યાનો શોક ન પાળવાનું પણ તેઓ લખી ગયેલાં. બહુ એકલાં જીવી લીધું, હવે મારા ધણીના સંગે ઠાકોરજીનાં શરણમાં જવુ છે એમ લખવા ભેગા મારો પાંચ તોલાનો દાગીનો મારી કિશોરીના લગ્નટાણે સુલુબા તરફથી આપજો એવી ય ઇચ્છા દર્શાવી ગયા એ.’ અરેરે. ‘એમનાં સુસાઇડના ખબર જાણી અમને ય આવી જ અરેરાટી થઇ હતી.’ નંદામાસીએ વાગોળ્યંુ, ‘એમના અંતિમ સંસ્કારમાં ફ્યુનરલમાં ગયાં, ત્યારે અમારા સૌનું ધ્યાન ભાંગી પડેલાં વેવાણને સાચવવામાં હતંુ... મહિના પછી એમની વરસી વખતે છેલ્લે ગયેલાં ત્યારે ધ્યાન આવ્યું કે મોટેરા તો ઘટના પચાવી ગયાં, પણ કિશોરી બાની વિદાયના આઘાતમાંથી બહાર નથી આવી!’ ‘થોડા સમયમાં એ પણ ઠીક થઇ જશે એમ માની બીજા બેચાર મહિના ખેંચ્યાં..’ સુરેશકુમારે પાંપણનાં ખૂણે બાઝેલું અશ્રુબિંદુ લૂછ્યંુ, ‘પછી થયું, આ શોક નથી. કોઇની નજર પણ લાગી હોય છોકરીને, એટલે દેશી ઉપચાર પણ કર્યા. આ પછી પણ કોઇ સુધારો ન દેખાતા ડોક્ટરની સલાહ લીધી, એમણે સાઇક્યિાટ્રિસ્ટનો હવાલો દીધો. ગામમાં એનો ઢંઢેરો કરવો નહોતો, એટલે દિવાળીનાં બહાને અહીં આવી ગયા. ઘરેથી સૌએ ખાસ કહ્યું છે કે છોકરીને સાજી કર્યા વિના આવતા નહીં...’ ‘કસોટી કપરી છે, રાધિકા-સુરેશકુમાર, પણ મને એમાં તમારી સહભાગી જાણજો. કોઇ ડોક્ટરને કન્સલ્ટ કર્યા?’ ‘વલસાડ મોટા ડોક્ટરને બતાવ્યું છે... અમુક તમુક ટેસ્ટ કરાવ્યા. દવાથી સરખું થઇ જશે એમ એમણે કહ્યું તો છે. ડોક્ટરની સલાહ એવી કે છોકરીને અલગ માહોલમાં રાખો.’ આમાં ફરવાનો યોગ એ જ સાંજે ગોઠવાઇ ગયો... બિલિમોરાથી વઘઇનાં ગાર્ડન અને ગિરા ધોધની બસ ઉપડવાની હતી ને મહોલ્લામાં ઘણાં આ એક દિવસીય પ્રવાસ માણવા ઉત્સાહી હતા. નંદુમાસીની ફેમિલી સાથે પોતે પણ નામ નોંધાવ્યું જાણી સુધાભાભીની પંચાતવૃત્તિ સચેત બનેલી,’હવે તો કહો, રાધિકાનાં સાસરે બધંુ ઠીક છેને! જમાઇ સાથે એને કાઢી તો નથી મૂકીને! આટલા વરસોમાં પહેલી વાર સુરેશભાઇને સાસરે આટલંુ રોકાતા જોયા..’ ‘આમાં તમે ધારો છો એવું તો કંઇ નથી.’ ‘ઓ...હ!’ સુધાભાભી નિરાશ થયેલાં. કોઇના સારામાં માણસ રાજી કેમ નહીં રહેતો હોય! હશે. વસુધા માટે પ્રવાસનુ પ્રયોજન સ્પષ્ટ હતું: રાધિકા-સુરેશકુમાર, તમે છૂટથી ફરજો, કિશોરીને સાચવનારા અમે ત્રણ છીએ! અત્યારે, પોતાનું એ કથન પડઘાતાં વસુધાએ જાતને ટકોરી: ધોધ જોવા હંુ એકલી ક્યાં દોડી આવી! એમણે ગરદન ફેરવી. ખરેખર તો રવિની આજની બપોરે અહીં સહેલાણીઓ ઊમટી પડ્યા છે. ઘણાં સાપુતારાથી રિટર્ન થતા અહીં સ્ટોપ કરતા હોય છે, કોઇ વળી અમારી જેમ ગાર્ડન જઈને આવતા હોય છે. ક્યાંય રોકાયા વિના પોતે ધોધ જોવા આવી ગયા, અને અમારા સહયાત્રીઓ તો હજુ હવે પગથિયાં ઉતરે છે! જુઓ, ધણી-છોકરા સાથે આવ્યા હોવા છતાં સુધાભાભીનુ ધ્યાન બીજા ક્યા-કોની સાથે ફરે છે એ જોવામાં જ છે! પોતે એમની નજરે ચડવુ નહોતંુ એટલે વસુધા ચાલીને નંદામાસી તરફ પહોંચ્યા, ‘કિશોરીને હું સંભાળું છું... રાધિકા, વ્યૂ પોઇન્ટ નજીકના પગથિયાં ઉતરી જશો તો વોટરફોલ સુધી જવાશે. તમે બેઉ જાવ, અમે આ તરફ બેઠા છીએ.’ સુરેશ-રાધિકા નીચાણનાં પગથિયાં તરફ વળ્યાં. વસુધાએ કિશોરીની આંગળી પકડી: ‘તારે શું ખાવંુ છે, બોલ? આપણે નાના-નાની માટે પણ લઇ આવીએ.’ દસ મિનિટ પછી...વસુધાએ કિશોરીને ડુગડુગી અપાવી, નાસ્તાનું પડીકું લઇ પાછા વળે છે કે કિશોરી અચાનક એમને બાઝી પડી. એકાએક આને શું થઇ ગયુ? રમકડું લઈને તો કેટલી ખુશ હતી! વસુધાએ એને તેડી લીધી, ‘હંુ તારી સાથે જ છું, બેટા.’ પણ એ તો વધુને વધુ જોશથી કોટે બાઝી રહી. બાળકોને પણ ટ્રોમાનો એટેક આવતો હશે? એને પસવારતા વસુધાએ ઝીણવટથી બાળકીના હાવભાવનંુ નિરીક્ષણ કર્યું: ના, આ કંઈક બીજું જ છે... છોકરી હેબતાયેલી છે...ના, ભયભીત છે! ભય. છોકરીએ આટલી પબ્લિકમાં ડરવાનુ કારણ શંુ હોય? ‘જો, તારા પપ્પા-મમ્મી અહીં જ ક્યાંક હશે...’ એથી તો એ વધુ જોરથી વળગી. ‘શું થાય છે, દીકરા? તું બોલે તો મને ખબર પડે. તને કોઈનો ડર લાગે છે?’ કિશોરી પળભર સ્થિર થઇ એમને તાકી રહી, પછી નજર ઘુમાવી. એની દિશામાં નજર ફેરવતાં વસુધા છોકરીમાં પ્રવર્તતી ધ્રુજારીએ થંભ્યા, પછી બબડયા: અહીથી સીધી નીચાણમાં નજર જાય છે, ત્યાં તો રાધિકા-સુરેશ ઉભા છે! અને વસુધા ટટાર થયા. ના, બેઉ એકલા નથી, પણ કોઇ યંગ કપલ સાથે વાતો કરી રહ્યા છે! કિશોરી એ કપલથી ડરે છે? વસુધા થોડાં વધુ નિકટ સરક્યાં અને કપલની છબી સ્પષ્ટ થતા એમની છાતી હાંફવા માંડી: ન હોય! અનમોલ-અંતરા અહીં ક્યાંથી! નાસ્તાનંુ પડીકુ વચકી ગયું. ભૂતકાળ પોતાને ઝડપી પાડે એ પહેલાં એનાથી દૂર ભાગી જવંુ હોય એમ વસુધાએ કિશોરીને કાખમાં ઘાલી ઊંધી દિશામાં દોટ મૂકી! (ક્રમશ:) (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...