તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધનાં ફૂલ:સમય શીખવી રહ્યો છે...

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આપણી અંદર જે ‘હું’નો જે ભાવ હતો એને દૂર કરવાનું કદાચ બાકી રહી ગયું હતું. આપણે કદાચ બીજાની તકલીફ સમજ્યા પણ આંતરિક ઘમંડની લાગણી ઓગાળી ન શક્યા...

આ મુશ્કેલ સમય શરુ થયો હતો ત્યારે સતત ઘરમાં રહેવાની ફરજ પડવાથી અકળામણ અનુભવાતી હતી. એ સમયે ઘરમાંથી બહાર નીકળવાની ઇચ્છા બહુ પ્રબળ હતા અને બધાએ જેમતેમ સમય પસાર કર્યો હતો. કોઇ રસીની વાત કરતું હતું તો કોઇ દવાની...જોકે અનલોક થતા જ બધી જ સમજણ જાણે ગાયબ થઇ ગઈ. જોકે એ સમયે કોને ખબર હતી કે પરીક્ષાનો કપરો સમય તો આવવાનો બાકી છે. કોરોનાના પહેલા તબક્કામાં પરિવારના સભ્યો વચ્ચેનું અંતર ઘટ્યું હતું. પરિવારના સભ્યોની એકબીજા સાથે લાંબો સમય સુધી રહેવાની ભુલાયેલી આદત જાણે ફરી જીવંત થઇ ગઇ હતી. પહેલા તબક્કાએ આપણને જાત સાથે સમય પસાર કરતા શીખવ્યું હતું. મહામારીએ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવી છે....સ્વાસ્થ્ય વિશે, આર્યુવેદ વિશે, મેડિકલ વર્લ્ડના સંશોધન વિશે અને સામાજિક સહાનુભૂતિ વિશે. જોકે આપણી અંદર જે ‘હું’નો જે ભાવ હતો એને દૂર કરવાનું કદાચ બાકી રહી ગયું હતું. આપણે કદાચ બીજાની તકલીફ સમજ્યા પણ આંતરિક ઘમંડની લાગણી ઓગાળી ન શક્યા. આપણે બધા એક સાંકળીની કડી જેવા છીએ. આપણે સાથે છીએ તો તાકાત બની શકીશું પણ એકલાનું કોઇ જ મૂલ્ય નથી. આપણે આપણી પરવા કરીએ એટલું જ જરૂરી નથી, પણ બીજાની ચિંતા કરવી પણ અગત્યની છે. આપણે કોઇના દુખનું કારણ ન બની જઇએ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. બધાના સુખની અને બધાની સ્વાસ્થ્યની કામના કરવાની પ્રાર્થનાને આચરણમાં મૂકવાનો સમય આવી ગયો છે. આ મહામારીએ આપણને અનેક પાઠ ભણાવ્યા છે. આ વૈશ્વિક મહામારીનો જ્યારે અંત થશે ત્યારે ઘણું બદલાઇ ગયું હશે, જીવનની અંદર અને બહારની દુનિયામાં પણ. આ સજાગ રહેવાની ચેતવણી આપવાનો સમય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો