તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરેન્ટિંગ:બાળકને શીખવો લાગણીની અભિવ્યક્ત

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

તમારા ઘરે કોઇ મહેમાન આવે તો તમારું બાળક તેમની સાથે વાતચીત કરવાને બદલે રૂમમાં ભરાઇ જાય છે? વધારે માણસોને જોઇને બાળક ગભરાઈને ચૂપ થઇ જાય છે? જો તમને આવા સવાલો સતાવતા હોય તો આનો ઉકેલ પણ તમારી પાસે જ છે. હકીકતમાં બાળકો મોટાભાગનો સમય ઘરમાં વિતાવે છે. લોકોની સાથે કેવો વ્યવહાર કરવો તે જાણતા જ નથી અને લાગણીની યોગ્ય અભિવ્યક્તિનો અભાવ જ સૌથી મોટી સમસ્યા છે. બાળકોમાં આ સમસ્યા ઘણી સામાન્ય છે. તેમાં બાળકો બહારના લોકોની સાથે વાત કરવાથી ડરે છે કેમ કે તેઓને લાગે છે કે તેઓ કંઈપણ જાણતા નથી અને સામેની વ્યક્તિ બધું જ જાણે છે. આવી સ્થિતિમાં તેઓ કોઈપણ પ્રકારની વાતચીત કરવાનું ટાળે છે. બાળકને ખબર નથી હોતી કે સામેવાળી વ્યક્તિની સાથે કેવી રીતે વાત કરવી અને પોતાની લાગણીની કઇ રીતે યોગ્ય અભિવ્યક્તિ કરી શકાય. બાળકોનાં આવાં વર્તનનું મોટું કારણ ફોન અને ટીવીની આદત છે. જે બાળકો આખો દિવસ ફોન પર ગેમ રમ્યાં કરે છે અથવા ટીવી જુએ છે તેમને લાગણીની અભિવ્યક્તિ કરવામાં સમસ્યા નડે છે. Â લાગણી વ્યક્ત ન કરવી બાળકો લોકોની સાથે હળીમળીને ન રહેવાને કારણે હંમેશા એકલાં રહેતાં હોવાથી પોતાની લાગણી કેવી રીતે વ્યક્ત કરવી તે જાણતાં નથી. ખુશીમાં કેવું વર્તન કરવું છે અથવા ગુસ્સો આવે ત્યારે શું કરવું તે જાણવું તેમના માટે મુશ્કેલ હોય છે. એટલા માટે પ્રેમ વ્યક્ત કરવામાં અથવા પોતાની વાત કહેવામાં તેઓને સમસ્યા થાય છે. બહારના લોકોની સાથે વાત ન કરવાને કારણે તેમને ખબર નથી હોતી કે વડીલોને સન્માન આપવું જોઈએ કે તેમની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. તેના કારણે તેઓ બધાની સાથે એક જેવો વ્યવહાર કરે છે. Â માતા-પિતા લાવી શકે છે ઉકેલ મોટાભાગનાં બાળકોની દુનિયા ટીવી અને મોબાઈલ ફોન સુધી મર્યાદિત થઈ ગઈ છે. આ સંજોગોમાં માતા-પિતા જ હકારાત્મક પગલાં ભરીને બાળકને લાગણીની અભિવ્યક્તિ કરતા શીખવી શકે છે. હકીકતમાં બાળકોએ 5 વર્ષની ઉંમરથી જ સામાજિક કુશળતા શીખવવાનું શરૂ કરવું જોઈએ. આ ઉંમર સુધીમાં બાળકોનું મગજ વિકસિત થઈ જાય છે. બાળકોને કૌટુંબિક સમારોહમાં અથવા મહેમાનો આવે ત્યારે સાથે રાખવા. માતા-પિતા બાળકોને દરેક બાબતમાં સામેલ કરશે તો તેમને અલગથી શીખવાડવાની જરૂર નહીં પડે. બાળકની સામે પોતાની લાગણી વ્યક્ત કરવી. તેની સામે તમારો પ્રેમ વ્યક્ત કરવો અને ગુસ્સો આવે ત્યારે તેને સમજાવો. તેનાથી તે પોતાની લાગણી વ્યક્ત કરતા શીખશે. હંમેશા બાળકોને સાનુકૂળતાનો અહેસાસ કરાવો, જેથી એ પોતાની કોઇ પણ વાત તમને કહી શકે. જ્યારે બાળકોને લાગશે કે તમે એમની દરેક સમસ્યા માટે ઉપલબ્ધ છો ત્યારે બાળકને ઘણી બધી મુસીબતોમાંથી બચાવી શકશો. બાળકોનું મન અત્યંત નાજુક અને સંવેદનશીલ હોય છે અને તેઓ પોતાની આસપાસની વસ્તુઓમાંથી ખૂબ જલદી શીખતા હોય છે એટલે જ બાળકોને પોતાની અભિવ્યક્તિની વૈકલ્પિક રીતો શીખવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો