તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેન્ટિંગ:બાળકને શીખવો સ્વચ્છતામાં પ્રભુતા

મમતા મહેતા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોનાં બધાં કામ માતા-પિતા કરે એવી આદત તેમને બેદરકાર બનાવી દે છે. તેઓ જીવનમાં પણ અવ્યવસ્થિત રહે છે

બાળકો નાના હોય, ત્યારે માતા-પિતા જ તેમનું બધું કામ કરે છે. એમનાં રમકડાં ઠેકાણે મૂકવા, પથારી ઝાપટવી, પુસ્તકો ભેગા કરવા, રૂમ સાફ કરવો વગેરે. બાળકોનાં બધાં કામ માતા-પિતા કરે એવી આદત તેમને બેદરકાર બનાવી દે છે. તેઓ મોટા થયા પછી તેમને શીખવવાનું મુશ્કેલ બની જાય છે. આ જ કારણસર તેઓ જીવનમાં પણ અવ્યવસ્થિત રહે છે. આમાં પરિવર્તન લાવવા માટે તમારે જ પગલું લેવું પડશે. બાળકને નાનપણથી સારી ટેવો શીખવવી જોઇએ. એમ વિચારવું યોગ્ય નથી કે બાળક મોટું થઇને આપમેળે શીખી જાય છે. એને તમારે જ ટેવ પાડવી પડશે. બાળક નાનું હોય તો એને રમકડાં રમ્યા પછી જગ્યાએ મૂકવાની, કચરો ડસ્ટબિનમાં નાખવાની ટેવ પાડો. આ કામ ભલે નાનાં હોય, પણ તે કરવાની ટેવ ત્યારે જ પડશે. Â નાનપણથી પાડો આદત જો તમારા સંતાનો મોટા થઇ ગયા હોય તો તેમને કહો કે તેઓ પોતાની રીતે પોતાનો રૂમ ગોઠવી શકે છે, પણ તે સાફ રહેવો જોઇએ. એ માટે એમને શરૂઆતમાં શીખવો કે કઇ રીતે વસ્તુઓને ગોઠવવાની છે. શરૂઆતમાં તમે વ્યવસ્થિત ગોઠવતાં શીખવશો અને કહેશો કે તેઓ તેમને ગમે તે રીતે ગોઠવણી કરે, પણ રૂમ સાફ રહેવો જોઇએ. જો આ રીતે તેમને નાનપણથી જ યોગ્ય રીતે રૂમ સાફ રાખવાની આદત પાડશો તો પછી એ વયસ્ક થશે ત્યારે પણ તેને પોતાની વસ્તુઓ સારી રીતે જ રાખવાની આદત પડી જશે. Â વય પ્રમાણે ગોઠવણી બાળકોનો રૂમ છે, તો વસ્તુઓ પણ એમને ગમતી અને એમની વય અનુસાર હોવી જોઇએ. પડદાથી લઇને ઓશિકા અને પથારી પણ રંગબેરંગી અને સુંદર હોવાં જોઇએ. જો ફર્નિચર બાળકોની વય અનુસાર ન હોય તો એવામાં ફર્નિચરને અલગ રંગથી કલર કરો, બાળકોની મદદ લો. બાળકોએ બનાવેલાં ક્રાફ્ટ વર્કથી રૂમને સજાવો. Â સારી ટેવોની શરૂઆત સામાન્ય રીતે લશ્કરમાં સૌથી પહેલાં પથારી સરખી કરતાં શીખવાય છે. એવું માનવામાં આવે છે કે ઊઠતાંની સાથે જ પોતાની પથારી સરખી કરવી એ વ્યવસ્થિત રીતે દિવસની શરૂઆત કરવાનું પ્રથમ પગલું છે. પથારી અવ્યવસ્થિત હોય તો આખો રૂમ ખરાબ અને અવ્યવસ્થિત લાગે છે. બાળકોને આ કામ કરવાની ટેવ પાડો, પણ તેમને એવું ન લાગે કે આ પરાણે કરવું પડે છે. Â રાખો બાળકની સગવડનું ધ્યાન ઘણી વાર વસ્તુ એટલી ઊંચે કે એવી જગ્યાએ મૂકી દેવામાં આવે છે, જ્યાં બાળકોનો હાથ નથી પહોંચી શકતો. બાળકોની વસ્તુ હોય તો એમનો હાથ પહોંચે એ રીતે હોવી જોઇએ. રમકડાંની બાસ્કેટ કે કબાટ જે પણ હોય ત્યાં બાળકો પહોંચી શકે એમ હોય. તેમની ડ્રોઇંગબુક, સ્કેચપેન, પેન્સિલ વગેરે નજર સામે રાખો જેથી જરૂર પડે ત્યારે સામાન વ્યવસ્થિત રાખીને તે લઇ શકે. પુસ્તકોને પણ સામાન્ય કબાટમાં સહેલાઇથી હાથમાં આવે એમ ગોઠવો. ઘણી વખત બાળક કબાટનું ખાનું ઉપર હોય તો પોતાની વસ્તુઓ એમાં પરત નથી મૂકી શકતું. આવું ન થાય એનું ધ્યાન રાખો અને જરૂર પડે તો એના રૂમમાં એક નાનકડું સ્ટૂલ રાખો જેથી એ એની મદદ લઇ શકે.

અન્ય સમાચારો પણ છે...