તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધનાં ફૂલ:આવી રીતે સંભાળો મનને...

રચના સમંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે લોકો સતત ભૂતકાળની નકારાત્મક વાતો જ કરતા હોય તેમનાથી દૂર રહેવામાં જ ભલાઇ છે કારણ કે આવા લોકોના શબ્દો અને સમજ તમને ઉદાસી તરફ ધકેલશે

આપણે બધા હંમેશાં નકારાત્મક લાગણીમાંથી બહાર નીકળવાના રસ્તા શોધતા રહીએ છીએ કારણ કે આપણને ખબર છે કે આ લાગણી આપણા જીવનના વિકાસ માટે યોગ્ય નથી, પણ એવું થઇ શકતું નથી. એવું નથી કે બધાની વિચારધારા નકારાત્મક હોય છે પણ દરેકના જીવનમાં ક્યારેક તો મુશ્કેલી આવતી જ હોય છે. હકીકતમાં જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એને સારી રીતે ઉકેલવા માટે માનસિક ક્ષમતા અને સ્પષ્ટતા હોવી જરૂરી છે. પરિસ્થિતિ નકારાત્મક હોય છે ત્યારે મન જાણે સ્થિર થઇ જાય છે અને એમ લાગે છે કે એ આગળ જ વધવા નથી ઇચ્છતું. મનમાં નકારાત્મક વાતો વારંવાર ટેપની જેમ પુનરાવર્તિત થવા લાગે છે. જ્યારે જીવનમાં સતત નકારાત્મક ઘટનાઓ જેમને પૈસાનું નુકસાન, લોકો સાથે લડાઇ કે સ્વજનો સાથે મતભેદ...વારંવાર બનવા લાગે છે ત્યારે આવી માનસિક સ્થિતિ ઉભી થાય છે. આવી સ્થિતિમાં મન સતત પોતાને કહે છે કે ‘તું ઝઘડાખોર છે‘, ‘તંુ મુરખ છે એટલે લોકો તને ઠગી જાય છે‘ અથવા તો ‘તું લોકોને પસંદ નથી‘...આવી માનસિકતાને કારણે ડિપ્રેશન અને તણાવ વધે છે. જોકે આ સ્થિતિમાં અકળ‌ાવાને બદલે પરિસ્થિતિનું યોગ્ય વિશ્લેષણ કરીને એના જવાબદાર કારણ શોધીને પછી ઉકેલ મેળવવાથી જ સમસ્યા ઉકેલાય છે. કેટલાક લોકો સતત પોતાની ભૂતકાળની ખરાબ સ્થિતિને વાગોળતા હોય છે. તેઓ જૂનો ખરાબ સમય યાદ કરીને આજનો સમય વધારે સારો છે એવું સાબિત કરવા ઇચ્છે છે પણ હકીકત એ છે કે ખરાબ યાદગીરીને સતત યાદ કરવાથી ક્યારેય સારી લાગણી અનુભવી શકાતી નથી. જે લોકો સતત ભૂતકાળની નકારાત્મક વાતો જ કરતા હોય તેમનાથી દૂર રહેવામાં જ ભલાઇ છે કારણ કે આવા લોકોના શબ્દો અને સમજ તમને ઉદાસી તરફ ધકેલશે. આ લોકોને એ વાત સમજાવાનો પ્રયાસ કરવો જોઇએ કે જે વીતી ગયું છે એને ભૂલી જવામાં જ ભલાઇ છે. જો મનમાં સતત જૂની નકારાત્મક યાદને વાગોળવામાં આવે તો મન કડવાશથી ભરાઇ જાય છે અને એમાં પછી નવી મધુર યાદગીરી બનાવવા માટે કોઇ જગ્યા જ નથી બાકી રહેતી. આ સંજોગોમાં મન સતત નકારાત્મકતા અને ડિપ્રેશન તરફ ધકેલાતું રહે છે. સામાન્ય રીતે નકારાત્મકતા પ્રતિભાવ સાથે જોડાયેલી વાત છે જેમાં ખાસ કરીને બીજાની વાતોનો અને મનની પ્રતિક્રિયાનો સમાવેશ થાય છે. આ હકીકતને સમજવાથી કોઇપણ ઉકેલ આવી શકે છે અને જીવન સારી રીતે પસાર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...