એક્સેસરીઝ:શિયાળાના હૂંફાળાં સાથી સ્ટાઇલિશ સોક્સ

આસ્થા અંતાણી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટમાં મહિલાઓ અને યુવતી માટે સ્ટાઇલિશ સોક્સ ઉપલબ્ધ છે. જરૂરિયાત અને ડ્રેસિંગને ધ્યાનમાં રાખીને એની પસંદગી કરી શકાય

હા શિયાળાની ઠંડી હવામાં આકર્ષક અને સ્ટાઇલિશ સોક્સ પગને ઠંડીથી બચાવીને હૂંફ આપે છે. માર્કેટમાં મહિલાઓ અને યુવતી માટે જાતજાતના સ્ટાઇલિશ સોક્સ ઉપલબ્ધ છે. જરૂરિયાત અને ડ્રેસિંગને ધ્યાનમાં રાખીને એની પસંદગી કરી શકાય છે. Â એન્કલ લેન્થ સોક્સ : લોફર્સ અથવા તો કેઝ્યુઅલ શૂઝ સાથે પહેરવા માટે એન્કલ લેન્થ સોક્સ યોગ્ય પસંદગી છે. આ પ્રકારના સોક્સ પગને સારી રીતે કવર કરીને એને હૂંફ આપે છે અને દેખાવમાં પણ સોફિસ્ટિકેટેડ અને ટેસ્ટફુલ લાગે છે. Â ક્વાર્ટર લેન્થ સોક્સ : આ સ્ટાઇલના સોક્સ એન્કલથી થોડા ઉપર સુધી જતા હોય છે. એ પગની પાનીને સારી રીતે કવર કરે છે અને શૂ-બાઇટથી બચાવે છે. આ પ્રકારના સોક્સને મહિલા અને પુરુષો બંને પહેરે છે. મહિલાઓ મોટાભાગે એને રનિંગ શૂઝ સાથે પહેરે છે. Â ક્રુ લેન્થ સોક્સ : ક્રુ લેન્થ સોક્સ મોટાભાગે શિયાળામાં પહેરવામાં આવે છે. હાઇકિંગ અને રનિંગ વખતે આવા સોક્સ વધારે સારો વિકલ્પ સાબિત થાય છે. આ સોક્સ સાતથી આઠ ઇંચ લાંબા હોય છે. એની લંબાઇ કાફ મસલ્સ જેટલી હોય છે અને એ સારું એ‌વું પ્રોટેક્શન આપે છે. Â મિડ-કાફ લેન્થ સોક્સ : મિડ-કાફ લેન્થ સોક્સ સામાન્ય રીતે વુલન મટિરિયલના હોય છે અને એ પગને હૂંફ આપે છે. આ સ્ટાઇલના સોક્સ પારદર્શક અને નેટ ફેબ્રિકમાં પણ મળતા હોય છે. શિયાળા દરમિયાન ઘરમાં પહેરવા માટે આ સોક્સ પરફેક્ટ વિકલ્પ છે. Â ની લેન્થ સોક્સ : મહિલાઓ સામાન્ય રીતે બૂટ સાથે પહેરવા માટે ની લેન્થ સોક્સની પસંદગી કરતી હોય છે. આ પ્રકારના સોક્સ એવિએશન અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં યુનિફોર્મ તરીકે પહેરવામાં આવે છે. Â થાઇ હાઇ સોક્સ : થાઇ હાઇ સોક્સ ઘૂંટણથી થોડા ઉપર સુધી પહેરવામાં આવે છે. સ્કર્ટ સાથે પહેરવા માટે આ સારામાં સારો વિકલ્પ છે અને એ ડ્રેસને સ્ટાઇલિશ લુક પણ આપે છે. આમાં પ્રિન્ટેડ સોક્સ પણ ટ્રાય કરી શકાય છે. Â સ્લિપ ઓન પેડિંગ્સ : સ્લિપ ઓન પેડિંગ્સ અત્યંત પાતળું સ્તર છે અને એ પ્રોટેક્ટિવ લેયર છે. આ પેડિંગ્સ લોફર્સ, બેલેરિના અને શૂઝ સાથે પહેરવામાં આવે છે. આ સોક્સ યુવતીને શૂ બાઇટિંગથી પણ બચાવે છે.

અન્ય સમાચારો પણ છે...