ફેશન:સ્ટાઇલિશ સ્લીવ્ઝ... ફેશનેબલની દુનિયાનો લેટેસ્ટ ટ્રેન્ડ

20 દિવસ પહેલાલેખક: પાયલ પટેલ
  • કૉપી લિંક
  • યોગ્ય સ્ટાઇલની સ્લીવ્ઝ સાવ સાદા આઉટફિટને પણ ગ્લેમરસ લુક આપી શકે છે. આ સ્લીવ્ઝની પસંદગી કરતી વખતે બોડી ટાઇપનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આવું કરવાથી થોડા પ્રયાસ કરવાથી પણ વધારે સુંદર લુક મેળવી શકાય છે

ફેશનપ્રેમી યુવતીઓ હંમેશાં સુંદર દેખાવા ઇચ્છતી હોય છે. ઉનાળામાં આકર્ષક લુક મેળવવો હોય તો સમર ડ્રેસની પસંદગી કરતી વખતે આઉટફિટની સ્લીવ્ઝની સ્ટાઇલ પર ખાસ ધ્યાન આપો. યોગ્ય સ્ટાઇલની સ્લીવ્ઝ સાવ સાદા આઉટફિટને પણ ગ્લેમરસ લુક આપી શકે છે. આ સ્લીવ્ઝની પસંદગી કરતી વખતે બોડી ટાઇપનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો આટલી વાતનું ધ્યાન રાખવામાં આવે તો તમે બહુ ઓછી મહેનતે આકર્ષક લાગી શકો છો.

ફ્લટર સ્લીવ્ઝ : ફ્લટર સ્લીવ્ઝ શોર્ટ અને લૂઝ ફિટિંગ સ્લીવ્ઝ છે અને તે હાથના ઉપરના ભાગને સારી રીતે આવરી લે છે. જે યુવતીઓના હાથ પ્રમાણમાં ભારે હોય છે તેમના માટે આ સ્ટાઇલ સારો વિકલ્પ સાબિત થાય છે. આ સ્લીવ્ઝ લૂઝ ફિટિંગ હોવાના કારણે દરેક બોડી ટાઇપ પર સારી લાગે છે. જો ફ્લટર સ્લીવ્ઝ માટે યોગ્ય ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે તે એ અત્યંત સુંદર અને એલિગન્ટ લાગે છે.
ડ્રામેટિક સ્લીવ્ઝ : આ સ્ટાઇલ એકદમ જ બેગી લુક આપે છે. આ સ્લીવ્ઝ લુઝ હોવાથી પર્ફેક્ટ્લી બલૂનની ઇફેક્ટ આપે છે. સેલિબ્રિટી ડિઝાઇનરોએ ડ્રામેટિક સ્ટાઇલ પર હમણાં ઘણા એક્સપરિમેન્ટ કર્યા છે તેથી એ લોકપ્રિય બની છે. ઓફ-શોલ્ડર ડ્રેસમાં આ ડિઝાઇન ટ્રાય કરી શકાય.
બટરફ્લાય સ્લીવ્ઝ : યુવતીઓ બટરફ્લાય સ્લીવ્ઝ શોલ્ડરને બ્રોડ દેખાડવા માટે કરે છે. આ સ્લીવ્ઝ કેપ સ્લીવ્ઝ અને પફ સ્લીવ્ઝનું કોમ્બિનેશન છે. એનો પહોળો કટ પતંગિયાની પાંખ જેવો લુક આપે છે અને એટલે એને બટરફ્લાય સ્લીવ્ઝ કહેવામાં આવે છે. આ સ્લીવ્ઝ લૂઝ ફિટિંગ હોવાના કારણે ઉનાળા માટે એ સારો વિકલ્પ સાબિત થાય છે. આ સ્લીવ્ઝ સ્પેશિયલ પ્રસંગોમાં પણ સારી લાગે છે. બટરફ્લાય સ્લીવ્ઝ બ્લાઉઝ, ટોપ કે કુર્તીમાં સારી લાગે છે.
બેલ સ્લીવ્ઝ : બેલ સ્લીવ્ઝની ફેશન ટ્રેન્ડિંગ છે. ડ્રેસની સ્ટાઇલ પ્રમાણે આ બેલ સ્લીવ્ઝની લંબાઇ પણ બદલાતી રહે છે. મોટાભાગે આ સ્લીવ્ઝની ફ્લેર કોણીથી શરૂ થતી હોય છે. આ સ્લીવ્ઝ ભારતીય પરંપરાગત ડ્રેસ અને વેસ્ટર્ન ડ્રેસ બંને માટે પરફેક્ટ સાબિત થાય છે. બેલ એટલે કે ઘંટડીના આકારની સ્લિવ્સ. તે ખભાના ભાગથી ફિટિંગવાળી હોય છે, પણ કોણીના ભાગથી ઘંટડીના આકારની જેમ પહોળી જોવા મળે છે. આ પ્રકારની સ્લિવ્સ કુર્તી કે ટોપ પર વધારે જોવા મળે છે. લોન્ગ ગાઉનમાં પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. તેની બેલ સ્લીવ્ઝને હવે પાર્ટી ગાઉનમાં પહેરવાનું પણ યુવતીઓ પસંદ કરી રહી છે.
કફ સ્લીવ્ઝ : કફ સ્લીવ્ઝના ટી-શર્ટ, ડ્રેસ કે પછી પછી ટોપ કુલ લુક માટે સારામાં સારો વિકલ્પ સાબિત થાય છે. કફ સ્લીવ્ઝ ઇનબિલ્ટ ફોલ્ડ અને બટન સાથે આવે છે જેથી એને પહેર્યા પછી મેન્યુઅલી ફોલ્ડેડ સ્લીવ્ઝ જેવો લુક આવે છે. આ સ્લીવ્ઝ માત્ર ટ્રેન્ડી હોવાના કારણે લોકપ્રિય નથી, એ અત્યંત કમ્ફર્ટેબલ પણ છે.
ઓપન સ્લીવ્ઝ : ઓપન સ્લીવ્ઝ સ્ટાઇલને કોલ્ડ શોલ્ડર ડ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની સ્લીવ્ઝ બોટ નેક ટોપ અને ડ્રેસ સાથે સારી લાગે છે. જે યુવતીઓને કટ સ્લીવ્ઝ પહેરવામાં સંકોચ થતો હોય એ સ્પેશિયલ પ્રસંગે કોલ્ડ શોલ્ડર સ્ટાઇલની પસંદગી કરીને એલિગન્ટ લુક મેળવી શકે છે. આ સ્ટાઇલ સુપર હોટ લાગી શકે છે. જો તમારા શોલ્ડર સુડોળ હોય તો આ ઓપન સ્લીવ્ઝ સ્ટાઇલમાં તમે બહુ જ સુંદર લાગી શકો છો.
સ્લિટ સ્લીવ્ઝ : સ્લિટ સ્લીવ્ઝ સ્ટાઇલિશ લુક આપે છે અને એ કોઇપણ આઉટફિટ પર સારી લાગે છે. બ્લાઉઝ, ફ્લોવાળા ટોપ્સ અથવા તો વન પીસ ડ્રેસ માટે આ સ્લિટ સ્લીવ્ઝ સારો વિકલ્પ છે.
કિમોનો સ્લીવ્ઝ : કિમોનો સ્લીવ્ઝની શરૂઆત જાપાનમાં થઇ હતી પણ આ સ્ટાઇલ વેસ્ટર્ન ડ્રેસ પર બહુ સારી લાગે છે અને એના કારણે આખી દુનિયામાં એ લોકપ્રિય બની છે. આ પ્રકારની સ્લીવ્ઝ પ્રમાણમાં પહોળી હોવાના કારણે સમર ડ્રેસ માટે એ યોગ્ય પસંદગી સાબિત થાય છે. અનેક યુવતીઓ આ પ્રકારની સ્લીવ્ઝ સ્ટાઇલ સાથે કમર પર બેલ્ટ બાંધવાનું પસંદ કરે છે. કોણી કે કાંડા સુધીની લંબાઈ ધરાવતી ઢીલી અને પહોળી બાંયને કિમોનો સ્લીવ્ઝ કહેવામાં આવે છે. ભરાવદાર શરીર ધરાવતી માનુનીને કિમોનો સ્લીવ્ઝ સારી લાગે છે.

અન્ય સમાચારો પણ છે...