તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજાવટ:ઘર સજાવટનો સ્ટાઇલિશ વિકલ્પ વોલપેપર

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમારા ઘરને ઓછા ખર્ચામાં એકદમ ડિફરન્ટ લુક આપવા ઇચ્છતા હો તો તમે દીવાલને વોલપેપર દ્વારા સજાવી શકો છો. હાલમાં માર્કેટમાં દરેક બજેટને અનુરૂપ વોલપેપર ઉપલબ્ધ છે

- દિવ્યા દેસાઇ

દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેનું ઘર સૌથી સુંદર લાગે છે. ઘરને સુંદર બનવા માટે સજાવટ જરૂરી હોય છે અને સજાવટ માટે વોલપેપર સારો વિકલ્પ સાબિત થયો છે. ઘરને સજાવવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સામગ્રીઓ મળતી હોય છે. જો તમે તમારા ઘરને ઓછા ખર્ચામાં એકદમ અલગ લુક આપવા ઇચ્છતાં હો તો દીવાલને વોલપેપર દ્વારા સજાવી શકો છો. વોલપેપરની અલગ અલગ ડિઝાઇન્સથી તમે તમારાં ઘરને સારી રીતે સજાવી શકો છો. - 3ડી વોલપેપર અત્યારે 3ડી વોલપેપર ટ્રેન્ડમાં છે જેના કારણે ઘરને અનોખો લુક મળે છે. રસ્તાની ડિઝાઇનવાળા ૩ડી વોલપેપરને દીવાલ પર લગાવવાથી એમ લાગે છે કે આ રસ્તો બેઠક રૂમ કે બેડરૂમમાંથી પસાર થાય છે. આ પ્રકારના વોલપેપરથી ઘરમાં જ કુદરતી સૌંદર્યનો અનુભવ થાય છે તથા આકર્ષક લુક મળે છે. ઘરમાં ૩ડી વોલપેપર લગાવવાથી એ દીવાલ પર કલર કરાવવાની જરૂર રહેતી નથી. આ વોલપેપર સાવ ખાલી દીવાલ પર લગાવીને શોભા વધારી શકો છો. વિવિધ પ્રકારનાં કલર અને વોલ સ્ટિકર લગાવવા કરતાં 3ડી વોલપેપર લેટેસ્ટ લાગશે સાથે તમારા ઘરને નવો લુક મળશે.

- 4ડી વોલપેપરનો ટ્રેન્ડ આજકાલ ઘરને સજાવવા માટે 4D પેઇન્ટિંગ ધરાવતા ડિજિટલ વોલપેપરનો ઉપયોગ થઇ રહ્યો છે. 4D પેઇન્ટિંગ ધરાવતા ડિજિટલ વોલપેપર દેખાવમાં સામાન્ય 3ડી વોલપેપર જેવા જ છે પણ એમાં સુગંધની ચોથી ઇફેક્ટ પણ હોય છે. ધારોકે તમે બેડરૂમની દીવાલ પર ગુલાબના ફૂલ ધરાવતું 4ડી પેઇન્ટિંગ લગાવ્યું હશે તો તે તમારા બેડરૂમને ગુલાબની સુગંધથી ભરી દેશે. આ પ્રકારના વોલપેપરમાં પેઇન્ટિંગ કરતી વખતે જ સુગંધની ઈફેક્ટ ભેળવી દેવામાં આવે છે. ઘરનાં ડ્રોઈગરૂમની દીવાલ ઉપર કોઈ પણ ફૂલ અથવા પંખીનું ચિત્ર ધરાવતા વોલપેપરનો ઉપયોગ કરી શકો છો. આના કારણે ઘરનું વાતાવરણ જીવંત થઇ જશે. - વોટરપ્રૂફ વોલપેપર કેટલાક વોલપેપર વોટરપ્રૂફ પણ હોય છે જે ઘરની દીવાલોને ચોમાસાના ભેજથી બચાવશે તેમજ જો તમારા ઘરની દીવાલો ઉપરથી રંગ નીકળી ગયો હોય તો તે કલરનો ખર્ચ પણ બચાવીને દીવાલને એક અલગ જ લુક આપશે.

- વુડન વોલપેપર જો તમે ઘરને ક્લાસિક લુક આપવા ઇચ્છો છો તો વુડન કલરનાં વોલપેપરને પસંદ કરો. વુડન કલરનું વોલપેપર તમને સરળતા મળી જશે. માર્કેટમાં આ વુડન વોલપેપરની ડિઝાઇનનાં અનેક વિકલ્પો પણ ઉપલબ્ધ છે. રૂમની એક દીવાલને વુડન વોલપેપરથી સજાવો અને બાકી દીવાલોને બેઝ તેમજ ગ્રે જેવા ક્લાસી કલરથી પેન્ટ કરાવો. આ સાથે જ બ્લેક એન્ડ વાઇટ ફર્નિચર બહુ જ સરસ લાગશે. - રોમેન્ટિક સ્ટાઇલથી સજાવટ તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માટે બેડરૂમને લાલ અને ગુલાબી જેવા રોમેન્ટિક રંગના વોલપેપરથી સજાવો. આ ફર્નિચર સાથે મેચિંગ પડદા તેમજ બેડશીટ લગાવો. જો તમે રેડ પિંક વોલપેપરથી તમારા રૂમને ડેકોરેટ કરો છો તો રૂમ એકદમ રોમેન્ટિક બની જાય છે અને સાથે-સાથે અલગ લુક પણ લાગે છે.

- વોલપેપરનો ક્રિએટીવ ઉપયોગ તમે વોલપેપરનો ક્રિએટીવ ઉપયોગ કરીને ઘરની અનેક વસ્તુઓને અલગ અલગ લુક આપી શકો છો. ઘરમાં પડેલા જૂના ડ્રોઅરને વોલપેપરથી ડેકોર કરીને એક નવો ટચ આપો. ઘરને સજાવતા પહેલા ધ્યાન રાખો કે રૂમમાં ડાર્ક કલર તેમજ ડાર્ક કલરના વોલપેપરનો ઉપયોગ ન કરો કારણકે ડાર્ક કલરથી રૂમમાં લાઇટ ઓછી લાગે છે. લિવિંગ રૂમની દીવાલો પર વાઇટ, લાઈટ બ્લૂ, ઓલિવ ગ્રીન તેમજ લેમન યલો જેવા વોલપેપર લગાવો. જો તમે તમારા રૂમમાં ડાર્ક કલરનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા રૂમમાં નેગેટિવ ઊર્જા આવે છે.

બાળકોના રૂમની ખાસ સજાવટ બાળકોના રૂમની ખાસ સજાવટ માટે તેમને ગમે એવા વોલપેપર પર માર્કેટમાં ઉપલબ્ધ છે. બાળકોનો રૂમ સજાવવા માટેના વોલપેપરમાં કાર્ટૂન, પ્રાણીઓ અથવા તો સ્ટાર્સ અને પ્લેનેટની ડિઝાઇન સૌથી લોકપ્રિય છે. વોલપેપરથી સજાવેલા રૂમમાં બાળકો પોતાની આગવી દુનિયામાં ખોવાઇ જાય છે. વળી, વોલપેપરથી રૂમને સજાવવાનો ખર્ચ પણ બહુ વધારે થતો નથી જેના કારણે આ લુકને સમયાંતરે બદલી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો