એક્સેસરીઝ:સુંદરતાને ચાર ચાંદ લગાવી દેતા સ્ટાઇલિશ માંગટીકા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માંગટીકા ટ્રેડિશનલ લુકની સાથે સાથે ગ્લેમરસ આઉટફિટને ખાસ લુક આપવા માટે પહેરવામાં આવે છે અને માનુનીઓમાં લોકપ્રિય છે

- આસ્થા અંતાણી

ફેશનેબલ યુવતીઓમાં હાલમાં સ્ટાઇલિશ માંગટીકા પહેરવાની ફેશન પુરબહારમાં ચાલી રહી છે. આ માંગટીકા ટ્રેડિશનલ લુકની સાથે સાથે ગ્લેમરસ આઉટફિટને ખાસ લુક આપવા માટે પહેરવામાં આવે છે. હવે માંગટીકા ફક્ત ચણિયાચોળી સુધી સીમિત નથી રહ્યો, પણ ગ્લેમરસ ગાઉન સુધી પહોંચી ગયા છે. લગ્નમાં આમ્રપાલી અને બોર પહેરવાની ટ્રેડિશનલ સ્ટાઇલ હજીય કેટલીક યુવતીઓ પસંદ કરે છે, પરંતુ હાલમાં મોટા માંગટીકાની ફેશન છે. ગોળ, ડ્રોપ અથવા ચોરસ આકારનો મોટો માંગટીકો ખુલ્લા વાળ અને બાંધેલી બનવાળી હેરસ્ટાઇલ બન્ને સાથે સારો લાગે છે. રિસેપ્શન પાર્ટીઓમાં ઇન્ડો વેસ્ટર્ન લુક સાથે હેર જ્વેલરી તરીકે મોટો ટીકો અને એક જ સાઇડ પોલકી અથવા ડાયમન્ડની લડીઓ લગાવવામાં આવે છે. માંગટીકામાં આજકાલ રાજસ્થાની બોરલા ડિઝાઈન ઘણી જ પ્રસિદ્ધ છે. આ પ્રકારના માંગટીકા કુંદન અને રૂબીના જડતર સાથે બજારમાં ઉપલબ્ધ છે. આ માંગટીકાને ઓછા ઘરેણા સાથે બેલેન્સ કરીને પહેરવાથી સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. હાલમાં માર્કેટમાં અનેક પ્રકારના માંગટીકા ઉપલબ્ધ છે.

- સોનાનો માંગટીકો : સોનાનો માંગટીકો પરંપરાગત સ્ટાઇલનો લુક આપે છે. અનેક પ્રાંતમાં નવવધૂઓ વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે આ પ્રકારનો માંગટીકો પહેરવાનું પસંદ કરે છે. - હીરાનો માંગટીકો : હીરાનો માંગટીકો સ્ટાઇલશ યુવતીને બહુ સુંદર લાગે છે. આ પ્રકારના માંગટીકા એકદમ શાઇની હોવાના કારણે એની સાથે શાઇની મેકઅપ કરવાનું ટાળવું જોઇએ. જોકે આ હીરાનો માંગટીકો સફેદ ડાયમંડનો હોય એ બિલકુલ જરૂરી નથી. તમે તમારા ડ્રેસને મેચિંગ થાય એવો રંગીન હીરાનો માંગટીકો પણ પહેરી શકો છો. - મોતીનો માંગટીકો : મોતીનો માંગટીકો પહેરવાથી નાજુક અને ડેલિકેટ લુક મળે છે. આ મોતીના માંગટીકા સાથે મોતીની એક્સેસરી પર્ફેક્ટ લાગે છે. - બોર સ્ટાઇલ માંગટીકો : બોર સ્ટાઇલ માંગટીકો રાજસ્થાની લુક આપે છે. આ સ્ટાઇલના માંગટીકા સાથે મોટો ચાંદલો બહુ જ સુંદર લાગે છે.

અન્ય સમાચારો પણ છે...