તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેશન:હસીનાઓમાં હિટ છે સ્ટાઇલિશ લોન્જરી

પાયલ પટેલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોન્જરી જો યોગ્ય સ્ટાઇલની અને સાઇઝની ન હોય તો ગમે તેટલો મોંઘોદાટ અને ફેશનેબલ ડ્રેસ પહેર્યા પછી પણ માનુની સહજતા નથી અનુભવી શકતી

લોન્જરી મહિલાઓના રોજબરોજનાં જીવનનો અગત્યનો હિસ્સો હોય છે. જો એ યોગ્ય સ્ટાઇલની અને સાઇઝની ન હોય તો ગમે તેટલો મોંઘોદાટ અને ફેશનેબલ ડ્રેસ પહેર્યા પછી પણ માનુની સહજતા નથી અનુભવી શકતી. અલગ અલગ સ્ટાઇલિશ ડ્રેસિંગ કરવા ઇચ્છતી માનુનીઓએ પોતાના વોર્ડરોબમાં સ્ટાઇલિશ લોન્જરીને પણ ખાસ સ્થાન આપવું જોઇએ જેથી ફેશનેબલ લુકનો સંપૂર્ણ આનંદ મેળવી શકાય. } ટી શર્ટ બ્રા અંડર વાયરિંગ સાથેની યોગ્ય સાઇઝની ટી-શર્ટ બ્રા દરેક સ્ટાઇલના ટોપ, ડ્રેસ, શર્ટ અને બીજા મોર્ડન ડ્રેસ સાથે પહેરી શકાય છે. આ સ્ટાઇલની બ્રા ફેશનિસ્ટાઓની ફેવરિટ છે. આધુનિક સ્ટાઇલનાં આઉટફિટ પહેરવાની શોખીન માનુનીઓએ પોતાના કલેક્શનમાં બ્લેક, ગ્રે, ન્યૂડ તેમજ તમારી પસંદગીના રંગની ટી-શર્ટ બ્રા રાખવી જ જોઇએ. જો તમે ટ્રાન્સપરન્ટ ટી-શર્ટ પહેરી રહ્યા હોય તો મેચિંગ બ્રા પહેરવાની ખાસ કાળજી રાખો. } બ્રાલેટ બ્રાલેટનો ટ્રેન્ડ ફેશનની દુનિયામાં પૂરબહારમાં ચાલી રહ્યો છે. એ સામાન્ય રીતે નોન પેડેડ અને વાયર ફ્રી હોય છે. આને સ્ટાઇલિશ બ્લાઉઝની નીચે અથવા તો બોલ્ડ લુક માટે સ્ટાઇલિશ બોટમની ઉપર પહેરી શકાય છે. } મલ્ટિવે બ્રા દરેક મહિલા પાસે આવી એક મલ્ટિવે બ્રા હોવી જોઇએ. આ સ્ટાઇલની બ્રાને સરળતાથી અલગ અલગ સ્ટાઇલમાં પહેરી શકાય છે. આ સ્ટાઇલની બ્રા લો નેક ડ્રેસ માટે પર્ફેક્ટ પસંદગી છે. આનાં સ્ટ્રેપને એડજેસ્ટ કરીને એને હોલ્ટર સ્ટાઇલમાં અથવા તો ક્રિસ-ક્રોસ સ્ટાઇલમાં પહેરી શકાય છે. આ સ્ટ્રેપને કાઢી શકાય છે એટલે આ મલ્ટિવે બ્રાને સ્ટ્રેપલેસ બ્રા તરીકે પણ પહેરી શકાય છે. આવી બ્રા ખરીદતા પહેલાં એને અલગ અલગ સ્ટાઇલના ડ્રેસ સાથે ટ્રાય કરી લેવી જોઇએ. } ન્યૂડ બ્રા સફેદ કપડાં અને અર્ધ પારદર્શક ડ્રેસિંગ નીચે પહેરવા માટે સફેદ બ્રા સારો વિકલ્પ છે. જોકે કલેક્શનમાં અલગ અલગ રંગની બ્રાને સ્થાન આપવું પણ જરૂરી છે. સફેદ વસ્ત્રો નીચે તમારા સ્કીન ટોન સાથે મેચ કરતી ન્યૂડ બ્રા પહેરવાથી પણ અનોખો લુક મેળવી શકાય છે. } પેડેડ બ્રા પેડેડ બ્રાની રચનામાં પેડેડ કપનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટાઇલની બ્રા વધારે વોલ્યુમવાળાં બ્રેસ્ટનો લુક આપે છે. આ પેડેડ બ્રા અંડરવાયર અને નોન-વાયર એમ બંને સ્ટાઇલમાં મળે છે. અંડરવાયર બ્રા બ્રેસ્ટને લિફ્ટવાળો લુક આપે છે જ્યારે નોન-પેડેડ રોજિંદા જીવનમાં પહેરવા માટે સારામાં સારો વિકલ્પ સાબિત થાય છે. } પુશ-અપ બ્રા પુશ-અપ બ્રા બ્રેસ્ટને પુશ કરીને ક્લિવેજને વધારે આકર્ષક આપે છે. આવો લુક મળે એ માટે એમાં અંડરવાયર્ડ કપનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટાઇલની બ્રા પહેરવાથી આકર્ષક લુક મેળવી શકાય છે. એમાં અલગ અલગ લેવલના પુશ-અપ મળે એવા વિકલ્પો ઉપલબ્ધ છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણેના લેવલની બ્રા પસંદ કરી શકો છો. } ફ્રન્ટ ઓપન બ્રા ફ્રન્ટ ઓપન સ્ટાઇલની બ્રામાં એનું હુક પાછળની તરફ નહીં પણ આગળની તરફ હોય છે. આને કારણે સરળતાથી બ્રા પહેરી શકાય છે. આ સ્ટાઇલની બ્રા એવી યુવતીઓમાં બહુ લોકપ્રિય છે જેને પાછળ હુકવાળી સ્ટાઇલમાં અગવડ પડે છે. } હોલ્ટર બ્રા હોલ્ડર બ્રામાં ટિપિકલ બ્રાની જેમ બે સ્ટ્રેપ નહીં પણ એક જ સ્ટ્રેપનો હોય છે. આ સ્ટાઇલની બ્રા હોલ્ટર ડ્રેસ અથવા તો ટેન્ક ટોપ્સ સાથે પહેરવા માટે સારામાં સારો વિકલ્પ છે. જોકે મોટાભાગની કન્વર્ટિબલ બ્રાને હોલ્ટર સ્ટાઇલમાં બદલી શકાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...