તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજાવટ:સ્ટાઇલિશ લાઇટિંગ બનાવે બેડરૂમને બોલ્ડ અને બ્યૂટિફુલ

દિવ્યા દેસાઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેડરૂમમાં સારી રીતે લાઇટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો બેડરૂમને સરળતાથી બોલ્ડ અને બ્યૂટિફુલ લુક આપી શકાય છે. બેડરૂમને લાઇટથી સજાવવાની અનેક સ્ટાઇલ છે અને રૂમની સાઇઝ તેમજ ફર્નિચરના પ્રકારને ધ્યાનમાં રાખીને તમને ગમે એવા યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકાય છે

યોગ્ય અને સ્ટાઇલિશ લાઇટિંગ આખા રૂમનો લુક બદલી શકે છે. રૂમને સજાવવામાં લાઇટિંગનો મહત્ત્વનો રોલ હોઇ શકે છે. જો બેડરૂમમાં સારી રીતે લાઇટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો બેડરૂમને સરળતાથી બોલ્ડ અને બ્યૂટિફુલ લુક આપી શકાય છે. બેડરૂમને લાઇટથી સજાવવાની અનેક સ્ટાઇલ છે અને રૂમની સાઇઝ તેમજ ફર્નિચરના પ્રકારને ધ્યાનમાં યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકાય છે. ઇન્ટિરિયર ડેકોરેટર્સ પણ આને ખાસ મહત્ત્વ આપે છે કારણ કે બેડરૂમની વ્યવસ્થા એવી હોવી જોઇએ જેથી આરામ અને નિરાંતની પળો માણી શકાય. Â ઓવરહેડ બેડરૂમ લાઇટિંગ આ પ્રકારની લાઇટિંગ વ્યવસ્થાથી આખા રૂમમાં એકસમાન રીતે લાઇટ ફેંકાય છે. મોટાભાગની વ્યક્તિઓને ઓવરહેડ બેડરૂમ લાઇટિંગ આરામદાયક લાગે છે અને એની જાળવણી પ્રમાણમાં સરળ હોય છે. આ લાઇટમાં ડિમર સ્વિચનો ઉપયોગ કરીને લાઇટની તીવ્રતા વધારી કે ઘટાડી શકાય છે. આ રીતે એસ્થેટિક ઇફેક્ટ ઊભી કરી શકાય છે. Â ડિમ એસ્થેટિક લાઇટિંગ આ સ્ટાઇલનું લાઇટિંગ બાળકોના રૂમ માટે બિલકુલ યોગ્ય નથી. આ સ્ટાઇલનું લાઇટિંગ યુવાન કપલ માટે પરફેક્ટ છે. આ લાઇટિંગ અંધારામાં મદદરૂપ થાય છે. આ પ્રકારની લાઇટિંગ અનેક સ્ટાઇલ અને શેપમાં મળે છે. ફર્નિચરના શેપને ધ્યાનમાં રાખીને એની પસંદગી કરી શકાય છે. આ પ્રકારની લાઇટિંગનો સારો લુક આવે એ માટે કન્સિલ વાયરિંગની મદદ પણ લઇ શકાય છે. આ પ્રકારની લાઇટમાં અલગ અલગ સ્ટાઇલના લેમ્પ શેડ અને કવરનો ઉપયોગ વધારે સારો લુક આપે છે. Â બેડ સાઇડ લેમ્પ લેમ્પનું ડેકોરેશન ઘરના દરેક રૂમમાં સારું લાગે છે અને બેડરૂમમાં પણ એની મદદથી સારી રીતે લાઇટ મેનેજમેન્ટ કરી શકાય છે. જેમને ઓવરહેડ લાઇટ બહુ બ્રાઇટ લાગતી હોય તેમના માટે સાઇડ લેમ્પ લાઇટિંગનો વિકલ્પ સારો સાબિત થાય છે. બેડની બાજુમાં રાખેલો લેમ્પ બહુ કામનો સાબિત થાય છે. રાત્રે રીડિંગ કરવું હોય કે પછી અચાનક લાઇટની જરૂર પડે ત્યારે આ સાઇડ લેમ્પનો વિકલ્પ હાથવગો સાબિત થાય છે. આ સાઇડ લેમ્પનો ઉપયોગ કરવાથી તમારા બેડ પાર્ટનરને પણ અસુવિધા નથી થતી અને તમે તમારું કામ સહેલાઇથી કરી શકો છો. જો તમારા પાર્ટનરને નીંદર આવતી હોય અને તમારો રીડિંગ કરવાનો મૂડ હોય તો બેડ સાઇડ લેમ્પની મદદથી તમે પાર્ટનરની નીંદર બગાડ્યા વગર તમારી ઇચ્છા પૂરી કરી શકો છો. Â સ્પોટલાઇટ ડેકોરેશન જો તમે આર્ટપ્રેમી હો અને તમારા બેડરૂમમાં આર્ટ કલેક્શન હોય તો તમે એવું લાઇટિંગ ગોઠવી શકો છો જેમાં આર્ટ કલેક્શન પર લાઇટ ફોક્સ થાય. આ સ્ટાઇલનાં લાઇટિંગથી બેડરૂમ કે પછી ઘરના કોઇ પણ ભાગમાં કોઇ ખાસ હિસ્સાને હાઇલાઇટ કરવો હોય તો કરી શકાય છે. આ પ્રકારની લાઇટિંગ બેડરૂમમાં અનોખો મૂડ સેટ કરે છે. બેડરૂમ ડેકોરેશનનો આ લેટેસ્ટ આઇડિયા છે. આ આઇડિયાથી રૂમને ક્લિન અને ક્લાસી લુક આપી શકાય છે. આ આઇડિયા નવીન હોવાના કારણે બધાનું ધ્યાન ખેંચશે. Â ભવ્ય ઝુમ્મરની લાઇટ સામાન્ય રીતે ભવ્ય ઝુમ્મરનો ઉપયોગ લિવિંગ રૂમનો લુક વધારવા અને એનાં લાઇટ મેનેજમેન્ટ માટે થાય છે. જોકે થોડું ક્રિએટીવ રીતે વિચારવામાં આવે તો બેડરૂમમાં લાઇટિંગનો મૂડ સેટ કરવા માટે ભવ્ય ઝુમ્મરનો ઉપયોગ કરી શકાય છે. જો તમે બેડરૂમમાં લાઇટિંગ કરવા માટે પરંપરાગત વિકલ્પો કરતા કંઇક અલગ કરવા ઇચ્છતા હો તો ઝુમ્મરનો ઉપયોગ નવીન અનુભવ આપશે. તમે આ ઝુમ્મરની લાઇટમાં તમારી ઇચ્છા હોય તો અલગ અલગ શેડની લાઇટ્સ પણ વાપરી શકો છો.

નાના રૂમનું લાઇટિંગ નાના રૂમનું લાઇટિંગ બહુ વિચારીને કરવું જોઇએ. એ આખા રૂમની સ્પેસને કવર કરી લેતું હોવું જોઇએ. નાના બેડરૂમમાં લાઇટ મેનેજમેન્ટ કરવા માટે હેન્ગિંગ બેડરૂમ સાઇડ લેમ્પ સારો વિકલ્પ છે. આ પ્રકારની લાઇટિંગનું ફિટિંગ સર્જનાત્મક રીતે કરવામાં આવે તો કંઇક અલગ અને આકર્ષક લુક મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...